Raj Mistry's world

Me,my stories and world around….

આજ કાલ- ૭/૬/૧૨

4 Comments

જીવન મંથર ગતિએ ચાલતું જ જાય છે પણ સમય-દેશકાળ,સંજોગ, આપણી સોચ અને સ્થિરતા બદલાતી જાય છે……..પ્રકૃતિ નો નિયમ છે……અને એના કારણે જ જીવનમાં કર્મ આપણા હાથમાં છે પણ એનું ફળ….આપણા હાથમાં નથી…અને વિધિ ની વક્રતા દેખો કે- આપણે કર્મ છોડી ને ફળ ની પાછળ જ ભાગીએ છીએ……જો ફળ ન મળવાનું ન હોય તો કર્મ શા માટે?????? વિકટ પ્રશ્ન છે….જવાબ??? ગીતા કે વચનામૃત વાંચી લેવા…….

તો આજ-કાલ શું ચાલે છે??????

  • ગયા રવિવારે રાત્રે મુંબઈ માટે નીકળ્યો હતો…..દુરંતો ટ્રેનમાં…..માત્ર ૫.૩૦ કલાક મા નોન સ્ટોપ મુંબઈ પહોંચાડે એ સારું જ કહેવાય- પણ યાર….આપણી ઊંઘ બગાડે છે…….બિફોર ટાઈમ – પહોંચતી -ભારત ની કદાચ આ એકમાત્ર ટ્રેન હશે… 🙂
  • ભાગંભાગી તો રોજીંદી જ છે- પણ મુંબઈમાં- દાદર મંદિરે જવાનો મોકો મળ્યો….શયન આરતી નો અદભૂત લાભ મળ્યો અને તન-મન-હૃદય રીચાર્જ થઇ ગયા……અરે હા…..! ” તારક મેહતા ના ઉલટા ચશ્માં ” ધારાવાહિક ના દયાબહેન- અર્થાત દિશા વાકાણી – ને મંદિર મા જોવાનો મોકો મળ્યો……એકદમ સાદાઈ, ચુપચાપ પણે – દિશા બહેને દર્શન કર્યાં અને ચાલ્યા ગયા….અને હરિભક્તો એ પણ મર્યાદા સાચવી અને એમના તરફ કોઈ વિશેષ લક્ષ ન આપ્યું……જેઠાભાઈ અર્થાત દિલીપ જોશી તો સત્સંગી જ છે અને હવે દયાબહેન અર્થાત દિશાબહેન ને જોઈ આનદ થયો……ફરીથી- કર્મ કરો ..ભરપુર કરો પણ શ્રીજી ને એક ઘડી પણ ન વિસારો……..એમની મરજી વગર કશું જ થાતું નથી…….!
  • ફરીથી રાત્રે – દુરંતો અને અમદાવાદ ભેગા………બીજા દિવસે- મારી અભ્યાસ ભૂમિ- આણંદ અને વિદ્યાનગર નો લાભ મળ્યો……..એ જ જુના દિવસો અને આજ નું પરિવર્તન…….આશ્ચર્યજનક છે……
  • ગઈકાલે- અમદાવાદ ની ભૂમિ પર આ વર્ષ ના પ્રથમ – વિધિસર ના , સમયસર ના અમી છાંટણા નો લાભ મળ્યો……..મારો વ્હાલો એટલો દયાળુ છે કે- લગ્ન પછી -દર વર્ષે…. ચોમસા ની પ્રથમ વર્ષા નો આનંદ- રીના અને અમે બંને એ ..હમેંશા…સાથે જ માણ્યો છે…….એ ઝરમરતો ..ઝીણો ઝીણો વરસાદ અને ઠંડા ચોકલેટી આઈસ્ક્રીમ ની મજ્જા…..! એ મજ્જા ની લાઈફ……!
તો – હવે બસ ચોમાસા ની રાહ જોવાય છે, અને આ પોસ્ટ લખાઈ રહી છે- એ સમયે સમાચાર મળ્યા કે અમદાવાદ મા ધોધમાર વરસાદ પડ્યો……છે…..અને હું દુર છું- આથી અફસોસ થાય છે..પણ બેટર લક નેક્સ્ટ ટાઈમ………!
રાજ
Advertisements

4 thoughts on “આજ કાલ- ૭/૬/૧૨

  1. હવે કોઈ “ત્રીજા નાનકડાં”ને વરસાદનો લાભ આપો તો સારું. જય બાળ ગોપાળ બોલાવો! 😉

    • ભાઈ….એ અમારી કારકિર્દી ની લ્હાય અને ભાગમભાગી મા અટવાઈ ગયું છે………. 🙂

      • ફુગાવો એટલો છે કે જલ્દી જય બાળ ગોપાળ ના લાવો તો, બધી બચત વાપરો ત્યાં સુધીમાં તો વપરાઈ ગઈ હોય! એટલે, હરિ, હરિની જગ્યાએ “હરી” અપ કરો 🙂

  2. જય સ્વામિનારાયણ; રાજભાઈ, આપના બ્લોગમાં સાંપ્રત જગતના જુદા જુદા પ્રવાહોનું જ્ઞાન, થોડીક ગમ્મત-મસ્તીની સાથે સાથે સત્સંગનો (બી.એ.પી.એસ. સંસ્થા / અક્ષરપુરુષોત્તમની સર્વોત્તમ ઉપાસનાની વાતોનો) સુભગ સમન્વય હોવાથી અવાર-નવાર / નિયમિત વાંચવાની ઉત્કંઠા રહે છે..!! થેન્ક્સ..!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s