Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા-૧૩/૦૫/૨૦૧૨

1 Comment

ઉનાળો પુરજોશમાં છે તો વચ્ચે વચ્ચે વરસાદી માહોલ એનો રંગ છોડી જાય છે. ગઈકાલે વરસાદ -બસ પડવાની તૈયારી માં જ હતો અને ન પડ્યો- અને ભેજ વાળા વાતાવરણ વચ્ચે રહેવું પડ્યું. આજે આખો દિવસ ઉકળાટ હતો, અને લાગે છે કે આગામી બે-ત્રણ દિવસ એવા જ રહેવાના…..

તો, સમયસર મંદિરે પહોંચી ગયા. આજે પુ. ડોક્ટર સ્વામી – ની સભામાં ઉપસ્થિતિ થવાની હતી આથી, સહેજ ઉમળકો વધારે હતો. આજકાલ ઠાકોરજી ને પણ ગરમી માં રાહત ના અર્થે – ચંદન ના વાઘા ની સેવા ચાલે છે. અને ચંદન ના વાઘા માં પણ સર્જનાત્મકતા આંખે ઉડી ને વળગે છે….આટલી બધી  ક્રિએટીવીટી -બસ હરીદયા જ કહી શકાય. આમે ય સ્વામીનારાયણ સંપ્રદાય માં ભગવાન નો શણગાર એટલો બધો મનમોહક હોય છે કે -જાણે કે દર્શનમાત્ર થી જ સમાધી ની કક્ષા સુધી પહોંચી જવાય….! તમે પણ કરો આજના દર્શન….

Chandan Vagha….

સભામાં ગોઠવાયા અને સભાની શરૂઆત કિશોર મંડળ ની ધૂન -પ્રાર્થના થી થઇ…એ બાદ કીર્તન થયું…” શ્રીજી મહારાજ માંગું શરણું તમારું…..” મન ને ડોલાવી ગયું. એક ભગવાન નું શરણું જ સાચું….એ સંપૂર્ણ સત્ય જ છે….કારણ કે એના સિવાય બધું જ નશ્વર છે….ટેમ્પરરી છે…..! આજકાલ યુંવાપ્રવૃતિ નો ષષ્ટિપૂર્તિ વર્ષ ચાલી રહ્યું છે અને એના ઉપલક્ષમાં પુનીત પીઠવા નામના યુવકે- અદભુત પ્રવચન આપ્યું. અક્ષરપુરુષોત્તમ ઉપાસના ના સિધ્ધાંત ખાતર- પુ. શાસ્ત્રીજી મહારાજે જે ભીડો વેઠ્યો હતો….એનો તાદ્રશ્ય ચિતાર આપ્યો. અનેક અપમાનો, ભીડાઓ….તકલીફો વચ્ચે પણ એ અડગ રહ્યા અને આજે -હરિ પ્રતાપે- સમગ્ર દુનિયામાં અક્ષર પુરુષોત્તમ ના ડંકા વાગી રહ્યા છે……સિધ્ધાંત, સંકલ્પ, પુરુષાર્થ , અડગ નિષ્ઠા અને ભક્તિ….અને અંતે દેહ ને કૃષ્ણાર્પણ કરવા સુધી ની તૈયારી જ આ બ્રહ્મ માર્ગ અને અક્ષરધામ ના ધ્યેય ને સફળ બનાવે છે.

ત્યારબાદ શાહપુર યુવક મંડળ દ્વારા એક સંવાદ રજુ થયો….” બની દીપક કરું અજવાળા” વિષય આધારિત આ સંવાદ- બતાવી ગયો કે નિયમ ધર્મ – જીવનમાં શા માટે જરૂરી છે? મારો પણ સ્વાનુભવ છે કે- આપણા નિયમ ધર્મ – ભલે ને પહેલી નજરમાં મુશ્કેલ લાગે પણ અંતે તો એને જ બધા માન આપે છે……બાપુનગર યુવક મંડળ દ્વારા અદભુત કીર્તન રજુ થયા….” લાલ તેરી લટકન મે લલચાણી..” પ્રેમાનંદ સ્વામી નું આ કીર્તન જે રીતે યુવકો એ ગાયું- એ સાંભળવા જેવું હતું…..તન-મન સ્થિર થઇ ગયા…..અને મને યાદ આવી ગઈ- એકાદ વર્ષ પહેલા ની ઘટના- કે જેમાં સવાર ની મંગલા આરતી માં – સંપ્રદાય ના પ્રસિદ્ધ ગવૈયા સંત- પુ. કૃષ્ણપ્રિય સ્વામી ના મધુર કંઠે – દાદર મંદિરે આ કીર્તન સાંભળ્યું હતું..ત્યારબાદ એ જ યુવકો દ્વારા પુ. નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત જોશીલું કીર્તન ” આજ મે તો દીઠા રે અલબેલો આવતા રે….”રજુ થયું……

ત્યારબાદ જેની રાહ જોવાતી હતી- એવા પુ. ડોક્ટર સ્વામી ના જોશીલા પ્રવચન ની શરૂઆત થઇ…..૭૮ વર્ષ ની ઉમરે પણ આટલો ઉત્સાહ….અને આટલી બધી બળભરી વાતો……આશ્ચર્યજનક જ છે…..જે હરીદયા વગર શક્ય જ નથી. જોઈએ કેટલાક અંશ….

  • વચનામૃત પ્રમાણે- ભગવાન ના સુખ આગળ બીજા બધા જ સુખો તુચ્છ છે……જે સાંગોપાંગ સત્ય છે- તમે આજે સ્વીકારો તો એ..કે પછી સ્વીકારો તો યે…..એને સમજ્યે….સ્વીકાર્યે જ છુટકો….
  • આપણા વેદો- ઉપનિષદો નો મહિમા અનંત છે….જે જાણે-સમજે એ તરી જાય…. શાહજહાં ના પુત્ર દારા શિકોહ – ઉપનિષદ ને જાણવા સંસ્કૃત ભણ્યો…અને ઉપનિષદ ને પર્શિયા સુધી પહોંચાડ્યા…..જર્મની ના સાહિત્યકારો – શોપનહોમર અને મેકસમુલર – ઉપનીષદો ને સમજ્યા અને દુનિયામાં પ્રસિદ્ધ કરી ગયા…ઉપનીષદો જ ભારતીય સંસ્કૃતિ ના પાયા છે- એમ કહી શકાય….
  • યોગીબાપા નું બ્રહ્મવાક્ય- “ભગવાન ભજી લેવા….” એ હરપળ યાદ રાખવું- કારણ કે ભગવાન ની ભક્તિ આગળ બધા વિજ્ઞાન ખોટા…….! પુ. પ્રમુખ સ્વામી મહારાજ માત્ર ૬ ચોપડી ભણેલા પણ આજે – એમના એક ઈશારે હજારો ભણેલા ગણેલા -યુવાનો સાધુ થઇ જાય છે…..એવું તે શું છે, એમનામાં????
  • ભગવાન આગળ -બધી સત્તા ઓ, બધા ચીજો…..દુનિયાભર ની સંપત્તિ તણખલા માત્ર છે……
  • આપણો સંપ્રદાય એક છે…..એક પરિવાર છે અને નાનામાં નાનો હરિભક્ત પણ જયારે – “પોતાનો” સમજાશે….ત્યારે – સુવર્ણ મહોત્સવ સફળ કહેવાશે…….આથી ગુરુ-સંત-ભગવાન ની આજ્ઞા માં રહો……અને એક રહો….

પુ. ડોક્ટર સ્વામી ના પ્રવચન થી બધામાં જોર આવી ગયુ…….કારણ કે – જેમ પુ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ – કે ડોક્ટર સ્વામી ના શબ્દોમાં સચ્ચાઈ નો રણકો હોય છે……..ત્યારબાદ પુ. અક્ષર્વત્સલ સ્વામી અને પુ.બ્રહ્મવિહારી સ્વામી દ્વારા અમુક જાહેરાતો થઇ….

  • ૧૭ મી મે- આવતા ગુરુવારે- પુ. યોગીજી મહારાજ નો ૧૨૦ મો પ્રાકટ્યોત્સવ ધામધૂમ થી ઉજવવા નો છે….એ જ દિવસે સાંજે ૭ વાગ્યે વિશિષ્ટ સભા નું આયોજન છે. નરેન્દ્ર મોદી આવવા ના હોઈ- સુરક્ષા ની તૈયારી મજબુત રહેવાની અને સર્વે હરિભક્તો -નિયત સમય પહેલા સભામાં આવી જાય એ જરૂરી છે- બેગ્ઝ કે પાર્સલ કે કોઈ મોટી થેલી જેવી ચીજો ન લાવવી….
  • એ જ દિવસે નવીન હોસ્પિટલ- પુ.યોગીજી મહારાજ હોસ્પિટલ નું ઉદઘાટન- પુ.મહંત સ્વામી, પુ.ડોક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે થવાનું છે……આ હોસ્પિટલ નું નામ આ પહેલા -બેપ્સ પ્રમુખ સ્વામી હોસ્પિટલ તરીકે રજીસ્ટર્ડ હતું, પણ પુ. સ્વામીશ્રી ના આગ્રહ, આજ્ઞા થી- એમના ગુરુ ભક્તિ ના સંકેત રૂપે – નામ બદલવામાં આવ્યું……શત શત વંદન પુ. સ્વામીશ્રી ને…..અને આ જ કારણ છે કે – શા માટે હજારો લોકો એમના તરફ આકર્ષાય છે……

સમય ના અભાવે – ત્યારબાદ મારે સભા છોડી ને નીકળવું પડ્યું…….પણ આજ ની સભા- એની પ્રત્યેક પલ- પુરતી હતી- આપણા અચેતન મન ને જાગૃત કરવા……બ્રહ્મ જ્ઞાન ને સમજાવવા……અને બધા થી ..સૌથી મોટું સત્ય સમજાવવા – કે ભગવાન માં જેવું સુખ છે- એવું સુખ ક્યાંય નથી…..

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા તા-૧૩/૦૫/૨૦૧૨

  1. prabhu adbhut sabha darshan apo cho

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s