Raj Mistry's world

Me,my stories and world around….

હાશ…!

2 Comments

હાશ……! કેમ?…….કારણ કે હું પરણેલો પુરુષ છું….( અલબત્ત….મને એનો ગર્વ છે…) અને લગ્ન પછી – જેમ જેમ એક એક પળ વીતતી જાય એમ એમ જાણે કે ક્રિકેટ ની સદી ભણી ગતિ કરી રહ્યા હોય…એમ હાશકારો થતો જાય..ભલે ને એ એક પલભર નો કેમ ન હોય..!! લગ્ન પછી નો સમય- કોઈ પણ માટે – ભલે એ પુરુષ હોય કે સ્ત્રી- ખુબ જ જવાબદારી ભર્યો હોય છે- કારણ કે તમે એક અલગ જ વ્યક્તિ ને- એના અલગ વિચારો સાથે..અલગ પ્રકૃતિ સાથે અપનાવતા હો છો….અને શરુ શરૂમાં આકર્ષણ ને કારણે- એ બધું નભી જતું હોય છે, પણ જેમ જેમ સમય વીતે તેમ તેમ – જવાબદારી અને વાસ્તવિકતાઓ ના બોજ નીચે- પ્રેમ( કે આકર્ષણ) – ઉકળતા પાણી ની જેમ બાષ્પીભૂત થાતું જાય છે અને અસલ સ્વભાવ- લગ્નજીવન ના સંકટો -નકારાત્મક બાજુઓ નું દર્શન કરાવતો હોય છે…….પણ મારા લગ્નજીવન કે જેના ૭ વર્ષ ગઈકાલે પુરા થયા…એના પર થી શું શીખ્યો???

 • એક કંપની કે સંસ્થા નું સંચાલન કરવું સહેલું છે…..પણ એક વ્યક્તિ ને નહી……
 • પ્રેમ કરવું જેટલું સહેલું છે – એના થી અનેક ઘણું કઠીન છે – એને નિભાવવું અને- એના શરૂઆત ના લેવલ સુધી રાખવું…..
 • ધૈર્ય- શાંતિ- સમજદારી- એ ખુબ જ અગત્ય ના પરિબળ બનતા જાય છે……જો એ છે તો જ  લગ્ન જીવન છે…..
 • પોતાના વિચારો – બીજા પર ઠોકવા- કે થોપી બેસાડવા- જેવું ખરાબ કામ એકેય નથી- અને લગ્ન પછી બંને વ્યક્તિ આ કરે જ છે…..નરી વાસ્તવિકતા છે…..સામે વાળો વ્યક્તિ જેવો હોય એને એવી રીતે જ સ્વીકારવો- ખુબ જ અઘરું કાર્ય છે….પણ લગ્નજીવન ની સફળતા નો એ જ પાયો છે…..
 • લગ્ન – તમને વધારે મજબુત- સ્થિર- સમજદાર-સામાજિક બનાવે છે……અન્ય ને -તન-મન-હૃદય થી સ્વીકારવો – એ મોટું કાર્ય છે….
 • હું એક પતિ તરીકે ની મારી સફળતા ને ૧૦ માર્ક્સ મા થી ૭-૮ માર્ક્સ આપી શકું…….આથી સફર ઘણી લાંબી છે યારો…..!

ચાલો જે હોય તે…..તો ગઈકાલે ( ૧૭/૦૫/૨૦૧૨) અમે શું કર્યું????

 • સવારે આંખ ખુલી ત્યારે- રીના એ ” happy marriage anniversary” વાળું વોલ-પોસ્ટર પોતાના હાથે બનાવ્યું હતું- એના દર્શન કરાવ્યા…સરપ્રાઈઝ આપી .અને મારી સવાર – મારો ભવ સુધારી ગયો….( એ તો લગ્ન થયા ત્યારે જ સુધરી ગયા હતા કારણ કે દહેજ મા મને – મારા ઠાકોરજી મળેલા….જેના જેવી અમુલ્ય ભેટ દુનિયામાં કોઈ ન હોઈ શકે)

Thanks Rina…..!

 • બંને સવારે તૈયાર થઇ મંદિરે ગયા…….અને એ દિવસે- પૂ. યોગીજી મહારાજ નો પ્રાકટ્યોત્સવ હતો આથી ઠાકોરજી ની શોભા નું તો શું કહેવું? મોગરા ના પુષ્પો થી શણગારેલી મૂરતો- મન ને મોહી ગઈ……અને મન-હૃદય-જીવન સંતૃપ્ત થઇ ગયું…..રીના એ નિલકંઠવરણી નો અભિષેક કર્યો…..

મોગરા ના ફૂલ…શ્રીજી ને વ્હાલા ઘણા ….સખી મોગરા ના ફૂલ….

 • બહાર ફરવા નો પ્રોગ્રામ હતો અને વળી કાર ને સર્વિસ મા આપવાની હતી આથી ફોર્ડ સર્વિસ મા કાર ને આપી રીક્ષામાં જ ગોપી ડાઈનીંગ હોલ ગયા પણ ગુજરાતી ખાણું- પૈસા વસુલ ન લાગ્યું…..અને ત્યાં થી ગયા- હિમાલય મોલ- ખરીદી કરી અને ગયા- આલ્ફા વન મોલ…..
 • મજ્જા નો મોલ- આથી સારો એવો સમય પસાર થઇ ગયો…..અને ૩-ડી મુવી- જોયું- એવેન્જર્સ…..અને એ પણ હિન્દીમાં….! પૈસા વસુલ – ભાઈ……! આથી બસ આનંદો જ આનંદો…..!
 • અને છેલ્લે છેલ્લે- બહાર ના રેસ્ટો-એરિયામાં મન ભરી ને પેટપૂજા કરવામાં આવી- અને સાથે સાથે મોકટેલ ની મજા….અને છેલ્લે છેલ્લે ડેઝર્ટ ની મજા………………………..

તો- એ  દિવસ- બસ અમારા બંને ના નામ પર પર હતો……! જીવનમાં બીજું શું જોઈએ..???? એકબીજા ને સમજીએ….એકબીજાને સ્વીકારીએ…..તો હમેંશા – એકબીજાને ગમતા રહીએ……..! લગ્ન પણ એક યોગ જ છે અને જો સમજો તો- એ ફેરો એવો છે કે – હરિ સુધી સહજ પહોંચાડે છે…..પણ “સહજ” માર્ગ ને – સહજ બનાવવો- સહેલો નથી……કેમ? લગ્ન કરો તો જાણો……ને ભાઈ…..!

સાર- લગ્ન તો કરવા જ જોઈએ………( તેનાથી ખબર પડે કે – સંસાર શું છે???? અને સાચું સુખ શામાં છે????)

રાજ

Advertisements

2 thoughts on “હાશ…!

 1. અભિનંદન. ખાસ તો રીના ને, કારણકે અમને ખબર છે કે તારા જેવા પામર મનુષ્ય જોડે રહેવું એ તો હોસ્ટેલમાંય ભારે પડતું હતું તો.. 😀 આલ્ફામોલમાં આવ્યા અને જોરથી બૂમ પાડી હોત તો ઘરે સંભળાત. પાછળ જ છે 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s