Raj Mistry's world

Me,my stories and world around….

છઠ ની પારાયણ…….!

Leave a comment

શ્રાવણ માસ શરુ અને સાથે સાથે તહેવારો ની મોસમ પણ શરુ…અને સાથે સાથે ઉપવાસ ના નામ પર- વજન વધારા ની પણ શરૂઆત…..!  સાથે સાથે વરસાદ ની ભીની છાંટ હોય એટલે તહેવારો ની મજા બેવડાઈ જાય…..પણ આ વખતે ઉલટું ગણિત છે. અને એ કેમ ન હોય????? કારણ કે…..

  • મોંઘવારી તો “રાજાની કુંવરી” ( કોઈ એ આ શબ્દ કોઈ પક્ષ સાથે ન જોડવો) ની જેમ દિવસે ન વધે – એટલી રાતે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે છે…..રાંધણ ગેસ, તેલ,શાકભાજી,દૂધ વગેરે વગેરેના ભાવ  આસમાન સુધી પહોંચ્યા છે……..
  • વળી પાછો વરસાદ નથી….એટલે દિવાળી સુધી મા તો શું હાલત થાશે? કોને ખબર……. અને કરમ ની કઠિનાઈ એવી છે કે આ મોંઘવારી ના જનક- દેશ પર હજુ રાજ કરી રહ્યા છે…..અને નિષ્ફળ નાણામંત્રી  તો રાષ્ટ્રપતિ પણ બની ગયા છે……!
  • તહેવારો- બોળચોથ થી લઈને છેક પારણા સુધી ના તહેવારો ની મજા- હવે નવી પેઢી ને અનુકુળ નથી આવતી…….અમારી અમેરિકન કંપની ને તો- રક્ષાબંધન કે જન્માષ્ટમી જેવા તહેવારો પણ નથી સમજાતા….! સાચું કહું તો- રાંધણ છઠ ના દિવસે રાત્રે ” મજુરી” કરી ને બનાવેલું જમવાનું….. સાતમ ને દિવસે ઠંડું ખાવાનું……લોજીક મને પણ સમજાતું નથી….! જો કે પસંદ અપની અપની……! એક જમાના મા કદાચ છઠ નો આશય એવો હતો કે- સ્ત્રીઓ ને એક દિવસ રસોડા ને વેઠ થી આરામ મળે…..પણ હકીકત મા થાય છે ઉલટું…..બિચારા છઠ ની તૈયારી મા બમણા થાકી જાય છે…..અને એમના કંટાળા વચ્ચે બનેલું – ઠંડું જમવાનું – બીજા દિવસે ખાઈ ને આપણું પેટ બગડે…..એ લટકામાં..! શીતળામાતા ની વાર્તા મે સાંભળી છે અને એ વાર્તા ને તમે સાચી માની- આજના જીવન કાલ સાથે જોડો તો સાંધા જ ન જડે….! જે હોય તે- પણ અમે તો ગરમ જ ખાઈ એ છીએ અને તમને પણ ગરમાગરમ તાજું બનાવી ને જમવા માટે ની સ્વાદિષ્ટ સલાહ આપીએ છીએ…..!
  • ગઈકાલે એક અનુભવ થયો…….રાંધણ છઠ ને કારણે- હું સાંજે શાકભાજી ની દુકાને ગયો તો -જાણવા મળ્યું કે- લગભગ બધા  જ શાકભાજી ( ખાસ તો પરવળ, કંકોડા અને અળવી ના પાન) ના ભાવ ડબલ થઇ ગયા હતા……અને હાજર સ્ટોક બસ હવે વધ્યો ઘટ્યો જ હતો……! અને દૂધ તો જાણે કે – બધી ગાય-ભેંસો એ હડતાલ પાડી હોય એમ- સ્ટોક આઉટ થઇ ગયું હતું……કોઈ જગ્યા એ હતું જ નહી….! કહેવું પડે….ભાઈ….ભારત ની ઇકોનોમી – કયા નિયમ ને આધારે ચાલે છે? ખબર જ નથી પડતી….અહિયા અર્થતંત્ર પણ તહેવાર આધારિત જ હોય છે….મોંઘવારી ગમે તેટલી હોય પણ – તહેવારો ની મજા બગડવી ન જોઈએ…..

આવતી કાલે- હવે જન્માષ્ટમી છે…..જગત ના ધણી નો જન્મદિવસ…..આજે જ એક ડોક્યુમેન્ટરી જોઈ- એમાં અમુક ખગોળશાસ્ત્રી ઓ એ સાબિત કર્યું છે કે- મહાભારત ખરેખર હતું…..થયું હતું….અને ભગવાન શ્રીકૃષ્ણ પણ હતા જ…..ઈસવીસન પૂર્વે – ૨૭ જુલાઈ, ૩૧૧૨ ના રોજ એમનો જન્મ થયો હતો અને ૩૦૬૭ BC મા મહાભારત નું યુદ્ધ થયું હતું……અને એ યુદ્ધ ના ૩૬ વર્ષ બાદ- દ્વારિકા નગરી સમુદ્ર મા સમાઈ ગઈ હતી…..! ભાઈ- અમે તો રહ્યા નખશિખ આસ્તિક માણસ- અને એવું માનનારા કે – આ સમગ્ર સૃષ્ટિ કોઈ ચોક્કસ બળ, ડીઝાઈન, સંદેશ કે નિયંત્રણ દ્વારા ચાલે છે અને સમગ્ર સૃષ્ટિ કહો કે બ્રહ્માંડ – એનો કર્તા હર્તા માત્ર એક હરિ જ છે…..મારો સ્વામિનારાયણ છે……મારો હરિકૃષ્ણ છે…..અને એ જ મારો સહજાનંદ છે…..! તો અન્ય લોકો સ્વીકારે કે ન સ્વીકારે- પણ સત્ય આપણે વિચારી એ – એના કરતા વધારે   ગુઢ છે…..કલ્પનાતીત છે…..! અને આ અનંત રહસ્યો ને જયારે મનુષ્ય વિજ્ઞાન ના આધારે પામવા પ્રયત્ન કરશે ત્યારે એ વધારે ગૂંચવાતો જાશે…….

ખેર છોડો….! પૂ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા અનુસાર- જન્માષ્ટમી -એ આપણી ભક્તિ નું ઋણ અદા કરવા સ્વરૂપે અને શ્રીહરિ ના રાજીપા અર્થે – નિર્જળા ઉપવાસ કરવા નો છે………! મે નિર્જળા ઉપવાસ કરેલા છે…..કઠીન લાગ્યા છે……પણ હરીદયા એ હું કરી શક્યો છું……આથી જોઈએ કાલે શું થાય છે????? હમણાં તો છઠ નું ઠંડું જમવાનું- પેટ ને ભારે પડી રહ્યું છે…….

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s