Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા – તા ૦૫/૦૮/૨૦૧૨

1 Comment

                   ” કે આજ વૈકુંઠ થી રૂડું વડતાલ …..હિંડોળે હરિ ઝૂલતા રે….”

પ્રસિદ્ધ કિરતન ના અ પદ છે જે આજે સાર્થક લાગ્યા. આજની સભા – અદભૂત હતી અને એની શરૂઆત અમારા માટે – અદભૂત જ હતી. હમેંશ ની જેમ- સમયસર મંદિરે પહોંચી ગયા પણ જોયું તો અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યું હતું. કારણ કે આજકાલ- અમદાવાદ ના હરિભક્તો પર – પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ નો અત્યંત રાજીપો સહજ વરસી રહ્યો છે અને સ્વામીશ્રી હવે ની દરેક રવિસભામાં – હરિભક્તો ને દર્શન આપવા અચૂક પધારે જ છે. આથી આટલી બધી ભીડ હોવી સ્વાભાવિક જ છે.

તો, અમે સભામાં ગોઠવાયા તે પહેલા – હમેંશ ની જેમ તન-મન-હૃદય ને સંતૃપ્ત કરતા મારા વ્હાલા ની મનોહર મૂર્તિ ના દર્શન……”વડતાલ ગામ ફૂલવાડી રે….” થીમ પર આજ ની શોભા હતી. તમે પણ કરો અદભૂત દર્શન……

આજ ના દર્શન…..

જયારે સભામાં ગોઠવાયા ત્યારે યુવકો ના સ્વરે- સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન ચાલુ હતી.  મન -એ ધૂન ના લય મા સહજ ગોઠવાઈ ગયું. ત્યારબાદ પ્રેમ સખી દ્વારા રચિત કીર્તન ” પધારો ને સહજાનંદજી રે ..ગુના કરી દો માફ…” ભગવાન એટલા દયાળુ છે…કરુણા ના સાગર છે કે- ભક્ત ની અંતઃકરણ પૂર્વક કરાયેલી આજીજી નો સ્વીકાર કરે છે અને આપણા ગુના ને માફ કરે છે. પણ એનો મતલબ એ પણ નથી કે – આપણે  સ્વછંદી બની ને વર્તીએ…..કારણ કે હરિ – એમ સહજ છેતરાઈ જાય – એવા પણ નથી…..! ત્યારબાદ – સંતો ના સ્વરે ” જેને જોઈએ આવો રે મોક્ષ માંગવા રે……” કીર્તન રજુ થયું. વચનામૃત મા શ્રીજી એ કહ્યા મુજબ- એક ભગવાન અને એના ધારક સંત નો અનન્ય આશરો અને શરણાગતિ  – ભક્ત ને મોક્ષ સુધી જરૂર પહોંચાડે છે…….તો આ મોક્ષ નો માર્ગ છે – હવે તમારા હાથમાં છે કે તમારે ક્યાં જવું???

ત્યારબાદ- પૂ. વિવેકસાગર સ્વામી જેવા વિદ્વાન સંત નું રસપ્રદ પ્રવચન શરુ થયું કે જે એકધારા – દોઢ કલાક સુધી હરિભક્તો પર વરસતા રહ્યા……..અસંખ્ય ઉદાહરણો….બોધકથાઓ અને સ્વામીશ્રી ના વિચરણ ના પ્રસંગો ને આધારે- વિવેકસાગર સ્વામી એક એવો માહોલ ઉભો કરે છે કે તમે એમાં ડૂબ્યા વગર રહો જ નહી……! આજ ના પ્રવચન નો વિષય હતો…..યોગીગીતા( કે જે પ.ભ. જગજીવન રૂડા પર યોગીજી મહારાજે લખેલા પત્ર પર થી બની છે…..)- અને તેના ત્રણ પાયા… ૧.સંપ ૨. એકતા ૩. સુહુર્દભાવ અથવા સુહર્દભાવ…. તો જોઈએ એના અમુક અંશ ટૂંક મા…….

  • કોઈપણ સંપ્રદાય કે ધર્મ- કે સંગઠન – સંપ ને આધારે જ સફળ કે નિષ્ફળ કહેવાય….શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા આજે દેશ વિદેશ મા આટલી બધી પ્રસરી છે એનું કારણ – હરિભક્તો નો સંપ જ છે……
  • જીવન મા ક્યારેય કુહાડા નો હાથો ન બનવું…….સંપ્રદાય મા પરસ્પર સંપ રાખવો- સંપ થી અશક્ય લગતા વિશાળ કાર્ય પણ સહજ પાર પડે છે…..પૂ. પ્રમુખ સ્વામી મહારાજે – પોતાના જીવન મા અનેક વાર સંપ નું ઉદાહરણ પૂરું પાડયું છે……
  • એકતા – એ પણ પાયા નું અંગ છે. જેના મૂળ મા નિષ્ઠા છે….જેટલી નિષ્ઠા પાકી એટલી – આજ્ઞાપાલન મા દ્રઢતા ….અને એટલા જ ગુરુ વચન મા વિશ્વાસ…..અને એટલી જ એકતા. શ્રીમદ ગીતા મા કહ્યા મુજબ , શ્રીકૃષ્ણ ભગવાને – અર્જુન કહ્યું કે – હું તને જે કહું તે કર…આ વાત એવી જ છે. જેટલા તમે એક છો….એટલી જ તમારી દ્રઢતા સત્સંગમાં રહે છે.
  • એક મન , એક વિચાર અને એક વર્તન…….એ યોગી મનુષ્ય ના લક્ષણ છે….
  • સુહર્દપણું – એટલે સામાન્ય ભાષામાં – પક્ષ રાખવો….મિત્રતા રાખવી…….વચનામૃત મા શ્રીહરિ એ કહ્યા મુજબ- ભગવાન અને ભગવાન ના ભક્ત નો પક્ષ રાખનાર- શ્રીજી ને હમેંશા પ્રિય રહ્યો છે. યોગીબાપા એ પોતે અસંખ્ય વાર ભીડા વેઠી ને પણ હરિભક્તો ના પક્ષ રાખ્યા છે…….

સતત દોઢ કલાક સુધી – પૂ. વિવેકસાગર સ્વામી ની તેજસ્વી વાણી વરસતી રહી અને પછી જેની- સર્વ હરિભક્તો ઉત્કંઠા થી રાહ જોતા હતા તે ઘડી આવી પહોંચી……પૂ. સ્વામીશ્રી સભામાં પધાર્યા……આ સમગ્ર રવીસભાનું આજે લાઈવ વેબ-કાસ્ટ થઇ રહ્યું હતું અને સમગ્ર સભા અને દુનિયાભર ના હરિભક્તો ને સ્વામીશ્રી ના દર્શન નો લાભ મળી રહ્યો હતો……અમદાવાદ બાળમંડળ ના નાનકડા સભ્યો એ એમની કાલીઘેલી ભાષા મા- સ્વામી ની વાતો – મા થી અમુક વાતો – સ્વામીશ્રી આગળ મોઢે બોલી સંભળાવી…..અને સમગ્ર સભા ખુશ ખુશ થઇ ગઈ…..સ્વામીશ્રી પણ અત્યંત રાજી થયા……..ત્યારબાદ- બાળમંડળ દ્વારા સ્વામીશ્રી અને શ્રીજી મહારાજ ને વિવિધ પ્રકાર ના શીરા – ખીચડી નો થાળ ધરાવ્યો……આનંદ સ્વામી એ થાળ ગાઈ ને સ્વામીશ્રી ને ખુશ કરી દીધા……..તો વળી એક હરિભક્ત ( કદાચ આફ્રિકા વાળા સુભાષભાઈ) એટલા બધા ગેલ મા આવી ગયા કે- પોતે બાળમંડળ ના સભ્ય તરીકે – ઠેકડા મારી ને પ્રમુખ સ્વામી મહારાજ ના મુખ પર હાસ્ય ની છોળો લઇ આવ્યા………આંખી સભા જાણે કે હિલોળે ચઢી હતી…….” મારા સ્વામી ની થાયે વાહ….વાહ…….મારા શ્રીજી ની થાયે વાહ…..વાહ…….” કીર્તન ના તાલે બધા ઝૂમી ઉઠ્યા…….!

શું કહેવું????? સભામાં – બે કલાક બેસવા નું આટલું બધું વળતર વિચાર્યું નહોતું………! બસ શ્રીજી ને આમ જ પ્રાર્થના કે- પ્રમુખ સ્વામી નું સ્વાસ્થ્ય સારું રહે….આમ જ સત્સંગ ની વૃદ્ધિ દિન-પ્રતિદિન થતી રહે……હજારો -લાખો મુમુક્ષો ને કલ્યાણ નો માર્ગ મળે……..અને આવનારી પેઢી- બસ જીવન ના આ ગહન અર્થ ને સહજ સમજે….નિયમ-ધર્મ પાકા રહે……….

હવે તા- ૧૦/૮ ના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ થી થવાનો છે……સભા રાત્રે ૮-૧૦.૩૦ વચ્ચે છે……અને બધા હરિભક્તો ને સહર્ષ આમંત્રણ છે…………..

બસ …ઠાકોરજી આમ જ રાજી રહો…….અને બધાનું ભલું થાય……મેઘરાજા પણ હવે પધારે……- એ જ પ્રાર્થના……

જય સ્વામિનારાયણ….

રાજ

One thought on “BAPS રવિસભા – તા ૦૫/૦૮/૨૦૧૨

  1. જય સ્વામિનારાયણ ભાઇ, ગઇકાલે રવિસભા મા ના જઇ શક્યા નુ દુખ હળવુ થયુ. બસ આમજ સારુ લખ્યા કરો તેવી મહારાજ સ્વામિ ને પ્રાથના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s