Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૦૩/૦૬/૨૦૧૨

2 Comments

આજનો દિવસ ખુબ જ ભાગંભાગી થી ભરેલો હતો-કારણ કે પ્રોફેશનલ જીવન હવે મારો રવિવાર પણ ખાવા લાગ્યું છે……આ સારા સમાચાર નથી જ…..પણ શું કરીએ? આ તો રીના નો સ્વભાવ સારો છે , કે એ મને સમજી શકે છે અને સહયોગ આપે છે…..નહીતર????

સાંજે સભામાં જવાનું કોઈ પણ રીતે- નક્કી જ હતું, આથી જરા મોડો પહોંચ્યો પણ – વધારે મોડો ન હતો. જેઠ સુદ દશમ – વિક્રમ સંવંત ૧૮૮૬ મા અર્થાત, ૧ લી જૂન- ૧૮૩૦ ના રોજ, શ્રીજી મહારાજ સ્વધામ ગયા હતા. એના ઉપલક્ષમાં આપણા ઇષ્ટદેવ ના મહિમા – માટે ની આ સભા હતી. ધર્મ, ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય – એમ ચાર પાયા પર ઉભેલો આ સ્વામિનારાયણ સંપ્રદાય- શ્રીજી મહારાજ ના બતાવેલા નિયમો-  ઉપદેશો અને આજ્ઞા ને આધારે સમગ્ર પૃથ્વી પર સહજ પ્રવર્તી રહ્યો છે. જીવન મા ઉચ્ચ વિચારો-આચારો માટે આધ્યાત્મિકતા નો પારસ-સ્પર્શ જરૂરી છે….અને જો વાત મોક્ષ ની હોય તો – ભક્તિ પથ ના ઉચ્ચ નિયમો નું પાલન અત્યંત જરૂરી છે. આથી આજ ની સમગ્ર સભા- શ્રીજી ના મહિમા, સ્વરૂપ નિષ્ઠા, પુરુષોત્તમ પણા માટે જ હતી……જ્યાં સુધી શ્રીજી નું સ્વરૂપ નહી ઓળખાય….સર્વોપરી પણું નહી મનાય અને દ્રઢ નહી થાય….ત્યાં સુધી – અક્ષરધામ આપણા માટે દુર જ રહેવાનું….! તો- હમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન…….ફૂલ વચ્ચે – એ હસિત મુખ…….ધન્ય…ધન્ય થઇ ગયા……! તમે પણ થાઓ….

આજ ના દર્શન

સભાની શરૂઆત- હમેંશ ની જેમ – ધૂન પ્રાર્થના થી થઇ. ત્યારબાદ સત્સંગી યુવક- પ્રશાંત દ્વારા – પ્રેમાનંદ સ્વામી ની અદભૂત રચના..” ધર્મકુંવર હરિકૃષ્ણજી ભક્તવત્સલ ભગવાન ..એ વર્ માંગું છું” રજુ થયું. અને જાણે કે સમગ્ર માહોલ- એક હૃદય સ્પર્શી પ્રાર્થનામાં જોડાઈ ગયો.  ત્યારબાદ- આપણા મંદિરો મા આરતી પછી ગવાતા – અષ્ટક – કે જે પરમ ભક્ત જેઠાલાલ સ્વામિનારાયણ દ્વારા, પૂ. શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા થી રચવામાં આવ્યા હતા……એના પર સમગ્ર સભા શરુ થઇ………કુલ ૮ શ્લોક અને એના ગાન બાદ- એનું ગુજરાતી મા અનુવાદ- એના પર થી શ્રીજી નો મહિમા અને દરેક શ્લોક ના મહિમા પર આધારિત પ્રસંગોપાત પ્રવચન……….શું કહેવું???? ભક્તો-સત્સંગી ઓ ને જાણે કે – ભક્તિ ની સરવાણી જ ફૂટી નીકળી…….અને જાણે કે બધા તરબોળ થઇ ગયા………તમે પણ જુઓ ટૂંકમાં સાર…….

 • શ્રીજી મહારાજ – શા માટે સર્વોપરી છે???? હાજર કારણ છે – એ માનવા  માટે….! સંપ્રદાય નો ઇતિહાસ, ભક્તો ની જુબાની, શાસ્ત્રોક્ત પુરાવા અને એના થી વિશેષ- ” ક્ષણમાં જીવ નું કલ્યાણ” આણવા ની જાહેર વાત…………..
 • યુવક -નીતીશ દેસાઈ એ ગ.પ્ર.૭૧,૭૮ અને પૂ. ભાયાત્માનંદ સ્વામી( ૧૧૬ વર્ષ ની ઉમરે – એમને શ્રીજી નું સાચું સ્વરૂપ પૂ. ગુણાતીતાનંદ સ્વામી એ જણાવ્યું….અને એમનો મોક્ષ થયો) ની વાતો પર થી જણાવ્યું કે- જે લોકો ને શ્રીજી મહારાજ ની સાચી ઓળખાણ થઇ- એ લોકો તરી ગયા……આમ ભગવાન ની ઓળખાણ – એ જ શરૂઆત અને ખુબ જ અગત્ય ની વાત છે…..
 • પૂ. વિશ્વરૂપ સ્વામી એ ખુબ જ પ્રસિધ્દ કીર્તન” બોલ્યા શ્રીહરિ રે….” રજુ કર્યું અને શ્રીજી ના મુખે- પોતાના સ્વરૂપ ની ઓળખાણ અને મહિમા ની વાત કરી……તદ્દન સાચી વાત છે- કે ભગવાન ની મરજી વિના આપણે એક તરણું પણ તોડવા સમર્થ નથી……
 • પૂ. દીવ્યકીશોર સ્વામી એ – શ્રીજી ના સર્વોપરીપણા નું એક અંગ – સમાધી પ્રકરણ ની વાત કરી…..શ્રીજી ના દર્શન માત્ર થી, ચાખડી ના ચટકે હજારો લાખો લોકો ને – દુર્લભ મનાતી સમાધી ક્ષણ ભર મા થઇ જાતી…….અરે- એમના સંપર્ક મા રહેલી વસ્તુઓ થી…..એમના સંતો થી….સ્મરણ માત્ર મા પણ હજારો લોકો ને સમાધી થતી….અને એ ગપગોળા નથી….હકીકત છે……..! શ્રીજી ના પુરુષોત્તમ પણા ની આ એક નિશાની છે…….
 • વીડીઓ દ્વારા કેટલાક સંવાદ રજુ થયા…..”શીતલ દાસ ને સમાધી” ” મારા જન ને અંતકાળે તેડવા આવું” – એ વાત ના દ્યોતક હતા કે- સંપ્રદાય મા પ્રસિદ્ધ આ ઉદાહરણો – એકદમ સત્ય હકીકત હતા અને જેના સાક્ષી હજારો લોકો હતા……માનવા માટે જરૂર છે- માત્ર સંપૂર્ણ વિશ્વાસ ની…….
 • પૂ. ધર્મતિલક  સ્વામી એ – મહારાજ વખત ના એકાંતિક ભક્તો ના મહિમા વિષે કહ્યું……સામાન્ય હરિભક્તો- એમની ભક્તિ ને કારણે સર્વોચ્ચ થઇ ગયા……ગોરધનભાઈ, દાદા ખાચર, અલૈયા ખાચર, સુર ખાચર, પર્વતભાઈ…….લીસ્ટ ઘણું લાંબુ છે……..
 • પૂ. હરીચિંતન સ્વામી એ એમના રસપ્રદ અંદાજમાં – સંપ્રદાય મા પ્રસિદ્ધ ” કે અંત કાલે શ્રીહરિ સ્વયમ તેડવા આવે છે” એનું વર્ણન કર્યું…..શ્રીહરિ એ દાદા ખાચર ને વચન આપ્યું હતું કે – જે એમના શરણે આવશે એને – શ્રીજી પોતાના ધામ મા લઇ જાશે…..અને આ સત્ય ને કારણે જ સ્વામિનારાયણ સાંપ્રદાય ના ઇતિહાસ મા – મૃત્યુ -હવે એક શોક નો પ્રસંગ નથી પણ એક મહોત્સવ બન્યો છે…..ગીતામાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞતા , દેહ-આત્મા ને નોખા માનવા – એ હવે સહજ બન્યું છે……આજે મહારાજ ની દયા થી અક્ષરધામ સુલભ બન્યું છે- જરૂર છે- નિયમ-ધર્મ-આજ્ઞા-ઉપદેશ પાળવા અને મહારાજ-સ્વામી ના રાજીપા માટે જીવવું……
 • સભાને અંતે- પૂ. વિવેક્જીવન સ્વામી એ પણ શ્રીજી ના સર્વોપરી પણું, પતિવ્રતા ભક્તિ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ ની ગુરુ પરંપરા ……પવિત્રાનંદ સ્વામી -પ્રાગજી ભક્ત નો પ્રસંગ વર્ણવ્યો……..

તો કહેવા નું એટલું છે કે…..ભગવાન મા સંપૂર્ણ વિશ્વાસ, સ્વરૂપ નિષ્ઠા, અને એનો મહિમા- એ સમજાય તો સ્થિતપ્રજ્ઞતા આવે છે અને જીવ ના કલ્યાણ મા – એ જ માર્ગ, માર્ગદર્શક બને છે……..તો- બસ સમજો…..શ્રીજી ના રાજીપા માટે જીઓ…..નિયમ ધર્મ મા જીવન ને શિસ્તબદ્ધ અને મન-ઇન્દ્રિયો ને યોગ્ય માર્ગે વાળો……….

શ્રીજી મહારાજ- આપણી સાથે જ છે……હરપળ………હરક્ષણ……

જય સ્વામિનારાયણ…..

રાજ

 

 

Advertisements

2 thoughts on “BAPS રવિસભા-તા ૦૩/૦૬/૨૦૧૨

 1. Rajbhai,
  Jay Swaminarayan kem cho majama tame saru update karo cho

 2. I really enjoy and love the way you explain and analyze evrything.
  One of the best sites i’ve ever read.

  Jai Swaminarayan,
  Smita Trivedi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s