Raj Mistry's world

Me,my stories and world around….

ઘણું જીવો હો જીવન આધાર….

Leave a comment

દેહ..વપુ..શરીર….ખોળિયું……આ ક્ષણભંગુર નામ- આ ભૌતિક દેહ જેટલા જ ક્ષણભંગુર છે.  મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ ડંકા ની ચોટ પર કહ્યું હતું કે- તમારા અને મારા ખોળિયા પાંચ -પચાસ વર્ષમાં નાશ પામશે પણ  ‘હું’ -અક્ષર અવિનાશી છું..સદાયે પ્રગટ રહીશ……..! આજે શ્રી બોચાસણ વાસી અક્ષરપુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા ની ગુરુ પરંપરા માં આ સ્પષ્ટ દેખાય છે…..પુ.ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ..યોગીજી મહારાજ અને – યોગીજી મહારાજ નું સર્વસ્વ એવા પુ. પ્રમુખ સ્વામી મહારાજ, આજે આપણ ને સત્સંગ-અને હરિ નો લાભ આપી રહ્યા છે.આ દેહ – કદી ટક્યો નથી અને ટકવા નો નથી- આથી એના અવિનાશી પનામાટે પ્રાર્થના કરવી- એ શ્રીજી દ્વારા નિર્મિત સૃષ્ટિ ના ચક્ર માં દખલ કરવી……પણ એ જ શ્રીજી ની દયા થી મહાપુરુષો હમેંશા પોતાના કાર્યો થી..વચનો થી..ઉપદેશો અને પ્રેરણા થી અવિનાશી જ હોય છે……….

ભગવાન, ભગવાન ના અવતારો કે મહાપુરુષો….આ મનુષ્ય દેહ માં મનુષ્ય -લક્ષણો ને જીવે છે પણ એમના કાર્યો અને પ્રભાવ- અસીમ હોય છે…..અનંત હોય છે…! ખેર…આપણા અમદાવાદ ના આંગણે , પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા એક માસ માં બે વાર પધારી ચુક્યા છે. પોતાના નામ પર રહેલી હોસ્પિટલ ને- પોતાના ગુરુ ના નામે કરવા નો એમનો “આગ્રહ” …જ ઘણું બધું કહી જાય છે. ગઈકાલે પુ. સ્વામીશ્રી , પોતાની નાદુરસ્ત તબિયત ના ઈલાજ માટે- અમદાવાદ પુનઃ પધાર્યા…અને આજે- એમના પર નાની એવી શસ્ત્રક્રિયા ( પેસમેકર ઈમ્પ્લાન્ટ) પણ સફળતા થી થઇ…..જો કે હું તો અમદાવાદ ની બહાર હતો પણ સમાચાર મળતા રહ્યા…..સ્વામીશ્રી , હવે અમુક દિવસ અમદાવાદ ને આંગણે જ છે…..એમને કષ્ટ છે..પણ દેહ ને છે- પણ સહજ-આનંદ એમના મુખ પર સરળતા થી દેખાય છે…..દેહ દેહ નું કામ કરશે પણ- પ્રમુખ સ્વામી -એક એવું નામ કે જેના સ્મરણ માત્ર થી જ મન સ્થિર થઇ જાય છે….અને ગુણાતીત પરંપરા ની જેમ- પુ. સ્વામીશ્રી પણ અવિનાશી જ  છે….અને …રહેશે…..જુઓ નીચે નો વીડીઓ….

બસ..શ્રીજી ને પ્રાર્થના કે- સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય સારું રહે…..અને સત્સંગીઓ-મુમુક્ષો ને સત્સંગ નો લાભ આમ જ આપતા રહે…..પેલું કીર્તન છે કે….

” કરીએ અર્પણ આવરદા અમારી બધી , રહો અવિચલ અનંત કલ્પ સુધી…..

   સુખ આપો સહુ ને અપાર ….નારાયણ સ્વરૂપ તમે……

તવ ચરણો માં જીવન અમારું વીતે , દિવ્ય મૂર્તિ રહે પ્રભુ અખંડ ચિત્તે ,

વનમાળી ને મન વસનાર ….નારાયણ સ્વરૂપ તમે…..

ઘણું જીવો હો જીવન આધાર….નારાયણ સ્વરૂપ તમે……………”

આમ જ સ્વામીશ્રી હમેંશા આપણી સાથે રહે…..સ્વામી-શ્રીજી ના રાજીપા ની રીત શીખવાડે..એ જ પ્રાર્થના……

જય સ્વામીનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s