Raj Mistry's world

Me,my stories and world around….

સ્વતંત્રતા- પંડિત બિસ્મિલ ની…..

Leave a comment

આજે દેશ ૬૫ મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે…..પણ એક સવાલ- વારંવાર….વારેઘડીએ પૂછવામાં આવે છે…કે આપણે ખરેખર સ્વંતત્ર છીએ????

  • દેશના માત્ર નામ ના પ્રધાનમંત્રી- લાલકિલ્લા પર ચડી ને પ્રજા ને કહે છે કે – ભૂખમરો સૌથી મોટો સવાલ છે…..અને દેશ પાસે પર્યાપ્ત અન્ન ભંડાર છે….( જે ખુલ્લેઆંમ સડી રહ્યા છે…….) તો  માનવું શું?????
  • અન્ના- રામદેવ- બધા -આપણી- હા આપણી કાયરતા અને આળસ  ને કારણે- આજે આ ભ્રષ્ટ સરકાર ની સામે હારી રહ્યા છે……..તો સ્વતંત્રતા ક્યાં છે?
  • મમતા – તેની સામે મોઢું ખોલનાર ને સળિયા ની પાછળ ધકેલી રહી છે…..તો સ્વતંત્રતા ક્યાં છે?
  • હરિયાણા કે આસામ- સ્ત્રી ઓ ને છેડતી નો ભોગ બનવા બદલ- તેમને જ જવાબદાર ગણવામાં આવે છે……તેમને જ સલાહ-સુચનો આપવામાં આવે છે…..તો સ્વતંત્રતા ક્યાં છે?

આજે મને આજ થી ૧૧૫ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશ મા જન્મેલા- મહાન ક્રાંતિકારી શાયર- રામપ્રસાદ “બિસ્મિલ” યાદ આવે છે કે – માત્ર ૩૦ વર્ષ ની યુવા અવસ્થા મા દેશ માટે – ફાંસી ને માંચડે હસતા હસતા ચડી ગયા….ફના થઇ ગયા…..! એ પણ એક જમાનો હતો અને આજે પણ એક જમાનો છે……જ્યાં આજે દેશ અને દેશભક્તિ ની ભાવનાઓ માત્ર ફેસબુક અને SMS પૂર્તિ જ રહી છે…….વંદે માતરમ ના – નારા લગાવવા – એ સાંપ્રદાયિક ગણાય છે…..!!! તો – અન્ના -રામદેવ ના અભિયાન ને સરકારે – અને આપણે- હા આપણે એને બાળમૃત્યુ આપ્યું છે……..પણ આશા મારી નથી પરવારી….એની અસર તો દેખાશે જ……….તો બિસ્મિલ – ની એક રચના…જેને- બિસ્મિલ દ્વારા ભરી કોર્ટમાં ગવાયું હતું…..અને અનેક દેશભક્તિ ના ચલચિત્રો મા જેનો ઉપયોગ થયો છે….અને ….જેને વાંચતા જ મારું-તમારું-બધાનું રક્તચાપ -આકાશ ને આંબવા માંગશે…..એ મારી ગેરંટી….મૂળ ઉર્દૂ મા રચાયેલી આ રચના નું હિન્દી ભાષાંતર- અહિયા રજુ કર્યું છે……

सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है।
देखना है ज़ोर कितना, बाज़ु-ए-कातिल में है?

वक्त आने दे बता, देंगे तुझे ए आस्माँ!
हम अभी से क्या बतायें, क्या हमारे दिल में है?

एक से करता नहीं क्यों, दूसरा कुछ बातचीत;
देखता हूँ मैं जिसे वो, चुप तेरी महफ़िल में है।

रहबरे-राहे-मुहब्बत, रह न जाना राह में;
लज्जते-सहरा-नवर्दी, दूरि-ए-मंजिल में है।

अब न अगले वलवले हैं, और न अरमानों की भीड़;
एक मिट जाने की हसरत, अब दिले-‘बिस्मिल’ में है।

ऐ शहीदे-मुल्को-मिल्लत, मैं तेरे ऊपर निसार;
अब तेरी हिम्मत का चर्चा,गैर की महफ़िल में है।

खींच कर लायी है सबको, कत्ल होने की उम्मीद;
आशिकों का आज जमघट, कूच-ए-कातिल में है।

है लिये हथियार दुश्मन, ताक में बैठा उधर;
और हम तैय्यार हैं; सीना लिये अपना इधर।

खून से खेलेंगे होली; गर वतन मुश्किल में है;
सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है।

हाथ जिन में हो जुनूँ , कटते नही तलवार से;
सर जो उठ जाते हैं वो, झुकते नहीं ललकार से।

और भड़केगा जो शोला, सा हमारे दिल में है;
सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है।

हम तो निकले ही थे घर से, बाँधकर सर पे कफ़न;
जाँ हथेली पर लिये लो, बढ चले हैं ये कदम।

जिन्दगी तो अपनी महमाँ, मौत की महफ़िल में है;
सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है।

यूँ खड़ा मकतल में, कातिल कह रहा है बार-बार;
क्या तमन्ना-ए-शहादत, भी किसी के दिल में है?

सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है;
देखना है जोर कितना, बाजु-ए-कातिल में है?

दिल में तूफ़ानों की टोली, और नसों में इन्कलाब;
होश दुश्मन के उड़ा, देंगे हमें रोको न आज।

दूर रह पाये जो हमसे, दम कहाँ मंज़िल में है;
सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है।

जिस्म वो क्या जिस्म है, जिसमें न हो खूने-जुनूँ;
क्या वो तूफाँ से लड़े, जो कश्ती-ए-साहिल में है।

सरफ़रोशी की तमन्ना, अब हमारे दिल में है;
देखना है ज़ोर कितना, बाज़ु-ए-कातिल में है।

આજે દેશ ત્રિભેટે ઉભો છે……રસ્તાઓ છે….મંઝીલ છે પણ ક્યાં જવું એ મૂંઝવણ છે……તો નક્કી આપણે જ કરવાનું છે કે- દેશ માટે શું યોગ્ય છે???આપણું ભવિષ્ય- આપણા થી શું માંગે છે…..???

અને આપણે બદલાશું…..આપણું મન બદલાશે તો – તો આપણો દેશ સાચા અર્થ મા જ સ્વતંત્ર બનશે…….યાદ રાખો- આપણા દેશ ને મળેલી સ્વતંત્રતા સસ્તી નથી……મારા શ્રીજી ને પ્રાર્થના કે – સદાયે મારા દેશ ને- દેશવાસીઓ ને કાયર ન બનાવે………કારણ કે કાયરતા- ભક્તિમાં અને દેશભક્તિમાં- સહેજે સ્વીકાર્ય નથી………!

વંદે માતરમ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s