Raj Mistry's world

Me,my stories and world around….

એક યંત્રમાનવ ને લાગ્યો માનવ થવાનો રંગ……

Leave a comment

“ એક રોબોટ અર્થાત કે યંત્રમાનવ ને લાગ્યો માનવ થવાનો રંગ…” શીર્ષક કંઇક અટપટું લાગે છે ને…! અલબત્ત , એ અટપટું જ છે સાથે સાથે , ભવિષ્ય નું દર્પણ પણ છે. કહેવાય છે કે મનુષ્ય જેવું – અટપટું યંત્ર ક્યારેય બન્યું જ નથી કે બનવા ની કોઈ જ શક્યતા નથી. પણ , મનુષ્ય આજકાલ ની ભાગમભાગી મા યંત્ર જરૂર થઇ ગયો છે….સંસાર ની  અસાર-અફાટ-અનંત ચકરડીઓ મા – સમય અને પોતાની એષણા ઓ વચ્ચે  તાલમેલ  મેળવવા મા જ – એનું સમગ્ર જીવન જાણે કે ઘડિયાળ ના કાંટા ની પાછળ જ ભાગે છે. ધ્યેય શું છે? આ બધું દળી –ફૂટી ને અંતે શું મેળવવાનું છે? ક્યારેય વિચાર્યું છે….??? જેણે વિચાર્યું છે- એણે જ કંઇક મેળવ્યું છે અને શ્રીજી ની આ માયા ને પારખી છે…..!

ખેર….મારી તો કોઈ જ ઈચ્છા નથી કે હું – યંત્રવત – અસંવેદનશીલ બની ને જીવું….આસપાસ ની જિંદગીઓ- કે ઘટના ઓ – માત્ર ઘટનાઓ જ નથી….એની પાછળ કંઇક ને કંઇક કારણ કે રહસ્ય તો હોય જ છે….જેણે જાણ્યું – એ તર્યા….!! આ અઠવાડિયું પણ ભાગમભાગી થી ભરેલું હતું. સુરત ની હવા નો સ્વાદ લેવા હું- લગભગ આખું અઠવાડિયું ત્યાં હતો….એક જમાના મા તિરસ્કૃત લાગતું સુરત આજે – ક્યારેક તો મને અમદાવાદ થી પણ વધારે સ્વચ્છ લાગ્યું છે…..વ્યવસ્થિત લાગ્યું છે….! કામકાજ ની  વચ્ચે સમય મળતાં જ મે એક અદભૂત મુવી – “ (વોલ ઈ) “ (wall-E) અનેક ટુકડાઓ મા જોયું….પણ એનું સાતત્ય મારા મન થી સહેજ પણ ન છૂટ્યું….! હું અને રીના – થ્રીડી કે લાઈવ એનીમેશન વાળી મુવીઝ ના અત્યંત શોખીન છીએ….શ્રેક…મડાગાસ્કર…..રેટાટુલી…..કે કુંગ ફૂ પાન્ડા…..અમને હમેંશા ગમ્યા છે….!

તો શું ગમ્યું – વોલ ઈ મા…??? આમ તો આ મુવી જૂની છે- લગભગ ૨૦૦૮ મા રીલીઝ થયેલી આ મુવી – વીડીઓ ગેમ પર આધારિત છે એવું કહી શકાય પણ – એનું ચિત્રણ અદભૂત છે…અને વાર્તા પણ એટલી જ રસપ્રદ છે – અંતે સંદેશ તો એટલો જબરદસ્ત છે કે – આ મુવી ના નિર્માતા ઓ ને શત્ શત્ વંદન કરવા પડે….!

તો વાર્તા શું છે??? માનવ વિહીન પૃથ્વી પર…કે જ્યાં બસ હવે કચરા ના ઢગ જ બચ્યા છે…ત્યાં..વોલ –ઈ નામનો રોબોટ- કચરા ના ઢગ બનાવવાનું કાર્ય કરે છે ( ઈસવીસન ની ૨૮૦૫ મી સાલ છે ભાઈ….) અને પોતાનું કાર્ય ખંત પૂર્વક કરે છે – સાથે સાથે – એ પોતાની એકલતા ને દુર કરવા – માનવીઓ છોડેલી વીડીઓ ટેપ્સ ને –પોતાના મિત્ર વંદા ભાઈ સાથે જોયા કરે છે…એક દિવસ – અતિ આધુનિક રોબોટ( નામ- ઇવ) ને સ્પેશ શીપ મા રહેતા આળસુ મનુષ્યો દ્વારા પૃથ્વી પર જીવન ના અણસાર શોધવા મોકલવામાં આવે છે અને એનો સંપર્ક આ – આપણા વોલ- ઈ ભાઈ સાથે થાય છે અને બિચારા રોબોટ ભાઈ – મનુષ્ય ની નકલ કરતા કરતા પેલા રોબોટ ના પ્રેમ મા પડી જાય છે અને પછી શરુ થાય છે ખેલ…..! સંસાર નો- ખેલ…..! રોબોટ ની જીજીવિષા – મનુષ્યો ની પામરતા અને ઘણું બધું…..!

તો સાર શું?????

  • પહેલા તો આ  મુવી જરૂર જુઓ….ધ્યાન થી જુઓ….વિચારો …..સમજો અને પછી શું કરવું? એ નક્કી કરો….આપણું- આપણા ગ્રહ નું ભવિષ્ય આપણા હાથમાં જ છે…..
  • જીવન મા – અન્ય પ્રત્યે સંવેદનશીલ બનો……..પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના ઉપદેશ પ્રમાણે- અન્ય ના ભલામાં જ આપણું ભલું છે…….
  • પ્રેમ- જીવન મા પ્રેમ એક એવી શુધ્ધ વસ્તુ છે કે – જો ખરેખર થાય તો અને એ સાચી હોય તો  – એ પથ્થર મા પણ પ્રાણ નો સંચાર કરી શકે……. “પ્રેમીજન ને વશ પાતળિયો” ના જેવું છે- જો પ્રેમ થી ભગવાન વશ થતાં હોય તો – એમના બનાવેલા જીવ કેમ નહી???? આથી હૃદય-આત્મા ને શુધ્ધ કરો અને હમેંશા સકારાત્મક  વિચારો…..!
  • સાહસ અને ત્યાગ- કોઈક ના સારું થાતું હોય તો – ભોગ આપવા નું સાહસ દાખવો…….! આદિ શંકરાચાર્ય કહેતા કે – જો મારા કોઈ યત્ન થી લાખો લોકો નું ભલું થાતું હોય તો હું નર્ક મા જવા પણ તૈયાર છું…….બીજાના ભલા માટે – લોક કલ્યાણ માટે જીવાયેલી એક પળ પણ સ્વર્ગ નું સુખ આપે છે…….અને એમાં જ હરિ નો રાજીપો છે.

તો- બસ – વોલ -ઈ જુઓ…..જરૂર જુઓ…..મનોરંજન ની સાથે સાથે જીવન નો સંદેશ જરૂર મળશે…..આપણે માનવી -“માનવ” થઇ એ તો ઘણું છે………

અને હરિ ની પ્રાપ્તિ માટે- આ બધું જ જરૂરી છે……..આથી કણેકણ મા – દરેક અર્થમાં- સ્થળ મા – હરિ નું સ્મરણ-જોડાણ અવશ્ય રાખો…..કારણ કે એજ માર્ગ છે…..એ જ ધ્યેય છે…..અને એ જ સત્ય છે….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s