Raj Mistry's world

Me,my stories and world around….

છગનભાઈ ની દશા અને દિશા…….

Leave a comment

રોજ ની જેમ આજે સાંજે હું ઘરે આવી રહ્યો હતો અને આજે રોજ કરતાં કદાચ વધારે થાક લાગ્યો હતો. પગ ને જાણે કે જરા વધારે ભારે વજનીયા ( આમ તો વજનીયા બાંધેલા જ છે…..) બંધાઈ ગયા હોય એમ ખેંચી ખેંચી ને…પગ માંડી રહ્યો હતો……..આમે ય આપણે શું કરી શકવા ના હતા??? આજકાલ માથું પણ ભારે અને પગ પણ “ભારે” થઇ ગયા છે…..કંઇક હલકું થયું છે તો એ છે- મારું….તમારું…..બધા નું ખીસું…….!

હું નિસાસા નાખતો- ઘરમાં પ્રવેશતો હતો અને અચાનક મારી નજર – બાજુના ઘર મા – આમ આદમી ના પ્રતિક એવા – છગનભાઈ પર પડી……જોયું તો – કોઈ મરી ગયું હોય એમ માથે ઘૂમટો નાખી – ઉભા પગે ઓટલા પર ચુપચાપ બેઠેલા અને અંદર ટીવી પર ગુજરાતી ચેનલ મોટા અવાજે ચાલુ…….! મને નવાઈ લાગી પછી એમનું દુઃખ કદાચ મારા થી મોટું હોય એમ સમજી એમની પાસે ગયો…….હાથ પકડી  ને હલાવ્યા….પણ એ કંઇ જ બોલ્યા વગર નિસ્તેજ આંખો થી જમીન સામે જોઈ રહ્યા……..

મે કહ્યું…..” છગનભાઈ……શું થયું……??? ભાઈ કંઇ બોલો તો ખરા?????

છગનભાઈ( રડમસ પણ ગુસ્સાયેલ સ્વરે…) – ” હું બોલું લ્યા???? હારા ચોરો….લબાડો…..પિંઢારાઓ…………….દેશ નું નખ્ખોદ વાળી નાખ્યું શે……….!

હું બોલ્યો- ” પણ થયું શું? એ તો બોલો????”

છગનભાઈ ઉવાચ- ” એના બાપા નું કપાળ બોલું લ્યા……..?? હમણાં તારી કાકી ન હું – ટીવી મા સમાચાર જોતા’તા…..એમાં પેલી કોઈ બુન આઈ……અન બોલી…..હેડો દેશ ની દશા ન દિશા …બેય બદલીએ……..” ના…. ના ….જોયા ઓય તો દેશ ની દિશા ‘ન દશા બદલવા વાળા………પે’લા પોતાની દશા બદલાં………દેશ ની તો ઘોર ખોદી નાખી શ……! પેલાં મનમોહન ભઈ પુતળા જેવા ..કદી ય એમનાં હસતા ભાળ્યા શ???..દહ વરહ પહેલા ગાદી એ બેઠા ત્યાર હું બોલ્યા તા???? દેશ ન આગળ લઇ જાસુ……….અલ્યા રાજ્ભાઈ……મુ’ન યાદ સ ક – એ વખતે પેટ્રોલ નો ભાવ મારો બેટો- ૩૩ રૂપિયા હતો અને ન આ’જ ૭૦ રૂપિયા થ્યો સ…….! અને ભઈ…..જ્યાં જુઓ ત્યાં કૌભાંડ જ કૌંભાંડ……..કલમાડી….કન્મુઝી..( કનીમોઝી) …રાજો…..કોલસા…..ન હું બાકી રહ્યું ભઈ……????? હારા …દેશ ન ગળી જહી……..ન પા’શા …..અમારી દશા સુધારવા નેક્લ્યા શ……!

હું બોલ્યો- ” છગનભાઈ શું કરીએ??? ચાલ્યા કરે…..એમાં એટલા બધું ટેન્શન નહી લેવા નું……ભાઈ….! ઘંટી નું પૈડું આમ ફરે કે તેમ – પિસાવા નું તો આપણે જ છે……જુઓ ને- આટલી બધી મોંઘવારી વધી….પેટ્રોલ ડીઝલ….અને હવે તો ગેસ ના ભાવ પણ વધ્યા…..પણ આપણો પગાર ક્યાં વધે છે???? ”

છગનભાઈ ઉવાચ- ” ચ્યમ …હું કરીએ એટલે??? બસ …અમાર જ ઘંટી મા બેહી રે’વા નું???? મારા હા’રા ચોરો – બધું લુંટી જ્યાં…..અન ..અ જેલ મા થી સુ ટી એ જ્યાં……ન આપર જ મરવા નું????? અન ન નવાઈ ની વાત તો હાંભળો……દેશ ન પૈસા મા ઉઠાળ્યો…એ ભઈ ..રાષ્ટ્રપતિ થઇ જ્યાં શ…….! આપરા ભગતભઈ નો સુરીયો દોડ્યો ‘તો….પેલું ઘર નું ઘર લેવા……..મફત નું….તે ભઈ ડેલી એ થપ્પો મારી પાશા આયા…..ખબર પડી ક આ’ તો હથેળી મા થૂંકી ને સુરજ બતાવવા ની વા’ત શ…..! અન..અ એથી એ મોટો મજાક હોમભ્ડ્યો????

હું બોલ્યો- “કયો???”

છગનભાઈ ઉવાચ- ” પેલાં કોમ્પ્યુટર ના ડબલા નો……એ….ન …હું કે’વાય શ??? હમમમ…..લેપટોપ ભઈ……! અલ્યા બધા ન મફત આલ્વા ન શ……..! ના….ના…..હું પુશું શું…..એ ડબલા ના પૈસા ચ્યાં થી આવવા ના….??? પેલાં ટેલીફોન ના – ન -પેલાં કોલસા ની ખાણોમાંથી જ ન……લે વાણિયા …તારા ન જ તારા……..! મારા હારા ….ગુજરાતી ઓ ન ગાંડા હમજ શ???? ભઈ…એમ કાંય લોકો પટ એમ નથી………એ તો બધા કાગડા ન જાણ શ……..! મે તો તરી કાકી ન કીધું જ શ…….ક આવા ચોરો વોટ માંગવા આવ તો- હારા ઓ ન પકડી પકડી ન – દેશ ના પૈસા પાછા માંગજો…….છોડતા નઈ……..!  હારા ન પોતાની દિશા ખબર નથી…….ખાડા મા જાંય શ ક કુવા મા…..જાણતા નથી ન મ’ ન……ના …..ના…..મ’ન – છગન ભઈ ન દિશા બતાવવા નિકળ્યા શ……! પેલાં…..અમારા પૈસા પાશા આલા……પછી આગળ વાત કરો…….!

હું તો સાંભળી જ રહ્યો……..છગનભાઈ નો આક્રોશ કદાચ એકલા નો ન હતો- એ બધા નો હતો. છેલ્લા ૧૦ વર્ષ થી દેશ ને શું મળ્યું છે??? મોંઘવારી અને કૌભાંડો સિવાય કશું જ નથી મળ્યું……અને એમાં ય આપણા માધ્યમ વર્ગ ની સ્થિતિ તો એવી છે કે – પેટ્રોલ ભલે ૭૦ નું થાય પણ ૫૦ નું પુરાવી ને એમ જ સંતોષ માણવા નો કે- આજ થી પાંચ  વર્ષ પહેલા પણ ૫૦ નું પુરાવતા હતા અને આજે પણ એટલા નું જ પુરાવી એ છીએ……..! છગનભાઈ ની વાત- કે પ્રજા ની દશા અને દિશા સુધારતા પહેલા રાજકીય પક્ષો એ પોતાની દશા અને દિશા સુધારવા ની જરૂર છે…….દેશ – હવે કદાચ વધુ સમય આ બધું સહન નહી કરે……અને એમને બળજબરી પૂર્વક સુધારાય – એ પહેલા જાતે જ સુધરી જાય તો ફાયદો એમને જ છે…..

બાકી- છગનભાઈ સાથે આપણા બધા ની લાગણી ઓ જોડાયેલી છે……..અને સત્ય – એ હમેંશા સત્ય જ રહે છે. આપણા મહાજાતિ-ગુજરાતીઓ એ દુનિયા ને દિશા બતાવી છે…..અને પોતે જ પોતાની દશા સુધારી છે….દેશ-દુનિયા ની દશા સુધરી છે…… અમને કોઈ ની સલાહ ની કે દિશા ની જરૂર નથી. થપ્પડો બહુ ખાધી પણ એટલી તાકાત પણ છે કે – આંગળી ના એક ઈશારે બ્રહ્માંડ ને હલાવી દઈએ……..

થોડામાં ઘણું સમજો ભાઈ……

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s