Raj Mistry's world

Me,my stories and world around….

જીવન અને પળોજણ….

Leave a comment

જીવન….જિંદગી…..જિંદગાની…..આયખું……- ઘણા બધા શબ્દ છે એને વર્ણવવા માટે પણ એનો પ્રવાહ તો એક જ હોય છે. જીવન , ને તમે કયા અર્થમાં બાંધવા ઈચ્છો છો? તેની વ્યાખ્યા શું? તેનો સાચો અર્થ કયો? ઘણાબધા સવાલો એની સાથે સંકળયેલા છે અને એને સમજવાની મથામણ મા ફસાયેલા આપણે એના જવાબો શું? એ સમજી શકતા જ નથી……
ટૂંકમાં, આ બધી તત્વજ્ઞાનીક વાતો મને અત્યારે એટલા માટે યાદ આવી કે- દેહ કે જે આત્મા થી નોખો છે….એ આજકાલ પોતાના બધા જ રંગ અમને બતાવી રહ્યો છે. જીવન ના આ ચરિત્ર પઠન મા મહત્વ નો હિસ્સો – અમને આજે યાદ કરાવી રહ્યો છે કે – જો તમે મને નહી સાચવો તો હું તમને નહી સાચવું……..! તા ૨૦ મી ઓગસ્ટ , કે જે દિવસે મારો જન્મદિવસ પણ હતો , એ જ દિવસે- ઘરે થી પપ્પા નો ફોન આવ્યો કે મમ્મી ની તબિયત અચાનક જ બગડી છે આથી – ગાડી લઈને ફટાફટ નીકળી ગયો અને ભાગમભાગી કરી ને મમ્મી ને ઇમરજન્સી વોર્ડ મા દાખલ કરવા પડ્યા……..બધા ટેસ્ટ પણ ઝડપ થી કરવામાં આવ્યા અને અંતે જણાયું કે- આંતરડા નું મોટું ઇન્ફેક્શન છે અને એના કારણે મમ્મી – નો દેહ અત્યારે હેરાન કરી રહ્યો છે…….બધા જ ટેન્શનમાં…..કારણ કે વારેઘડી એ શૌચ જાવું પાડે અને પલભર પણ આરામ કે નિયંત્રણ નહી……આથી મન – એના વૈચારિક કક્ષ મા પહોચી ગયું……આવું થવાને કારણ શું? ઘણું વિચાર્યું અને- આવું થવા માટે મમ્મી ના જીવન ની કડીઓ એક પછી એક નેપથ્ય મા થી બહાર આવતી ગઈ…..અને વાર્તા ને જોડતી ગઈ…….તો જુઓ શું કારણ હતા….

  • ખાનપાન ની પધ્ધતિ- મારી મમ્મી ને- ટેસ્ટી ફૂડઝ, અતિશય મારી-મસાલા વાળું, ગમે ત્યારે ઉપવાસ કરવાના અને ઉપવાસ મા બટાકા ની તૈયાર વેફર્સ કે ફરાળી ચેવડો ખાવા ની ટેવ…….હવે વિચારો- બાકી શું રહે…..???? વળી પાછી મોટી ઉંમર……! ઉપવાસ – એટલે કે ઇન્દ્રિયો ના સયંમ માટે થાય- આથી સદંતર ભૂખ્યા રહો અને જો એને અનુરૂપ ન રહો તો- ખરાબ અસર થાય જ….આથી તમે – ચાર ની જગ્યા એ બે રોટલી ખાઓ તો એ મારા માટે ઉપવાસ જ છે……ફરાળી ખાઈ ને પેટ ન બગાડવું…..!
  • સ્વભાવ- ચિંતા કરવા નો સ્વભાવ……જેની વિપરીત અસર શરીર પર થયા વગર રહે નહી…..
  • ચરી ન પાડવી- મોટી ઉંમર કે જેમાં શરીર સાથ ન આપે – છતાં પણ – મીઠું-મરચું -ખાતું,તળેલું અને ખાંડ( ગળ્યું) જેવા પદાર્થો નો આહાર મા અતિશય ઉપયોગ – તમારી હાલત બગડી શકે છે. વિજ્ઞાન કહે છે કે ખાંડ નો અતિશય ઉપયોગ – તમારી વૃદ્ધાવસ્થા ની પ્રક્રિયા ની ઝડપી બનાવે છે અને સાથે અનિયંત્રિત મીઠું- પણ તમારા લોહી ના દબાણ ને ખોરવી શકે છે…….
  • દવાઓ નિયમિત ન લેવી- એક વસ્તુ મે ખાસ નોંધી છે- કે અત્યાર ના વૃદ્ધ લોકો ને- મન મા એક વાત ઘર કરી જાય છે કે – એમને તો માત્ર ફલાણા દાક્તર ની દવા થી જ ફર્ક પડે…..પાછી ભલે ને એને તમે સુપર સ્પેશીયાલીસ્ટ દાક્તર પાસે લઇ જાઓ……અને દવાઓ જે લખાય- એ તો થોડા દિવસ લેવાય અને પાછી- ફરીથી એની એ જ રામાયણ…..! મારી મમ્મી એ – એના વા ના રોગ ના ઈલાજ માટે ઓછા મા ઓછા પચાસ ડોકટર્સ અને વૈદ-ભૂવા ( હા ..ભૂવા….. :-)) બદલ્યા છે…..અને દવાઓ પાછળ અઢળક સમય-પૈસા બગાડ્યા છે…….
  • જાતે જ ડોક્ટર થાવું…( સેલ્ફ મેડીકેશન) – ખાસ ટેવ…..કંઇ પણ દુખાવો થાય એટલે – પેઈન કિલર્સ – મમરા ની જેમ ફાકી જવાની…..કઈ દવા ક્યારે લેવાય- કોની સાથે લેવાય…..તેની શું આડઅસર છે…..એ કંઈજ જોવા નું નહી……મારી મમ્મી ને – આવી જ ટેવ- મે એમને લાખ સમજાવ્યા પણ સમજે એ બીજા…..!
  • ગામડા ના ડોક્ટર્સ – હું એવું નથી કહેતો કે બધા ગામડા ના ડોક્ટર્સ ( અર્થાત ત્યાં ક્લીનીક ધરાવતા) ખરાબ હોય છે- પણ મે જાતે અનુભવ કર્યો છે કે- એ ડોક્ટર્સ ને ત્યાં- સબ ચલતા હૈ- એવું ચાલે છે- પેશન્ટ ને એક્ષ્પાયર્ડ દવાઓ છૂટ થી અપાય….ગ્લુકોઝ ની બોટલ તો પાણી ની બોટલ જેમ ચડાવવા ની….ભલે ને જરૂર હોય કે નહી…..અને આજકાલ- ઇસીજી મશીન નો વાયરો ચાલ્યો છે…..કોઈ પેશન્ટ છાતી મા ગભરામણ ની ફરિયાદ લઇ ને આવે- એટલે સીધું જ ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ ખેંચી જ લેવાનો- અને સો-બસો રૂપિયા ખંખેરી જ લેવાના……! પછી સીધું જ “લોહી પાતળું” કરવા ની દવાઓ( સ્ટેટીન્સ, ઇકોસ્પ્રીન વગેરે) ચાલુ કરી દેવાની….જરૂર પડે તો કેસ – મોટા શહેર મા – “મોટી” હોસ્પિટલ મા ફોરવર્ડ કરી દેવાનો- અને પછી શરુ થાય- મહા ખેલ……..! મારી મમ્મી ને આવું જ થયું….સ્ટેટીન ક્લાસ ની દવાઓ થી ( જેની જરૂર જ નહોતી) જ આંતરડા મા રક્તસ્ત્રાવ  ચાલુ થઇ ગયું….અને અમે ઇમરજન્સી મા પહોંચી ગયા…..અરે ગામડા ના એ એમ ડી ( મેડીસીન) ડોક્ટરે – મમ્મી ને હૃદય રોગ ની વાત કરેલી- એ અમદાવાદ ની શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા થયેલા ટેસ્ટ મા – સદંતર નકારી કાઢયો…..! હવે ધારો કે- અમે એ ગામડા ના ડોક્ટર ની વાત માની ને- કોઈ કોર્પોરેટ  કે અન્ય કોઈ હોસ્પિટલ મા પહોંચી ગયા હોત તો શું થાત?????

હે રામ……! જીવન ની આ જ કહાની છે……ગૂંચવણ ભરી- અને આપણા જેવા ૯૫% લોકો આમ જ છેતરાતા હોય છે……પણ આના માટે જવાબદાર પણ આપણે જ છીએ. દેહ ના રોગ તો આવે જ છે- પણ જાતે વહોરી ને માંગેલા રોગ- માટે શું?????

ઉપર ના કારણો વાંચો- અને સમજો………નક્કી કરો કે તમારે શું કરવું છે………….

બાકી- આપણે આપણું સ્વાસ્થ્ય સાચવવું, ઉંમર પ્રમાણે-પ્રકૃતિ પ્રમાણે આહાર-વિહાર-વર્તન રાખવા અને છતાં જો દુઃખ આવે તો – બધું સ્વામી શ્રીજી પર છોડી- હિંમત માંગવી -કે જેથી આવેલું દુઃખ સહન કરી શકાય…..લડી શકાય…..

સાથે રહેજો…….કારણ કે જીવન ટૂંકું છે…..અર્થ ઘણા છે……..

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s