Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ- ૩૦/૦૭/૨૦૧૨

ગયું અઠવાડિયું પણ હમેંશ ની જેમ – વર્તુળાકાર જ રહ્યું…..પણ ખુશનુમા હતું…..! કારણ કે – અઠવાડિયા ના ચાર દિવસ – કોંકણ ના કુદરતી સમૃદ્ધિ ને માણવા મા ગયા. હમણાં નું છેલ્લા ત્રણ ચાર વર્ષ થી કોઈક ને કોઈક કારણ સર – ગોવા જવાનું થાય જ છે……જે એક રીતે સારું પણ છે તો એક રીતે ખરાબ પણ….! જો કે આ જ જીવન નો લય છે….જ્યાં સારું-નરસું એક સાથે જ ચાલે છે અને તમે એના ચક્કર મા થી છટકી શકતા નથી. તો ગયું અઠવાડિયું કેવું રહ્યું?

  • પહેલી વાત- પાયા ની વાત- કે મેઘરાજા , કેમ જાણે આપણા થી રીસાઈ ગયા છે અને વરસાદ નો જાણે કે એક છાંટો નથી…..ગુજરાત તો ઠીક પણ – મુંબઈ અને ગોવા- કે જે આ ઋતુ મા પાણી થી તરબોળ હોય છે- ત્યાં પણ – વરસાદ ના અલપઝલપ ઝાપટા થી વિશેષ કશું નથી….હરિ જાણે શું થાશે??? ( સમાચાર મળ્યા કે- રાજકોટ મા એક ખેડૂતે વરસાદ પાડવા નું મશીન શોધ્યું છે અને એના દ્વારા આગામી ૪૮ કલાકમાં દસ દિવસ મા દસ ઈંચ વરસાદ પડવા નો છે…….હે રામ…!)
  • ગોવા – અત્યારે આહલાદક છે….હોટલો ખાલી છે..ભાવ ઓછા છે…..તક ચૂકવા જેવી નથી, કારણ કે અત્યારે કોંકણ રેલ્વે નો જે પટ્ટો છે- એ એકદમ લીલોછમ્મ અને ઝરણાં થી તરબતર છે…….અને દરિયાકિનારે – વરસાદ ની જે મજા છે- એ કદી યે ભુલાય એવી નથી……અનેક બોગદાઓ……અનેક પુલ પર થી પસાર થતી  ટ્રેન …………………..બહાર નો નજારો……આહા….અદભૂત અનુભવ છે…!

  • ભારતીય રેલ્વે- ખરેખર શરમ જનક છે…..તમે સેકંડ એસી મા બેસો કે ફર્સ્ટ એસી મા- ગંદા ડબ્બા, મેલા પડદા, બદતમીજ અને કામચોર એટેન્ડન્ટ, વપરાયેલા ધાબળા , ચાદરો અને ઓશિકા…..શું કહેવું???? અરે અમારા ડબ્બા મા તો- વરસાદ નું પાણી ઉપર થી ટપકતું હતું…..!!! અને વોશ રૂમ્સ તો એટલા ગંદા કે- તમને ચીતરી ચડે…….જમવાનું- એકદમ ઘટિયા ક્વોલીટી નું- અને એના કરતા  તો ભૂખ્યા રહેવું સારું……! મને થાય છે- કે શા માટે આવી લાંબી રુટ ની ટ્રેન્સ મા- રાજધાની કે શતાબ્દી ના કક્ષા ની સગવડો મળતી નથી???? અને આપણે લોકો પણ – ચુપચાપ બેસી ને આ બધું જોયા કરીએ છીએ…..એ પણ કોઈ ફરિયાદ વગર…! બહાર થી ફરવા આવતા વિદેશી ઓ -આબધુ જોઈને આપણા વિષે શું વિચારતા હશે????
  • આજકાલ- કોસ્ટ કટિંગ ( cost cutting) ના વાયરા ચાલે છે…….સાચું કહું તો કંપની ઓ ના મોટા પેટ ભરાય છે અને “ગરીબ” કર્મચારીઓ ના ભાગે એક ગ્લાસ પાણી માત્ર જ આવે છે……..જો કે બધાએ એક જ પાઘડી પહેરવી નહી…..અમુક કંપનીઓ સારું પણ વિચારે છે -પણ જ્યાં સંબંધ જ ધંધો હોય- ત્યાં તમે “સમર્પણ” ની વાત કરો એ હાસ્યાસ્પદ છે……
  • ગોવા મા ફરીથી- ફરવા માટે- બાઈક જ સારું…….અને કાજુ ખરીદવા માટે ની જફા બહુ ન કરવી- ભાવ મા સહેજે ફર્ક નથી પડતો….અને ઘણીવાર તો અમદાવાદ મા આના થી વધુ સારી ગુણવત્તા ના કાજુ -ઘરે બેઠા મળે છે…..
  • રેલ્વે સ્ટેશન-અમદાવાદ નો અનુભવ- ચેકિંગ માટે મુકેલા – મેટલ ડિટેક્ટર્સ કે પોલીસ વાળા- બસ મનોરંજન અને ટાઈમ પાસ માટે જ છે…..આજે સવારે મને પકડ્યો – બેગ ખોલાવી-પણ ચેક કશું ન કર્યું………બધું રામ ભરોસે ચાલે છે…..

તો- કહેવા નું શું??? આપણે કદાચ વિકાસ કર્યો છે પણ સુધર્યા નથી. આથી જ – સામે સરકારી કામકાજ પણ એવું જ છે. શરૂઆત કોણ કરશે?- અલબત્ત આપણે જ કરવા ની છે કારણ કે આ જિંદગી આપણી છે…..પૈસા આપણા છે…..અને પધ્ધતિ પણ આપણી જ છે.

ગોવા થી ઘરે પહોંચી ને – જે પોતાના ઘર નું, પોતાનું ગરમાગરમ દેશી ખાણું મળ્યું છે…..એવું તો ગોવા ની ફાઈવ સ્ટાર હોટલ ના રેસ્ટોરન્ટ મા પણ ન હતું……! બસ આ જ ફર્ક છે- આપણા પોતાના મા અને પારકા મા….!

સાથે રહેજો……..

રાજ