Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૮

Leave a comment

….હાજર છે ફોટાનામા નો નવો-તાજો……અધ્યાય…..! ઘણા સમય થી , ફોટા બસ મારા કેમેરા/મોબાઈલ મા જ પડ્યા હતા પણ તેને “ગુલાલ” કરવાનો સમય ન હતો……તો આજે સમય મળ્યો અને – લ્યો થઇ ગયો ગુલાલ……!

મદદ….મદદ………!

આજે જ આ ફોટો મે લીધેલો……..મનુષ્ય નો શ્વાન પ્રેમ ઐતિહાસિક છે……આથી જરૂરી છે કે – અમુક જાહેરાતો તમારા હૃદય ને સ્પર્શી જાય…..બાકી અટવાયેલા……લોકો માટે તો આ બસ ટાઈમ પાસ જ છે…..

…..???????? ખબર ન પડી????

મનુષ્ય જ્ઞાન ની વક્રતા કે યાંત્રિક મગજમારી…..પણ મને ઉપર ની વાત ન સમજાણી……….ઠંડું કે ગરમ કોને કહેવાય…???? શું સમજવું?????

કેળામાં યે કોસ્ટ કટિંગ……….!!!!

કેળાં ની ઘણી બધી વિવિધતા છે……અને ગોવા મા – મે ઘણીવાર ચાખેલા – આ પિગ્મી કેળા પહેલા થી જ મને વિચિત્ર લાગ્યા છે…….એની સાઈઝ નાની…..અને સ્વાદ લો ત્યારે કદાચ અંદર બીજ પણ હોવા નો આભાસ થાય…….! જે હોય તે- પણ આ કેળા અત્યાર ની “કોસ્ટ કટિંગ” ના નામે થતી રામાયણ – નું એક કુદરતી ઉદાહરણ છે…….જાણે કે કુદરત પણ હવે કોસ્ટ કટિંગ કે “ખરચ-ઘટાડ” તરફ વળી છે અને આપણ ને જાણે કે અંગુઠો બતાવે છે……અમદાવાદ મા તમે કેળા લેવા જાઓ તો- ખબર પડે કે- દરેક લારીમાં ત્રણ પ્રકાર ના કેળા હોય…….૧) ૧૫ રૂપિયા ના ૮- સાઈઝ નાની, ક્વોલીટી ખરાબ….ફિક્કા…૨) ૧૮ ના ૮ કેળા- થોડાક મોટા..સારા……ખાવા લાયક- ખાસ મધ્યમ વર્ગ માટે…. ૩) ૨૦ ના ૮- સૌથી મોટી સાઈઝ, એકદમ તાજા લાગે……

તો કહેવું શું??? ઉપર ના ત્રણ ફોટા- જીવન ના ત્રણ રંગ બતાવે છે……લાગણીઓ , મૂંઝવણ……કે બાહ્ય પરિબળો ની આપણી જીવન પદ્ધતિ બદલવા ની તાકાત………! જે હોય તે- બધા રંગ જરૂરી છે નહીતર- જિંદગી એક દમ ફિક્કી લાગે………આથી બસ જીવન ને માણતા રહો……દરેક પળ ને જીવો…..મનભરી ને જીવો….કારણ કે એ પળ -ફરીથી આવે ન આવે……! હરિ ઈચ્છા બળવાન છે……….

સાથે રહેજો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s