Raj Mistry's world

Me,my stories and world around….

BAPS યોગી સ્મૃતિ રવિસભા- તા ૨૦/૦૫/૨૦૧૨

Leave a comment

આ મહિનો કદાચ મારા માટે અગત્ય નો છે કારણ કે- આ મહિનામાં જ મારી લગ્નતિથી આવે છે….યોગીજી મહારાજ જેવા સાક્ષાત બ્રહ્મસ્વરૂપ પુરુષ નો પ્રાકટ્યોત્સવ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા અનન્ય માર્ગ દર્શક ગુરુ ની – પ્રમુખ તરીકે ની વરણી નો ઉત્સવ આવે છે.  જીવન એ ઘટનાઓ નું નામ છે અને એનો પ્રવાહ – આ ઘટનાઓ ને જ આધારિત હોય છે. આજ ની સભા- વિશિષ્ટ યોગી સ્મૃતિ સભા હતી, કારણ કે તા ૧૭/૦૫/૨૦૧૨ ના રોજ- યોગી બાપા નો પ્રાકટ્યોત્સવ ગયો, નવીન હોસ્પિટલ નું નામકરણ અને ઉદઘાટન પણ એ દીવસે થયું. આથી સભા- એ વિશિષ્ટ સ્મૃતિ માટે જ હતી……હમેંશ ની જેમ સર્વ પ્રથમ ઠાકોરજી ના દર્શન…..મોગરા ના પુષ્પો વચ્ચે શોભતા – શ્રીહરિ ….અત્યંત મનમોહક હતા…..

આજ ના દર્શન

ચંદન ના વાઘા….

સભામાં જયારે અમે પહોંચ્યા ત્યારે સંતો ના મુખે- યોગીજી મહારાજ ના મહિમા ના પદો ગવાતા હતા…..” આજ મુને લાગ્યો યોગીજી નો રંગ…” અને ” જોગીએ ગોંડલ ને ગોકુલ બનાવ્યું”…..અદભૂત હતું….સાથે સાથે કિશોર મંડળ ના કિશોર દ્વારા કવ્વાલી ના ઢાળ મા ” યોગીબાપા ના પ્રેમ મા પાગલ જે થઇ ગયા….જ્ઞાન ,ભક્તિ વૈરાગ્ય નો ખજાનો એ લઇ ગયા…” ગવાયું અને સમગ્ર સભા જાણે કે એમાં જોડાઈ ગઈ…! આજે સભાના મંચ ની પાછળ- યોગીબાપા ની વિવિધ મુદ્રામાં જે પણ ફોટા લગાવવા મા આવ્યા હતા…એમાં જોઈને સ્પષ્ટ થાતું હતું કે – યોગીજી મહારાજ ખરેખર યોગી હતા…અલગારી – બ્રહ્મ ના માણસ હતા…..સદાયે હસતો, ડોલતો ચહેરો…..” ગુરુ” ની હાકલ મારી- ધબ્બો મારવા ની ટેવ…..જાણે કે જીવમાત્ર ના કલ્યાણ માટે જ બની હતી…! ત્યારબાદ, વિવિધ હરિભક્તો( ધીરુભાઈ રાણા, ડૉ. પરેશ ભાઈ ત્રિવેદી) અને સંતો( અક્ષરપુરૂષ સ્વામી, શ્રીધર સ્વામી અને યોગીસ્વરૂપ સ્વામી) એ યોગીજી મહારાજ સાથે ના એમના સમાગમ ના વિવિધ અનુભવો અને પ્રસંગો નું વર્ણન કર્યું…..એમના અનુભવે જ સાબિત થાય છે કે – પૂ. યોગીજી મહારાજ સાધારણ પુરુષ તો નહોતા જ……જોઈએ કેટલાક અંશ….

  • ધીરુભાઈ રાણા- ને પૂ. યોગીબાપા ના આશીર્વાદે- ચમત્કારિક રીતે જેલ મા જતા અને નાપસંદ જગ્યા એ બદલી થતાં અટકાવ્યા….સાથે સાથે એમને પાકા સત્સંગી અને સન્માર્ગ તરફ ચાલનારા બનાવ્યા……
  • ડૉ. પરેશ ભાઈ ત્રિવેદી ના વડવા ઓ તો શ્રીજી મહારાજ સમય ના સત્સંગી હતા પણ એમનો સત્સંગ છૂટી ગયો અને માત્ર યોગીબાપા ની દયા, કાળજી અને સામાન્ય માણસ ની સમજ મા ન આવે એવી ઘટનાઓ થી- સર્જન એવા પરેશભાઈ ને- સત્સંગમાં જોડ્યા……આમ બધા હરિભક્તો ને- યોગીજી મહારાજે- પ્રેમ,ભક્તિ,ત્યાગ,વૈરાગ્ય અને હરિ ની હાજરી ની પ્રતીતિ કરાવી ને પાકા સત્સંગી બનાવ્યા….
  • સંતો – એ વર્ણવ્યું- એમ યોગીજી મહારાજ- સાક્ષાત સહજ આનંદ ની જીવતી જાગતી પ્રતીતિ હતી….સદાયે મસ્ત, બળભરી વાતો કરનાર….દયાળુ હતા….સહજ વાતો મા જ હરિભક્તો ની-સંતો ના સંકલ્પો પુરા કરતાં….અને ભગવાનમાં જોડતા….છેક છેલ્લી અવસ્થા સુધી યોગીજી મહારાજે – હરિભક્તો ની ઇચ્છાઓ પૂરી કરવા પધરામણીઓ કરી હતી…..
  • અંતે- યજ્ઞ પ્રિય સ્વામી એ – પણ પોતાના અનુભવો વર્ણવ્યા…….અને યોગીબાપા – ઉપવાસ ના કેવા આગ્રહી હતા….યુવાનો ને ભીડા મા રાખી પરીક્ષા કરતાં…..અને દરેક યુવક ને સાધુ કરવો….ત્યાગી બનાવવો- એ તો જાણે કે એમના રોજીંદા આનંદ ની વાત હતી….અને ઉત્સાહ થી કહેતા કે ” અમને રાજા નો કુંવર આપો તો એને પણ સાધુ કરીએ….”….પૂ. શાસ્ત્રીજી મહારાજ માટે એમની ગુરુ ભક્તિ અજોડ હતી….

ત્યારબાદ- અમદાવાદ બાળમંડળ દ્વારા એક શકિત/સંવાદ રજુ થયો કે જેમાં યોગીજી મહારાજ ના વિવિધ પ્રસંગો નું નિરૂપણ કરવા મા આવ્યું….મને એ બાદ થયેલું- નૃત્ય ગાન ખુબ ગમ્યું…ખુબ જ સુંદર – અને અત્યંત પ્રભાવી શબ્દો ધરાવતું ( વાહ વાહ અમારા ગુરુ ઓ ને..) આ ગાન – આ અક્ષર સંસ્થા ની ગુરુ પરંપરા ને સુપેરે રજુ કરતુ હતું……. અંતે- અમુક જાહેરાતો થઇ…..

  • તા ૨૫/૫/ ૧૨ ના રોજ – પ્રમુખ વરણી દિન છે- આથી સંતો – શાહીબાગ મંદિરે થી પદયાત્રા કરી આંબલી વાળી પોળ સુધી જવાના છે…..સર્વે હરિભક્તો ને સાથે જોડાવા આમંત્રણ છે….
  • તા ૨૭/૫ ના રોજ રવિસભામાં – પૂ. બ્રહ્મપ્રકાશ સ્વામી દ્વારા રચિત – યોગીજી મહારાજ પર એક સંવાદ રજુ થવાનો છે……
  • તા ૪ થી ૯ -જૂન સારંગપુર ખાતે આંતર રાષ્ટ્રીય યુવક-યુવતીઓ નું અધિવેશન છે….આથી અન્ય હરિભક્તો માટે એ ગાળા દરમ્યાન ઉતારા ની ત્યાં કોઈ વ્યવસ્થા થઇ શકશે નહી……

તો- યોગીજી મહારાજ સ્મૃતિ ની આ સભા – એ જ સંદેશ આપતી ગઈ કે – જો જીવનમાં યોગીજી મહારાજ ના ઉપદેશો, આજ્ઞાઓ…જીવન ની ઝીણી ઝીણી વાતો નું જો પાલન કરવામાં આવે તો- આપણ ને શ્રીજી અને અક્ષરધામ સહજ પ્રાપ્ત થાય જ….! અને ખુબ અગત્ય ની વાત- સાધારણ દેખાતા – આ અસાધારણ પુરુષો અને એમનું અસાધારણ કાર્ય- જો સમજાય, એનો મહિમા સમજાય તો ખબર પડે કે – આપણ ને જે મળ્યા છે એ સર્વશ્રેષ્ઠ છે….સ્વયં શ્રીજી ના ધારક સંત છે…….એનો ધ્યેય આ ભૌતિક ચીજો નથી…..પણ એક જ ધ્યેય છે….અક્ષરધામ…! બસ- યોગી બાપા ના સંકલ્પો પુરા કરવામાં- આપણે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા થી- શ્રીહરિ ના રાજીપા માટે જ જીવી જઈએ – એ જ પ્રાર્થના…. જય સ્વામિનારાયણ રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s