Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ -૭/૦૭/૨૦૧૨

1 Comment

ઓહ ….ફરીથી એ જ ઘટમાળ …એ જ રસ્તા અને એ જ અલ્પવિરામો ..! ઘણા કહેતા હોય છે કે – અનેક અલ્પવિરામ સાથે જોડાઈ ને એક પૂર્ણ વિરામ બનાવે છે, પણ જીવન ની વાત માં કદાચ એવું નથી. કારણ કે જીવન પોતે જ એક અલ્પ વિરામ છે અને પૂર્ણ વિરામ તો….?? શક્ય જ નથી. પણ- હા દેહ કદાચ પૂર્ણવિરામ પામે છે પણ જીવ એ તો અનંત સફર પર જ હોય છે….અને જયારે અંતિમ ધ્યેય અર્થાત..મોક્ષ…કે પરમાત્મા ની પ્રાપ્તિ થાય- ત્યારે આ સફર નું પૂર્ણવિરામ આવે છે. તો આ લખચોરાસી ના અનંત સફર માં થી એક અલ્પવિરામ -હું પણ ચોરી લઉં…..ગયું અઠવાડિયું કેવું ગયું????

  • ભારેખમ….ભરચક…અઠવાડિયું – મુંબઈ-અમદાવાદ અને બરોડા વચ્ચે  પથરાયેલું રહ્યું…..મુંબઈ ના ઝમાઝમ વરસાદ ની મજા લીધી તો – પાણી ના અસહ્ય ભરાવ નો ભયંકર નજારો પણ જોયો……યાર- એક વાત સમજાતી નથી કે મોટા શહેરો ની મ્યુનીસીપાલીટી ઓ કરોડો ના “ખાડા” ખોદે છે( એ પણ એક જગ્યા એ દર વર્ષે)….પાઈપો નાખે છે…..તો સાલું દર વખતે પાણી – કેમ ભરાય છે??? ( કોન્ટ્રાક્ટર, એન્જીનીયરો , કાઉન્સિલરો ના ખીસા કેમ ભરાય છે…?? એ ન પૂછતાં)
  • દાદર સ્વામીનારાયણ મંદિરે- ગુરૂપુર્ણીમાં ના દર્શન કર્યા……અદભુત દર્શન હતા…ઠાકોરજી નો શણગાર  અને  હરિભક્તો ની તાલાવેલી – જોવા જેવી હતી…સાથે સાથે અફસોસ -એ વાત નો થયો કે – પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ ને આંગણે જ હતા – ગુરુ પૂર્ણિમા હતી અને હું દુર હતો….પણ વેબ ટેલીકાસ્ટ પર બાપા ના દર્શન કરવા ની એક તક -એક પલ ચોરી જ લીધી…….! ગુરુહરી ના ચરણો માં શત શત વંદન કે- તમે “હરિ” નો માર્ગ બતાવ્યો અને જીવ ની આ અવિરત ગતિ ને પૂર્ણ  વિરામ સુધી પહોંચાડવા નો માર્ગ સુલભ બનાવ્યો….
  • બરોડા ……એક શાંત ….અદભુત શહેર..! ગુજરાત ની આ સંસ્કાર નગરી -મને હમેંશા આકર્ષિત કરતી રહી છે……પણ એક વાત મને હમેશા ગૂંચવણ ભરી લાગી છે….ઓરીજીનલ જગદીશ ( લીલા ચેવડા વાળો) ની દુકાન કઈ?? ભિન્ન ભિન્ન મંતવ્ય……ભિન્ન ભિન્ન સ્વાદ…..! જે હોય તે…..બરોડા નો આ સ્વાદ સદાયે જીભ પર રહેશે…….
  • વળતી વખતે- અમદાવાદ-વડોદરા એકપ્રેસ વે પર- વરસાદ નો મિજાજ જોવા મળ્યો……ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ચકાચોંધ કરી નાખે એવો તડકો……બસ….. ડીટ્ટો ….જીવન ની જેમ જ……!

તો, આવતું અઠવાડિયું પણ – આવું જ ભરચક છે – એટલું બધું ભરચક છે કે – ભીડ વચ્ચે એકલતા કોરી ખાય છે અને હમેંશ ખોવાઈ જવાનો ડર લાગે છે………અને ક્યારેક કયારેક તો થાય છે કે- આપણે પસંદ કર્યો છે એ માર્ગ યોગ્ય છે કે કેમ? જે હોય તે…….આપણે રહ્યા “અડધો ભરેલો ગ્લાસ” જોવા વાળા …..આથી એકલતા માં થી પણ કંઇક સારું- શોધી જ લેવાના……!

બસ સાથે રહેજો…..અને હરિ ને હમેંશા સાથે રાખજો……..

રાજ

Advertisements

One thought on “આજકાલ -૭/૦૭/૨૦૧૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s