Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૯

Leave a comment

હાશ…..! વિચરણ કાળ પછી હવે ઘરે પધરામણી થઇ છે……..ગુમાવ્યું ઘણું છે તો સામે મેળવ્યું પણ છે. પેલા ગુગલ ના ડાયરેક્ટર ની જેમ- કે એક કેમેરો ખભે જ ટીંગાડી દેવાનો….હર પળ ને બસ રેકોર્ડ જ કર્યાં રાખે….જરૂરી,બિન જરૂરી, તુરી,ખરી,મીઠી, કડવી કે ખાટી યાદો ને બસ નિર્લેપ પણે સંઘરતો જ જાય….! જો કે આવી મારી ઈચ્છા નથી કારણ કે હું માનું છું કે- તમારી આસપાસ જે પણ કઈ ઘટી રહ્યું છે….થઇ રહ્યું છે….તમે જોઈ રહ્યા છો…જો એને તમે સમજ્યા વગર જ આગળ વધ્યા કરો તો તમે માત્ર એક કેમેરા જેવા ડબ્બા  સમાન છો…..!તો….ગયા અઠવાડિયા ની સંઘરેલી યાદો……

“મેક્શી કૃપા”…???????

જો તમે પાકા અમદાવાદી હો તો- રીક્ષાની પાછળ અચૂક વાંચ્યું હશે જ કે- જય “ચેહર મા/ હડકાઇ મા/ગોગા સરકાર/શણગોઈ મા/સેમોજ મા/સધી મા/મેલડી મા…..” વગેરે વગેરે…….પણ આજે અનોખું કૌતુક જોયું…….જય “મેક્શી” કૃપા…! અરે….આ  મેક્શી એટલે શું? કયા અમદાવાદી શાસ્ત્ર મા એનો ઉલ્લેખ હશે??? સંશોધન નો વિષય છે…….!

મહાકાળી…..

રાજકોટ મા ગયા અઠવાડિયે – તંદુરસ્ત બાળ સ્પર્ધા યોજાઈ ગઈ- એમાં બાળકો એ વિવિધ વેશ પણ ધારણ કર્યાં હતા….જે બધા જ રસપ્રદ હતા- પણ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું- આ છોકરી એ- કે જેણે મહાકાળી નો વેશ ધારણ કર્યો હતો. આકર્ષક હતો પણ સાથે સાથે વિચાર આવ્યો કે – જે પેઇન્ટ આ માટે વપરાયો હશે- એ સ્કીન ફ્રેન્ડલી તો હશે ને…?? કારણ કે બાળકો ની ચામડી આમે ય ખુબ જ પાતળી અને સંવેદન શીલ હોય છે…..આપણે મા-બાપ- બાળકો ને પ્રદર્શન ની વસ્તુ સમજી- કોઈ પણ પ્રયોગ કરતાં અચકાતા નથી….એનો આ પુરાવો છે……

અદભૂત…..હૃદય સ્પર્શી….!

પેલી કહેવત છે ને કે- “પ્રત્યેક બાળક નો જન્મ એ વાત નો પુરાવો છે કે ભગવાન ને હજુ મનુષ્ય પર થી વિશ્વાસ ઉઠ્યો નથી..” આથી બાળક એ ભગવાન નું સ્વરૂપ છે…એનું આગમન બધા માટે ખુશી ઓ જ લઇ આવે છે….અને આપણા મા થી ઘણા – આ આગમન ને…એના જન્મ ની પ્રત્યેક ક્ષણ ને મઢી રાખવા માંગે છે……અને આ દિશા મા – અમદાવાદ ની એક હોસ્પિટલ નો આ પ્રયોગ- મારા હૃદય ને સ્પર્શી ગયો….ફોટો જુઓ….કંકુ થી અલંકૃત તમારા સંતાન ના નાનકડા પગલાં…….કેટલા અદભૂત લાગે છે…..! આ યાદગીરી – તમે વિચારો કે આજ થી વીસ વર્ષ પછી- તમારું સંતાન પોતે નિહાળશે….ત્યારે તેને કેવી લાગણી થાશે????

હમ્મ્મ્મ…! બસ કદાચ આ જ જીવન ના રંગ છે…..દરેક ક્ષણ મા થી કંઇક ને કંઈક જાણવા મળે છે…..વિચારવા મળે છે…….અને આ બધા માટે મારા હરિ નો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે……

એક મસ્ત વાત કહું….??? જીવન મા દરરોજ – સવારે અને સાંજે….પ્રત્યેક ક્ષણે- ભગવાન ને ” થેંક યુ” કહેવા ના બહાના….કારણ શોધી કાઢો……! પ્રયત્ન કરો………..

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s