Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૮/૦૭/૨૦૧૨

Leave a comment

ગયા રવિવારે હું સવારે પુ. સ્વામીશ્રી ના દર્શન મા જઈ શક્યો પણ રવિસભા નો લાભ ન લઇ શક્યો. પણ આજે સવાર થી જ નક્કી હતું કે રવિસભા ને – આજે તો મિસ નથી જ કરવી……..સવારે સ્વામીશ્રી ના દર્શન મા ન જઈ શક્યો, પણ સાંજે એ બધી જ કસર વ્યાજ સહીત વસુલ થઇ ગઈ. વરસાદ ની રાહ જોવાય છે- પણ મેઘરાજા તો જાણે કે રીસાઈ જ ગયા છે. હિંડોળા ઉત્સવ નો આરંભ થઇ ચુક્યો છે પણ વાતાવરણ ના “હિંડોળા ઉત્સવ”  ની હજુ જાણે કે શરૂઆત જ નથી થઇ….! બસ શ્રીહરિ ને પ્રાર્થના કે- જીવમાત્ર ની ક્ષુધા-તૃષા  શાંત થાય……

સભામાં પહોંચ્યા અને હમેંશ ની જેમ-ઠાકોરજી ના અદભુત દર્શન……તમે ઠાકોરજી ના શણગાર જુઓ તો ખબર પડે કે – દર્શન શું છે?? નજરો….ગાત્રો એક પલ માટે તો સ્થિર જ થઇ ગયા. મને ક્યારેક વિચાર આવે છે કે – ઠાકોરજી ના આવા અદભુત શણગાર પાછળ- સંતો- પુજારી સંતો ની કેટલી મહેનત હશે???  પણ – હરિભક્તો – કે દર્શનાર્થી – ના મુખ પર સંતોષ ની આભા જોઈને – આ મહેનત સફળ જણાય છે.

આજ ના અદભુત દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા ધૂન કીર્તન ની શરૂઆત થઇ રહી હતી. “આવો પધારો માણીગર , કે જોવું તમારી વાટડી…..” પ્રેમાનંદ સ્વામી ના કીર્તન થી – એક ભક્ત ના – પોતાના સ્વામી પ્રત્યે ના ભાવ નું હુબહુ નિરૂપણ થયુ. ત્યારબાદ- પુ. વિવેકશીલ સ્વામી દ્વારા પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦૦૯ ના વિચરણ પ્રસંગો નું વિવરણ રજુ થયું. તેનો સાર હતો…..

  • અધ્યાત્મ અને સત્સંગ ના માર્ગ મા દાસ નું મહત્વ – દાસત્વ નું મહત્વ સર્વોચ્ચ છે, અને સ્વામીશ્રી એ સંતો-હરિભક્તો આગળ આ પદ ને જ મોટું ગણ્યું છે.
  • સત્સંગ ને સ્વીકારવા થી- જીવન મા ઉતારવા થી – મન ના બધા જ દોષ ટળી જાય છે.

ત્યારબાદ ફરીથી એક કીર્તન રજુ થયું…..” સ્વામીજી તો મહાપ્રતાપી ..એમનું ધાર્યું થાય….” દાસ છગને રચેલું આ કીર્તન- પુ.શાસ્ત્રીજી મહારાજ ની મહત્તા સાબિત કરે છે. અને સત્સંગ મા આજે – આ તાદ્રશ્ય અનુભવી શકાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન માટે હજારો-લાખો લોકો નો દાખડો- કંઈ સમાન્ય ઘટના નથી. ત્યારબાદ- પુ. વિવેકસાગર સ્વામી એ એમની આગવી છટા મા અદભુત પ્રવચન કર્યું….વિષય હતો- ” સત્સંગ મા દ્રષ્ટી નું મહત્વ” …..એના મુખ્ય અંશ…..

  • આ સૃષ્ટિ – પ્રથમ નજરે એવી જ જણાય છે – કે જેવી તમારી દ્રષ્ટી અને સમજણ……આથી પ્રથમ નજર ના સત્ય ને સહજ ન સ્વીકારો…..કારણ કે સત્ય એ સાપેક્ષ ક્રિયા છે…..એવું પણ શક્ય છે કે વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે સત્ય નું સ્વરૂપ બદલાય……
  • સત્સંગ- અધ્યાત્મિકતા એ આમ જુઓ તો ગહન ઘટનાઓ છે…..પ્રથમદર્શી એ સામાન્ય જ લાગે પણ જયારે મોટા પુરુષ ની કૃપા થાય કે- હરિ ની દયા થાય ત્યારે સત્ય સામે આવે છે. અને સર્વ દુખો- દોષો ટળી જાય……
  • દોષ જોવા તો પોતાના જોવા…અન્ય ના નહિ…જીવન મા સકારાત્મક બનો….ભક્તિમાં દુખ આવે તો એને – શ્રીજી ની દયા જ માનવી- કસોટી માનવી અને એને સહજ સ્વીકારવું.
  • વચનામૃત ગ.પ્ર. ૪૬, અને ૫૧ મા પણ આ જ વાત કરી છે….કણે કણ  મા ભગવાન વ્યાપ્ત છે….. બસ દિવ્યચક્ષુ ની જરૂર છે….એકવાર દ્રષ્ટી બદલાય એટલે બધું જ બદલાય છે….અને સત્ય સમજાય છે. યોગીબાપા અને પ્રમુખ સ્વામી મહારાજ નું અનુસંધાન – બસ એક હરિ જ રહેતા…..એમને દુન્યવી નજર મા આકર્ષક લાગતી વસ્તુઓ પ્રત્યે સહેજ પણ આકર્ષણ થતું નહિ……
  • ભગવદ ગીતા કે અન્ય ગ્રંથો મા- આ વાત જ કહેવા મા આવી છે…..હરિ ને ઓળખવા….જાણવા મુશ્કેલ જ છે પણ એક વાર જાણ્યા….ઓળખ્યા..સમજ્યા પછી બધું જ સહજ થઇ જાય છે….બસ અંતદ્રષ્ટિ રાખવી …એ આવે એટલે બધું જ સમજાઈ જાય.
  • બીજાના ભલા મા જ આપણું ભલું જોવું…..સંતો એ જ કહે છે….એકવાર – અહં છૂટશે એટલે આપોઆપ દેહભાવ ટળશે અને અંતદ્રષ્ટિ આવશે….અને સ્વરૂપ નિષ્ઠા સમજાશે …..જે સત્સંગ નું મૂળભૂત અંગ છે….કે જ્યાંથી સત્સંગ શરુ થાય છે.

છેવટે- જે પ્રસંગ માટે હરિભક્તો ની ” અંતદ્રષ્ટિ” ઉત્કંઠા થી રાહ જોઈ રહી હતી એ ઘડી – સાચી ઠરી. પુ.પ્રમુખ સ્વામી મહારાજ – અચાનક જ સભામાં આવ્યા અને બધા હરિભક્તો ના આનંદ ની કોઈ સીમા ન રહી. પ્રથમવાર જ સ્વામીશ્રી રવિસભામાં પધાર્યા હતા અને પછી તો પૂછવું જ શું????

રવિસભા મા પ્રમુખ સ્વામી મહારાજ……

પછી તો કીર્તન આરાધના નો દોર શરુ થયો…..શ્રીહરિ ના સ્વરૂપ ને ઓળખ્યા પછી- સત્સંગ ની “મા” સમાન મુક્તાનંદ સ્વામી ગઈ ઉઠ્યા હતા  કે” જન્મ સુધાર્યો રે હો મારો……..”રજુ થયું…..સાથે સાથે અક્ષરવત્સલ સ્વામી અને પુ.ઈશ્વરચરણ સ્વામી એ – અમદાવાદ મંદિર , અક્ષરપુરુષોત્તમ ઉપાસના અને પુ.શાસ્ત્રીજી મહારાજ ના દાખડા વિષે જે વર્ણવ્યું- તે પર આધારિત કીર્તન..” સ્વામી શ્રીજી નું એ જ્ઞાન, સિંહગર્જના સમાન….શુરાઓ નું એ કામ..કાચા પોચા નું નથી એ કામ” જોશ સાથે રજુ થયું અને સમગ્ર સભા – સ્વામીશ્રી ના સાનિધ્ય મા જોશમાં આવી ગઈ……અને એ જોશ….જોવા જેવો હતો. આજે અક્ષરપુરુષોત્તમ ના વાવટા દુનિયા ના ખૂણે ખૂણા મા ફરકી રહ્યા છે……એક સિધ્ધાંત, હરિનામ અને એક જ ખેવના- જીવમાત્ર નું કલ્યાણ…….એ સંદેશ આજે – જીવન નો એક ભાગ થઇ ગયો છે. સ્વામીનારાયણ – નામ આજે દુનિયા ના પ્રત્યેક ખૂણા મા પહોંચ્યું છે…..એ કઈ જેવું તેવું નથી…..!

આ જોશ ભર્યા કીર્તન સાથે જ સ્વામીશ્રી નિજ ઉતારા એ પરત ફર્યા અને સભા ચાલતી રહી…..પણ- પ્રમુખ સ્વામી મહારાજ ના અદભુત દર્શન…..જોશ અને હરિભક્તો પર રાજીપો..સદાયે યાદ રહેશે…….આજની રવિસભા – રવિસભા ની સાથે સાથે પ્રમુખ સ્વામી દર્શન સભા પણ બની રહી…..!

સાથે રહેજો…….

જય સ્વામીનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s