Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા- તા ૧૨/૦૮/૨૦૧૨

Leave a comment

હાશ……..! આખરે ઠાકોરજી એ બધા ની પ્રાર્થના સાંભળી અને મેઘરાજા એ પધરામણી કરી…….લગભગ ગઈકાલ રાત્રી થી જ અમદાવાદ પર મેઘરાજા ના અમીછાંટણા ચાલુ જ છે…….અને તન-મન એ ભીનાશ થી તરબતર થઇ રહ્યા છે………મારા એક કાવ્ય મુજબ……

” મન કહે આજ બનું બુંદ ને , વરસું નભમાં થી…

ભીંજવી તન-મનો-હૃદય.તરબતર તને કરી જાઉં…..,

રેલાઈ જાવું પર્ણ થી મૂળ સુધી,

બની જીવન નસ નસમાં પ્રસરી જાઉં…

ભળી જાઉં જળ થી સ્થળ સુધી…..

તપતા સુરજ ને તૃપ્ત ધરા માહીં કરી જાઉં……

બની સોડમ મહેકતી ભીની તરોતાજા….

જીવન ને સદાકાળ “જીવંત” કરી જાઉં…..

માણો “રાજ” આ બુંદ ને મનભરી ..

સફર અનંત પણ ક્ષણ એક , એષણા એક, એમાં વિલાઈ જાઉં.”

એવી જ આ ઘટના છે……શ્રીહરિ ના આશીર્વાદ કે દયા કયા સ્વરૂપે તમારા સુધી પહોંચે છે…..એ પારખતા આવડે તો બીજું શું જોઈએ….?? આજે આ વરસતા આશીર્વાદ વચ્ચે, મે મારી કાર – સર્વિસ મા આપી હતી આથી સાંજે – કાર ને લઈને જ મંદિરે પહોંચ્યો. પાર્કિંગ દુર પડે છે, છતાં, સલામતી( આજે મંદિર ની બહાર પાર્કિંગ ની મનાઈ હતી) અને સગવડ ની દ્રષ્ટી એ આ યોગ્ય જ છે. હરિભક્તો ની ભીડ હમેંશ ની જેમ હતી જ……અને સાથે સાથે આસમાની બુંદો…..પણ…..! ઠાકોરજી ના અદભૂત દર્શન થયા…..જન્માષ્ટમી ની ઉજવણી જાણે કે હજુ ચાલુ જ છે…..અમે પાર્કિંગ ના અભાવે જન્માષ્ટમી ના દિવસે- શાહીબાગ મંદિર થી પાછા આવ્યા અને વાડજ મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો…..અને આજે એની કસર પૂરી થઇ ગઈ…કારણ કે જન્માષ્ટમી ની અસર ઠાકોરજી ના વાઘા પર પણ દેખાઈ……અદભૂત વાઘા અને અને અદભૂત પારણું…..અને એમાં ઝૂલતા લાલજી મહારાજ………

આજના દર્શન…..

સભામાં ગોઠવાયા ત્યારે જાણવા મળ્યું કે – સારંગપુર થી યુવક તાલીમ કેન્દ્ર ના યુવકો અને જુનાગઢ થી યુવા ભક્તો- આજે પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શને આવ્યા હતા…..સભાની શરૂઆત એ યુવાનો દ્વારા સ્વામિનારાયણ ધૂન્ય થી થઇ…..( આજે પણ રવિસભા નું લાઈવ વેબકાસ્ટ હતું…..) ત્યારબાદ , એક કીર્તન રજુ થયું….” બસ ઉસીકી કરું પ્રાર્થના….” ત્યારબાદ સંતો ના સ્વરે એક જોશીલું કીર્તન રજુ થયું…..”સ્વામી ગુણાતીતાનંદ આજ….આવી ને અઢળ ઢળ્યા….” સ્વામી અખંડાનંદ દ્વારા રચિત આ કીર્તન ના તાલે સમગ્ર સભા ઝૂમી ઉઠી…….ત્યારબાદ પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા – ગઈ રવિસભા મા – સંપ,એકતા અને સુહ્રદભાવ – યોગીગીતા ના પાયા ના સિદ્ધાંતો પર છણાવટ – આજે પણ આગળ વધી…..જોઈએ એના અમુક અંશ….

  • ગઈ સભામાં કહ્યા મુજબ- સંપ હોય તો એકતા આવે અને એકતા હોય તો સુહર્દ ભાવ આવે……એના વગર કોઈ સંઘ….સંપ્રદાય કે સત્સંગ શક્ય જ નથી…….
  • પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની ૪ વાત – કે જેનાથી ઉઅર ના ત્રણેય પાયા સચવાય…..નમવું, ખમવું, અનુકુળ થાવું અને ઘસાવું…….અત્યંત આવશ્યક છે…….એના વગર ભક્તિ ન થાય…..સત્સંગ ન થાય…..
  • મહિમા- સ્વરૂપ નિષ્ઠા- વગર પ્રમુખ સ્વામી મહારાજ ની ઉપર ની ૪ વાત- ન પળાય……આથી મહિમા ની વાત સમજાશે તો આપોઆપ જ – ભક્તિ નો રંગ ચડશે…..
  • વ્યક્તિ જયારે સમૂહ મા ભાગ લે – અને જે પ્રમાણે મન-વિચાર-વાણી-વર્તન થી વર્તે- તે જ તેનું સાચું સ્વરૂપ……આથી જ યોગીજી મહારાજે કહ્યું છે તેમ- સમૂહ મા રહેનાર વ્યક્તિ એ- કટ વળી જાવું…( ગમ ખાઈ જવું…કોઈના અવગુણ ન લેવા….નમતું ઝોખવું…..નભાવી લેવું) અને માત્ર હરિ ના રાજીપા માટે જ વર્તવું…..
  • પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે કે- સુહર્દ ભાવ એટલે- પરસ્પર પ્રીતિ અને હેત……ભગવાન પણ- એના ભક્તો ના સુખાકારી માટે ઘસાનાર -માટે પોતે ભીડો વેઠે છે……પંચાળા ના દરબાર ઝીણાભાઈ એ – માંગરોળ ના હરિભક્ત કમળશી વાંઝા ની પાછલી અવસ્થા મા સેવા કરી…..દરબાર થઇ ને પણ એ ભક્ત નો ખાટલો પોતાના ખભે ઉપાડ્યો…..તો ઝીણાભાઈ ની આ સેવા થી પ્રસન્ન થઇ ને- સ્વયં શ્રીજી એ – ઝીણાભાઈ ની નનામી ને પોતાનો ખભો આપ્યો…….અને આ પ્રસંગ ઇતિહાસ મા અમર થઇ ગયો….
  • આથી યોગીગીતા ના અન્ય સિદ્ધાંતો મુજબ- મનમેળ, વાણી વર્તન નો સંયમ,કોઈ નો ગુણ જ લેવો….ભૂલ સુધારવા માન્ય ની મદદ કરવી……ભગવાન ના ભક્ત ગમે તેવો હોય પણ એનો પક્ષ રાખવો, બીજાના સુખ મા જ પોતાનું સુખ માનવું………..જો આ બધું મનુષ્ય સમજે ,સ્વીકારે તો સત્સંગ મા સફળ થાય…..
  • બેપ્સ ના મંદિરો- હરિભક્તો ના ત્યાગ, ભીડા, અને ઘસારા થી બન્યા છે…..લંડન નું જગવિખ્યાત મંદિર- માટે ત્યાના હરિભક્તો એ પોતાના ઘર,ગાડી,બચત….દાગીના …સુધ્ધા વેચ્યા હતા……અને એના આધારે જ આ વિશાળ મંદિર બન્યા છે……જે લાખો લોકો ને હરિ તરફ દોરી રહ્યા છે……

અનેક રસપ્રદ ઉદાહરણો થી ભરપુર આ પ્રવચન- સતત ૧ કલાક થી વધારે ચાલ્યું……અને સભા પણ સાથે તાલ મિલાવતી ગઈ…….છેવટે સ્વામીશ્રી નું સભામાં આગમન થયું…….” ગોવિંદા આલા રે…..” નૃત્ય ગીત પર નૃત્ય કર્તા કિશોરો એ સ્વામીશ્રી નું ભવ્ય સ્વાગત કર્યું…….પછી એક સંવાદ રજુ થયો…..વિષય હતો…” માન-અભિમાન” અને રમુજી નાટક દ્વારા સમજાવ્યું કે – ” હું કરું….હું કરું” એવું માન મનુષ્ય એ છોડવું જોઈએ…..બધું ભગવાન ના આધારે જ થાય છે…..સ્વામીશ્રી એ આજે વિશ્વ આખામાં અનેક મંદિરો રચ્યા છે….છતાં એ તદ્દન નિર્માની પણે વર્તે છે……એ જ સ્થિતપ્રજ્ઞ પુરુષ ની સ્થિતિ છે.  ત્યારબાદ….” આજે નંદ બાવા ને દ્વાર નોબત વાગે રે….” કીર્તન પર સમગ્ર સભા…કિશોરો ઝૂમી ઉઠ્યા…..સ્વામીશ્રી પણ ખુબ રાજી થયા અને સભા ને આશીર્વાદ આપી ને નિજ નિવાસે પરત ફર્યા…….

બસ રવિસભા+ પ્રમુખ સ્વામી દર્શન……એક અદભૂત સંયોગ હતો…..જ્ઞાન સાથે ગુરુ ના દર્શન સદનસીબ લોકો ને જ મળતાં હોય છે. શ્રીહરિ ને પ્રાર્થના કે- બસ આમ જ સત્સંગ નો અદભૂત લાભ બધા ને મળતો રહે……

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s