Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS સ્મૃતિ રવિસભા- તા ૬/૫/૨૦૧૨

…… ઇતિહાસ ને એની ગતિ..એનો લય અને એનો પોતાનો પ્રવાહ હોય છે. તે પ્રવાહ નો ભાગ તમે બનવા માંગો છો કે નહિ..? એ તમારા પર છે. આજકાલ- અમદાવાદ શાહીબાગ સ્વામીનારાયણ મંદિર- આ ઇતિહાસ ના પ્રવાહ ની સુવર્ણ જયંતી ની ઉજવણી કરી રહી છે…..૧૦ મી મે, ૧૯૬૨ ના રોજ- અક્ષર પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિઓ નું સ્થાપન પુ. યોગીજી મહારાજ દ્વારા થયું……એ સુવર્ણ પાનું- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ  સંસ્થા ના ઇતિહાસ અને વિકાસ- માં સદાયે અવિસ્મરણીય રહેશે. ગયા અઠવાડિયે- શ્રી સ્વામીનારાયણ વિશ્વશાંતિ મહાયાગ માં હું ભાગ ન લઇ શક્યો…….અને સાંજે રવિસભામાં પણ ન જઈ શક્યો…..અફસોસ છે…..કારણ કે ઇતિહાસ ના એ પ્રવાહ નો હિસ્સો બનવા ની એ તક મે ગુમાવી છે…….વાંધો નહિ…બેટર લક નેક્સ્ટ ટાઈમ….!

આજે સુપર મુન ..છે …ચંદ્રમા આજે – ૧૨ થી ૨૮% જેટલો મોટો લાગશે…..તો આજ ની સભા – નાની કે ટૂંકી કેમ હોય? આજ ની રવિસભા , એ વિશિષ્ટ સ્મૃતિ સભા હતી…..અમદાવાદ મંદિર ની સુવર્ણ જયંતી આ વર્ષે ચાલી રહી છે…..તો અમે કેમ બાકી રહી જઈએ??

તો સભા માટે સમયસર પહોંચી ગયો. ઠાકોરજી ના દર્શન કર્યા…હરિકૃષ્ણ મહારાજ આજે ચંદન ના વાઘા માં શોભી રહ્યા હતા….અને વાળી અક્ષર પૂર્ણિમા ને કારણે- મૂર્તિઓ ની શોભા આકર્ષક હતી…..તમે પણ કરો આજ ના દર્શન……

આજના દર્શન…

સભામાં ગોઠવાયા ત્યારે એક સુખદ અનુભવ થયો. પુ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ના સમય ના બે વયોવૃદ્ધ પણ મનોબળમાં જુવાન એવા બે સંનિષ્ઠ કાર્યકરો – પ્.ભ. જયંતીભાઈ અને છગનભાઈ ટાંક ( શાસ્ત્રીજી મહારાજે જ વાસ્તવ માં- યુવા પ્રવૃત્તિ ની શરૂઆત- આંબલી વાળી પોલમાં કરેલી અને આ બંને- એના શરૂઆત ના કાર્યકર છે) કીર્તન ની વર્ષા માટે સભામાં હાજર હતા. એમાં છગનભાઈ તો અનેક પ્રસિદ્ધ ભજનો ના રચયિતા પણ છે……જયંતીભાઈ એ એ સમય ને યાદ કરી ને- કીર્તન ની શરૂઆત કરી. છગનભાઈ એ ( ૮૭ વર્ષ ની ઉમર, હૃદય ની સર્જરી કરાવેલ છે) ” યોગી તારો મહિમા અપરંપાર…..” સ્વરચિત કીર્તન  ગાઈ ને – શાસ્ત્રીજી મહારાજ વખત નો…યોગીજી મહારાજ વખત નો માહોલ ઉભો કરી દીધો….તો જયંતી ભાઈ એ – “મારા ચિતલડા ને ચોરી , યોગી જાય ક્યાં…….” સંભળાવી ને સમગ્ર સભાને તાલ માં લાવી દીધી…..! એક દંડવત- એ બંને ને……એમની સેવા બદલ….!

ત્યારબાદ- સ્મૃતિ સભા ના પ્રવાહ ને ભાગ રૂપે- ૧૯૬૨માં- અમદાવાદ શાહીબાગ મંદિર ની સ્થાપના સાથે સંકળાયેલા- સાક્ષી રહેલા હરિભક્તો પૈકી- ૪ હરિભક્તો- એચ.એમ.પટેલ, દિનેશ ભગત, શાંતિલાલ પાટડિયા અને રાયચંદ ભાઈ રબારી એ પોતાના- અનુભવો અને સંસ્મરણો યાદ કર્યા…..જુઓ અમુક અંશ….

  •  એચ.એમ.પટેલ( આફ્રિકા વાળા પ્.ભ. મગનલાલ ના સુપુત્ર) એ ખુબ જ નિરાલા અંદાજમાં – અમદાવાદ મંદિર નો આખો ઇતિહાસ રજુ કરી દીધો. પુ. શાસ્ત્રીજી મહારાજ- આંબલી વાળી પોળ -માં જેના ઘરે જ રોકાતા એ બાબુકાકા – નિસંતાન હતા અને એમની ઈચ્છા અને ઉત્સાહ હતો કે – શાસ્ત્રીજી મહારાજ- અમદાવાદમાં મંદિર કરે…..! પણ મોટા પુરુષ  ના કાર્યો અને સંકલ્પો – સામાન્ય મનુષ્ય ને સમજાતા નથી…..ઘણા સમય ની મથામણ બાદ- શાસ્ત્રીજી મહારાજે જયારે – અમદાવાદ મંદિર માટે વિચાર્યું- ત્યારે- શરૂઆત માં જ બાબુકાકા એ પોતાનું એકમાત્ર ઘર વેચી ને- ૧૫૦૦૦ રૂપિયાનું દાન એ- જમાના માં કર્યું..!  ધન્ય છે- આવા હરિભક્તો ને કે – જેમણે હરિ અને સંતો માટે- પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું……! અને સમગ્ર જીવન- બાબુકાકા મંદિર ની- હરિની-શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપા ની સેવા કરતા રહ્યા…
  • તો શાંતિલાલ પાટડિયા – એ જણાવ્યું કે મૂર્તિ પ્રતિષ્ઠા માં ભાગ લેવા માટે- એમણે પોતાની પરીક્ષા ને પડતી મૂકી….અને ઈતિસ ના સાક્ષી બન્યા…..અને યોગીબાપા એ એમને કરેલી- પુ.પ્રમુખ સ્વામી ના મહિમા ની વાત ના પણ સાક્ષી બન્યા……
  • દિનેશ ભગત- ના ઘરે તો સ્વયમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ રોકાતા…અને પુ.પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમને ખંભાત ની ગલીઓ માં ઝોળી માંગવા નું સુખ મળ્યું છે……એમણે ૮,૯ અને ૧૦ મે,૧૯૬૨ – એમ ત્રણ દિવસ નો આંખે દેખ્યો અહેવાલ રજુ કર્યો……..
  • અને અંતે- રાયચંદ ભાઈ રબારીએ- એમની ભાતીગળ અને રમુજી શૈલી માં- યોગીજી મહારાજ સાથે ની વાતો અને મંદિર ની સ્થાપના વિષે ની અજાણી વાતો કરીને – સમગ્ર સભાને હસાવી હસાવી ને થકવી દીધા…..! પુ. યોગીબાપા ને તો આ રબારી ( ગૌશાળા સંભાળતા અને નાનું મોટું કામ કર્તા હતા) ને સાધુ કરવો હતો…..પણ ભાઈ છટકી ગયા….!

ત્યારબાદ- ગયા રવિવારે થયેલા – મહાયાગ વિશેનો વીડીઓ રજુ થયો……ભવ્યાતિભવ્ય આયોજન વચ્ચે થયેલો આ યજ્ઞ- અદભુત હતો. ત્યારબાદ પુ. ઈશ્વરચરણ સ્વામી એ – એ સમયે- મંદિર ની સ્થાપના સાથે સંકળયેલા એ વખત ના હરિભક્તો- નંદા સાહેબ, ખેંગારજી ચૌહાણ, બાબુભાઈ કોઠારી,અર્જુન્ કાકા , ગોરધનભાઈ, ચંપકલાલ શેઠ, નાગરદાસ બામણીયા ( સ્વ. કે.કા.શાસ્ત્રી ના ભાઈ) ,ભગવતી પ્રસાદ પંડ્યા…..જેવા અનેક હરિભક્તો વિષે જણાવ્યું……..! અને સાથે સાથે- એ વખત નો વીડીઓ પણ બતાવ્યો…..૧૯૬૨૨ માં નીકળેલી શોભાયાત્રા અને મૂર્તિ પ્રતિષ્ઠા નો વીડીઓ જોઈને બધા ખુશ થઇ ગયા….અમદાવાદ ના મંદિરમાં સૌપ્રથમ વાર આરસ ની મૂર્તિ ઓ ની પ્રતિષ્ઠા થઇ….સાથે- એ સમયે- મોટા પુરુષો એ કરેલા પ્રવચનો નો સાર પણ વાંચી સંભળાવ્યો……પુ. યોગી બાપા એ કહ્યું હતું કે – જીવન ની દરેક ક્રિયામાં ભગવાન ને સાથે રાખવા….અને દરેક કાર્યમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી….પૂર્ણ કર્મો કરવી…..! સાથે સાથે એ પણ સમજાયું કે- એ સમય માં કેટલા કપરા કાલ વચ્ચે હરિભક્તો એ – પોતાનું સર્વસ્વ અર્પણ કરી….ભીડો સહન કરી….ને આવા ગગન ચુમ્બી મંદિરો બનાવ્યા…..કે જેના લાભ આજે આપણ ને થઇ રહ્યા છે…..!

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

  • ૧૩ મી થી પુ. ડૉક્તર સ્વામી અહી અમદાવાદમાં  છે,અને આવનારી રવિસભામાં એમનો લાભ મળશે…..
  • ૧૭ મી તારીખે- પુ. યોગીજી મહારાજ હોસ્પિટલ( અત્યાર ની પ્રમુખ સ્વામી હોસ્પિટલ- કે જેનું નામ પુ. પ્રમુખ સ્વામી ની આજ્ઞા થી બદલાઈ રહ્યું છે..) નું ઉદઘાટન -પુ. મહંત સ્વામી અને પુ.ડોક્ટર સ્વામી ના હસ્તે થવાનું છે. અને એ જ દિવસે – પુ.યોગીજી મહારાજ નો ૧૨૦ મો પ્રાકટ્યોત્સવ છે…..જેની સભા સાંજે ૭ વાગ્યા થી શરુ થશે…
  • પુ.પ્રિયસ્વરૂપ સ્વામી એ- મહાયાગ ની સફળતા માટે સર્વ હરિભક્તો, કાર્યકરો,સંતો અને સરકારી અધિકારીઓ નો આભાર માન્યો….

તો- આજની સભા થી સમજાવ્યું કે – શ્રીજી મહારાજ ના પ્રસાદી ના સ્થળે બનેલું – આ મંદિર- આજે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તો ને હરિ તરફ પ્રેરે છે…..અને અનંત કાલ સુધી- એ ચાલુ રહેશે…સાથે સાથે ઇતિહાસ – જે એની સ્થાપના સાથે વણાયેલો છે…..એ અવિસ્મરણીય રહેશે……અને સમર્પણ, ત્યાગ અને ભીડા  ના આ ઉદાહરણો- પણ એની સાથે જ અમર રહેશે…..

આમેય આ સંસ્થાના પાયા ભુતળ સુધી નાખેલા છે……..આથી પાંદડે પાંદડે – સ્વામીનારાયણ નું ભજન થશે જ…એમાં કોઈ શંકા નથી….!

જય સ્વામીનારાયણ

રાજ