Raj Mistry's world

Me,my stories and world around….

યોગીજી મહારાજ ની બોધકથાઓ- ૮

Leave a comment

ગઈકાલે- રવિસભામાં ન જવાયું, અફસોસ થયો અને વધારે અફસોસ એ વાત નો થયો કે- પ્.પુ. પ્રમુખ સ્વામી મહારાજ ગઈકાલે પણ રવિસભામાં આવ્યા હતા અને ન્યુ જર્સી ખાતે રોબીન્સવેલી ખાતે આકાર પામી રહેલા નવીન મંદિર ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા પોતાના હાથે કરી…..અને હું સભા ચુકી ગયો….!.અને મોટી વાત એ હતી કે – ત્યાના હરિભક્તો, મહિલાઓ અને બાળકો એ – આ મંદિર બનાવવા જે ભોગ આપ્યો છે…..તે માટે સ્વામીશ્રી એ હૃદય ના ખુબ ખુબ આશીર્વાદ આપ્યા….! સ્વામીશ્રી ના મન મા એક જ વાત – કે પોતાના ગુરુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના સંકલ્પો પુરા કરવા……બસ એ જ ગઈકાલે દેખાણી…! જે લોકો મંદિર નું મહત્વ જાણે છે- એ લોકો  આ હરિભક્તો ના ત્યાગ અને ભીડા ની કદર કર્યા વગર નહિ રહે…..! બસ પાંદડે પાંદડે – સ્વામીનારાયણ મહામંત્ર છવાય અને અનંત જીવો નું કલ્યાણ થાય- એ  જ શ્રીજી ને પ્રાર્થના….

તો પ્. યોગીજી મહારાજ ની બોધકથાઓ તરફ પરત ફરીએ…….જીવન ના કલ્યાણ માટે ના મોટા મોટા સંદેશ – એક નાનકડી  પણ રસપ્રદ બોધકથા દ્વારા સામાન્ય માણસ સુધી પહોંચાડવા – એ યોગીબાપા ની આગવી રીત હતી…..તો ચાલો આપણે પણ માણી, એ એક આવી કથા….

_____________________________________________________________

હોકો અને અભિમાન

એક નાનકડું ગામ…કાઠી-દરબારો-ચારણ- પટેલો ની વસ્તી ધરાવતું આ ખોબા જેટલું ગામ. એમાં એક ચારણ રહે…..ચારણ એટલે કે દેવીપુત્ર કે જેના મુખમાં મા સરસ્વતી નો વાસ કાયમ રહે એવું કહેવાય. આથી ચારણ બાપુ ને ઠેર ઠેર થી માન-મોભા-પદકો-ભેટ મળેલી અને એ વાત થી ચારણ બાપુ મા- માન-અભિમાન એની ચરમ સીમા એ પહોંચેલું. રોજ રાત્રે બધા જી હજુરીયા ઓ – આ ચારણ બાપુ ની ડેલી એ ભેગા થાય અને – બાપુ ને ચણા ના ઝાડ પર ચઢાવે…બાપુ પાછા હોકો – ગગડાવતા જાય અને મૂછે તાવ દેતા જાય. એક દિવસે- આવી વાતો ના તડાકા ચાલતા હતા અને બાપુ ના હોકા મા થી એક તણખો ઝર્યો અને એક હજુરીયા પર પડ્યો અને હજુરીયો રાડો પાડવા લાગ્યો….આ જોઈને – ચારણ બાપુ -હસતા જાય અને કહે…” અલ્યા એટલામાં શું રોવાનું…..! તો હજુરીયો કહે..” બાપુ- એ તો જેના પર દેવતા પડે એ જાણે કે શું થાય છે…???” બાપુ મૂછે તાવ દેતા બોલ્યા..” અલ્યા હું વાત કર શ…..હું તો સહેજે ન ડરું…..દેવતા પડે કે દવ લાગે…..ડરે એ બીજા હમજ્યો…..! તો બધા હજુરીયા બોલ્યા….” સાચી વાત બાપુ….એક દમ સાચી વાત……બાપુ ને ઉભા સળગાવો ..તો યે ના બીવે …કરો એમની પરીક્ષા…..!”

     બાપુ તો ફસાઈ ગયા…..પણ કરવું શું?? ઈજ્જત-માન નો સવાલ હતો…..આથી બાપુ એ મને ક મને –  હા પાડવી પડી અને અદેખા હજુરિયાઓ એ બાપુ ને તેલ વાળો ડગલો પહેરાવ્યો ને આગ ચાંપી…..બાપુ મનમાં ઘણું યે મથ્યા-રડ્યા  પણ – પોતાના માન -અભિમાન આગળ હારી ગયા અને જીવ ગુમાવ્યો….

__________________________________________________________

તો સાર શું?

  • વ્યક્તિ એ એટલું બધું અભિમાન ન રાખવું કે – વખત પડે ઝુકી ન શકાય અને લેવા ના દેવા થઇ જાય……
  • માન-અભિમાન આગળ બુદ્ધિ પણ વામણી લાગે છે……એ વ્યક્તિ ને સારા-નરસા નો ભેદ પણ ભુલાવી દે છે.. આથી શ્રીજી મહારાજ ને  માની  ભક્તો સહેજે નહોતા ગમતા. માની માણસ – ગમે તેટલો ઉંચે હોય- પણ એનું પતન થતા સહેજે વાર નથી લાગતી….
  • તમારી વધુ પડતી પ્રસંશા કરનારા ઓ થી દુર રહો……એ લોકો તમારા પતન નું કારણ બની શકે છે……
  • આત્મમંથન- ” હું કોણ છું?” એ હમેંશા કરતા રહો……વચનામૃત મા કહ્યું છે એમ- જે વ્યક્તિ પોતાને જાણે છે- એ જ અધ્યાત્મ મા આગળ વધે છે….

તો બસ સત્સંગ ચાલુ જ છે…..સ્વરૂપ ગમે તે હોય…પણ હરિ ની હાજરી સહજ વર્તાવા ની જ…..

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s