Raj Mistry's world

Me,my stories and world around….

એક સત્ય- મારું , તારું , આપણું સત્ય….

Leave a comment

સત્ય ના રંગ કેટલા? સ્વાદ કેટલા? પ્રકાર કેટલા? – જવાબ એક જ છે……સત્ય નો રંગ એક જ છે……સ્વાદ એક જ છે અને પ્રકાર પણ એક જ છે…..અને એ છે સત્ય…! કહેવાય છે કે સત્ય – શાશ્વત હોય છે…અક્ષર હોય છે…..કે જે ક્યારેય નાશ નથી પામતું….તમે અને હું- નાશ પામશું પણ સત્ય કાયમ રહેશે…માત્ર એનું અર્થઘટન અને એ અર્થઘટન કરનારા બદલાશે.

સત્યમેવ જયતે…..વેદો-ઉપનીષદો થી ચાલતો આવતો શબ્દ છે અને કદાચ આ શબ્દે જ અનેક સંસ્કૃતિઓના વહેં બદલ્યા છે….તો, આજે પણ આ નામે શરુ થયેલું -એક ધારાવાહિક – ટેલીવિઝન ના માધ્યમ થી આપણા ચિત્ત, વિચારો અને આચરણ ને બદલવા માંથી રહ્યું છે. પ્રયાસ- નાનો હોય કે મોટો- હમેંશા પ્રશંસનીય જ રહેવાનો…આ શો ના અત્યાર સુધી ત્રણ  એપિસોડસ- પ્રસારિત થઇ ચુક્યા છે….દીકરી જન્મ વિષે ના આપણા સમાજ ના વિચારો, ભ્રુણ હત્યા, નાના બાળકો નું શારીરિક શોષણ અને દહેજ પ્રથા જેવા અમાનવીય કુરિવાજો……પર આપણું ધ્યાન દોરવામાં આમીર ખાન સફળ થયા છે. પણ મને છેલ્લા એપિસોડ નું આ ગીત બહુ જ ગમ્યું…..રામ સંપત, સ્વાનંદ કિરકિરે અને સોના મહાપાત્રા – દ્વારા પ્રસ્તુત /રચિત આ ગીત- એના શબ્દો, સંગીત અને જોશ થી જ જણાવે છે કે- આપણે શું કરવાનું છે…..???

http://www.youtube.com/watch?feature=player_embedded&v=BKzZNLByngU#!

જીવનમાં અર્ધ સત્ય કે પોણા-સત્ય જેવું કંઈજ નથી હોતું…….સત્ય હમેંશા પૂર્ણ જ હોય છે. આપણા સમજે પણ સત્ય સ્વીકારવું જ પડશે કે – આપણે ઉત્ક્રાંતિ કરી છે પણ વૈચારિક પ્રગતિ નથી કરી. આપણી સંસ્કૃતિ , આપણા શાસ્ત્રો માં આવા કુરિવાજો નો કોઈ ઉલ્લેખ નથી…..કે સમર્થન નથી. છતાં, આ દુષણો આજે વ્યાપક છે, એનો મતલબ એ થયો કે- આપણે વાસ્તવમાં અધોગતિ જ કરી છે. દહેજ ની જરૂર શું પડે???? જો કોઈ પુરુષમાં પોતાની પત્ની નીભાવ કરવાની આવડત ન હોય તો લગ્ન જ ન કરવું જોઈએ….સ્ત્રી ઘરનો આત્મા છે, સન્માન છે….એના પર થતો કોઈ પણ જાત નો જુલમ કે જોર જબરદસ્તી….એ મોટું પાપ જ છે. અને મહાત્મા ગાંધી કહેતા તેમ….” અત્યાચાર કરનાર  કરતા….એ અત્યાચાર મૂંગા મોઢે સહન કરનાર વધારે દોશી છે….” તો સ્ત્રીઓ એ આ સમજવાનું છે….આપણી એવી તો શું મજબુરી છે….કે આપણે આવા અત્યાચારો કે અયોગ્ય માંગણીઓ સ્વીકારવાની…??? મારી સલાહ છે….

  • સ્ત્રીઓ- શિક્ષણ માં આગળ વધે..અને જવાબદારીઓ સામે થી સ્વીકારી – એનો યોગ્ય નિર્વાહ કરે….
  • માં-બાપ – એમણે પણ સ્વીકારવું પડશે કે- ઘડપણ માં દીકરીઓ જ સેવા કરે છે…દીકરાઓ- તો મોઢું ફેરવી લે છે….આથી દીકરી જન્મ વખતે ઉત્સવ માનવો…..અને દીકરીઓ ને સર્વોચ્ચ શિક્ષણ આપવું- કારણ કે એ બે -બે ઘરમાં પ્રકાશ લાવે છે….
  • દહેજ- માંગનાર ને ધુત્કારી કાઢવો….સમાજમાં થી બહિષ્કૃત કરવો…..અને આ માટે દીકરીઓ એ જ કડક થવું પડશે….લગ્ન વખત ની – દેખાદેખી, વ્યવહારો, લેતી-દેતી – બંધ કરો…..અને નાત-જાત- ધર્મ પર થી ઉંચા ઉઠી- યોગ્ય જગ્યા એ – મનપસંદ જગ્યા એ- સમજી વિચારી લગ્ન થાય-એ સમાજ માટે-દેશ માટે હિત ની વાત છે…..
  • બાળ-લગ્નો, મરજી વિરુદ્ધ ના લગ્નો, સ્ત્રી અત્યાચારો, બાળકો નું શોષણ….બધા પર કડક કાયદા ના નિયમો હોવા જોઈએ….અને એની જાણકારી દરેક સ્ત્રી ને હોવી જોઈએ….બધાને હોવી જોઈએ….અમલ તો આપણે જ કરવાના છે….
તો સત્ય માટે ની આ યાત્રા માત્ર એક પગલું જ ન બની રહે…..પણ એક સફળ યાત્રા બને – અને બધાનું ભલું થાય….સારું થાય એ જરૂરી છે…..
ત્યાં સુધી…..બસ પ્રયાસ કરતા રહો…લડતા રહો…આવા અન્યાયો સામે…! કોઈકે તો શરૂઆત કરવી જ પડશે ને….
રાજ

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s