Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા-૨૪/૦૬/૨૦૧૨

Leave a comment

(પોસ્ટ લખ્યા તા-૨૪/૬)

વંદુ શ્રીહરિ ને સદા હૃદય થી, ગુણાતીતાનંદ ને,

વંદુ શ્રી પ્રાગજી ભક્ત ને, વળી નમુ શાસ્ત્રીજી મહારાજ ને….

વંદુ શ્રી કરુણાનિધાન ગુરુ ને …યોગી મહારાજ ને…

વંદુ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ ને..કલ્યાણદાતા તમે……”

મંગલાચરણ ના આ પદો- ગઈ ને-સાંભળી ને મન હૃદય એકદમ શાંત થઇ જાય છે..નવું જોમ..જુસ્સો..એક નિર્ભયપણું ઉભરાય છે કે આપણી સાથે ,આપણા યોગ ક્ષેમ માટે કોઈ છે……..! આજની સભા- આ વાત પર જ હતી…..ભલે ને મેઘરાજા સંતાકુકડી રમતા પણ, અમદાવાદી ઓ ને સુરો થી ભીંજવવા ની આજે ઘડી હતી…..ગયા રવિવારે જેમ જાહેરાત થઇ હતી એમ- સારંગપુર ખાતે યોજાયેલ- અને ૧૯૬૨ માં જેની શુભ શરૂઆત યોગી બાપા દ્વારા થઇ હતી…..તે અખિલ ભારતીય યુવા અધિવેશન -માં કીર્તન આરાધના ની સ્પર્ધા હતી અને એમાં વિજેતા નીવડેલા યુવકો દ્વારા – આજે અમદાવાદ ને આંગણે- પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રા માં- ભવ્ય કીર્તન આરાધના નો પ્રોગ્રામ હતો…..આથી સભામાં સમય પહેલા પહોંચવા નું બનતું જ હતું…….તો સમય ની લાજ રાખી…..મંદિરે પહોંચ્યા અને શ્રીજી ના અદભુત દર્શન…….

આજ ના દર્શન…..

સભામાં ગોઠવાયા ત્યારે – બસ ધૂન ની શરૂઆત હતી……અમદાવાદ,બોરસદ,વડોદરા અને વલ્લભ વિદ્યાનગર ના છાત્રાલય ના વિજેતા યુવકો….સભા મંચ ઉપર પોતાની ભક્તિ-પ્રતિભા નો લાભ આપી રહ્યા હતા…..! અને કિરતન ના અવિરત..અસ્ખલિત ..સહજ પ્રવાહ ની શરૂઆત- ધૂન,પ્રાર્થના થી થઇ……સમગ્ર માહોલ જાણે કે- કોઈ સુરો ના લય વચ્ચે વિલય થવા માંથી રહ્યો હોય એમ લાગતું હતું……! અને તમે નહિ માનો- આ યુવકો ને સાંભળ્યા અપ્છી લાગ્યું કે- આ સુર આગળ…ભક્તિ પદો આગળ સઘળા રાગ ફિક્કા છે……! જુઓ..કિરતન આરાધના માં શું થયું……સુરીલી શરણાઈ….સારંગી ના તાલ સાથે…..

  • શરૂઆત થઇ- અમદાવાદ- સેટેલાઇટ યુવક મંડળ ના યુવકો દ્વારા….’હમારે સત્સંગ કે ઉજિયારે…દેખો સહજાનંદ પ્રાણ પ્યારે  ” શાસ્ત્રીય રાગો આધારિત….પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત આ ભક્તિ પદ – સતત ૧૨ મીનીટ સુધી શ્રોતાઓ પર વરસતું રહ્યું….અદભુત..અદભુત……
  • ત્યારબાદ- પ્રેમાનંદ સ્વામી ની જ રચના….” દેખી છબી સાંવરી……..” પદ -બોરસદ ના યુવકો દ્વારા ગવાયું….
  • વલ્લભ વિદ્યાનગર છાત્રાલય ના યુવકો દ્વારા સંપ્રદાય ની પ્રસિદ્ધ રચના- ગૌડી – ” સંત પરમ હિતકારી…..” ની રજૂઆત થઇ…..
  • અમદાવાદ-બાપુનગર ના યુવકો દ્વારા- ” લાલ તેરી લટકન મે લલચાણી…..” રજુ થયું…..પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત આ પદ- મારું પ્રિય છે…પુ. કૃષ્ણપ્રિય સ્વામી ના સ્વરે..મંગલા આરતી માં- દાદર મંદિરે મે સાંભળ્યું હતું……
  • અંતે વડોદરા યુવક મંડળ દ્વારા’ “સંત સમાગમ કીજે….” એક નવા જ લય-સુર માં રજુ થયું…..

સતત એક કલાક સુધી આ ભક્તિ પદો….અદભુત સુરાવલીઓ માં – શ્રોતાઓ પર વરસતા રહ્યા અને શ્રોતાઓ બસ ભીંજાતા જ રહ્યા…….” કે આજ સખી આનંદ ની હેલી…..” જેવો ઘાટ બધાનો હતો….સ્વામીનારાયણ સંપ્રદાય ના મુખ્ય પાયા…૧. શ્રીજી સ્વયમ… ૨. સંત ૩. શાસ્ત્રો…૪. સાહિત્ય ..૫. સુર-કીર્તન-ભક્તિ પદ… ૬. નિયમ-ધર્મ  ..પૈકી નો આ એક પાયો – એટલો બધો આકર્ષક છે કે – ભલભલો નાસ્તિક પણ એક ક્ષણ માટે ખોવાઈ જાય..અને તેની મનોસૃષ્ટિ આગળ- શ્રીહરિ ની મૂર્તિ-ચરીત્રો જાણે કે તાદ્રશ્ય ઉભા થઇ જાય……! આવો અદભુત- અવિસ્મરણીય માહોલ ઉભો કરવા માટે – યુવકો ને શત શત વંદન…..

ત્યારબાદ સભામાં અમુક જાહેરાતો થઇ…..

  • ચાતુર્માસ આવે છે….આથી ભગવાન-ગુરુ ના રાજીપા માટે અમુક વિશિષ્ટ નિયમો લેવા ના છે…..કોઈ જબરજસ્તી નથી…પણ બધું તમારા પર છે….કારણ કે શાસ્ત્રો માં વર્ણવ્યું છે એક- શ્રીજી ને તપ-ભક્તિ -સેવા અતિશય પસંદ છે…..તો તમે કોઈ પણ -પાળી શકાય એવો નિયમ લઇ શકો….મે પણ વિચાર્યું છે….જોઈએ શું થાય છે????

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ – યુવકો પર પોતાનો રાજીપો જાહેર કર્યો અને ,પુ.યોગીજી મહારાજ ના યુવકો માટે ના દાખડા વર્ણવ્યા…..ચાતુર્માસ અને તપ વિષે- યોગીબાપા નો જે આગ્રહ હતો- એ પણ રજુ કર્યો….એમને એક ઉદાહરણ આપ્યું કે જે મારા મન ને સ્પર્શી ગયું……સાત સમુંદર પાર , અજાણ્યા દેશમાં- અમેરિકા-ન્યુજર્સી માં રહેતા અનિલભાઈ છેલ્લા ૧૩-૧૪ વર્ષ થી , પોતાના રોજીંદા કામ વચ્ચે પણ ધારણા પારણાનું વ્રત( એક દિવસ ઉપવાસ- એક દિવસ જમવાનું)  કરી રહ્યા છે……..પોતાની સંસ્કૃતિ- પોતાના નિયમ ધર્મ નો આટલો બધો કેફ??? આપણે પણ કંઇક શીખવું જોઈએ……તો શરૂઆત તો કરો…..!

ત્યારબાદ- ધોરણ ૧૦-૧૧-૧૨ માં ઉતીર્ણ થયેલા તેજસ્વી છાત્ર-છાત્રા ઓ નો સન્માન સમારંભ યોજાયો…..૮૦ થી ૯૭%  લાવવાવાળા તેજસ્વી છાત્રો નું સન્માન- અન્ય વિધાર્થી ઓ માટે પ્રેરણા રૂપ બની શકે છે…….

અને અંતે- રથયાત્રા -મનોરથયાત્રા નો વીડીઓ રજુ થયો……ઠાકોરજી નો અદભુત શણગાર- પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મુખ મંડળ ની આભા અને ઉત્સાહ…હરિભક્તો નો- સંતો નો ઉમળકો…..અદભુત હતો……..વીડીઓ તો હું- આ પહેલા ની પોસ્ટ માં મૂકી ચુક્યો છું……!

બસ…..શ્રીજી-સ્વામી- સંતો આમ જ રાજી રહે……હરિભક્તો પર ભક્તિ-સુખ ની…હરિ સુખ ની સરવાણી કરતા રહે…..એટલે જાણે કે ” ઘેર બેઠા જ અક્ષરધામ” ……..! શ્રી હરિ ને પ્રાર્થના કે – બસ આમ જ એમની મૂર્તિ-સેવા નો લાભ આપતા રહે…….

જય સ્વામીનારાયણ…..

સાથે રહેજો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s