Raj Mistry's world

Me,my stories and world around….

બરફી, બર્ગર..હરિ અને ઘણું બધું……..

Leave a comment

હમમમ…..! હું કોઈ ફિલ્મ નો રીવ્યુ નથી લખવા નો…..પણ હા મારી લાગણીઓ જરૂર થી રેડવા નો છું. ગઈકાલે હું બરોડા હતો અને સાંજે ઘરે આવ્યો ત્યારે મન મા હતું જ કે, આજે રીના ને લઈને ક્યાંક ફરવા જવું. પણ ક્યાં? એ ખબર નહોતી. મિત્ર કાર્તિક ના પ્રોગ્રામ અને લોકવાર્તા ઓ ને આધારે અમે પણ એક સગવડીયો પ્લાન બનાવ્યો. આમેય જીવન સગવડિયું જ છે…સંબંધો કદાચ એનાથી પણ વધારે સગવડિયા છે……..! તો ફિલ્મ જોવા નો પ્રોગ્રામ  બનાવ્યો- પસંદગી હતી- બરફી……સ્વાભાવિક જ છે..કારણ કે મને બરફી ખાવાની ખુબ ગમે છે અને આ તો ફિલ્મ હતી, જેમાં મારા પસંદગી ના કલાકારો હતા.. આથી આ મોકો છૂટી જાય એ તો શક્ય જ ન હતું. ઓનલાઈન બુકિંગ માટે મથ્યો અને જોયું કે બધું જ ફૂલ…..છેવટે- બીગ સિનેમા મા છેક પ્રથમ રો મા બેસી ને જોવાની ટીકીટ મળી( ૧૭૦+૨૫ રૂપિયા વધારા ના…ઉફ્ફ)……..ચાલો હરિ નો આભાર- કારણ કે પ્રથમ રો- ને કારણે તમે કલાકારો ના મો પર પ્રદર્શિત થતી લાગણી ઓ વધુ સુસ્પષ્ટ જોઈ શકો….અને આ તો બરફી હતી ભાઈ…..! જમવાનું- તો ભૂલાઈ જ ગયું આથી એ પણ બીગ સિનેમા મા જઈ લેવામાં આવ્યું…..એ પણ મારું માનીતું બર્ગર…! બર્ગર ની એક ખાસિયત છે કે- એમાં તમે ઘણા બધા પ્રયોગો કરી શકો છો…..અને અમે પણ એ જ કર્યું…..ફિલ્મ શરુ થઇ એના દસ મીનીટ મા જ બર્ગર મળી ગયું…..અને શરુ થયું- બરફી..બર્ગર…હાસ્ય…આંસુ……ઓ નું અસ્ખલિત કોમ્બીનેશન…! હું આમ તો ભાગ્યે જ રડતો હોઉં છું પણ ફિલ્મો દેખતી વખતે કરુણ દ્રશ્ય મા મારા આંખ મા આંસુ સહજ આવી જાય છે…..મને યાદ છે- “મા વિના સુનો સંસાર” ગુજરાતી ફિલ્મ- જે હું નાનો હતો ત્યારે જોવા ગયો હતો અને ફિલ્મ શરુ થઇ અને એ પૂરી થયા બાદ ઘરે પહોંચ્યો- ત્યાં સુધી હું રડ્યો હતો…. 🙂

તો- બરફી- એના કલાકારો પ્રમાણે….દિગ્દર્શક ના નામ( અનુરાગ બાસુ- કેન્સરગ્રસ્ત છે…છતાં થાક્યા કે હાર્યા નથી…) પ્રમાણે દમદાર જ છે…..રણબીર કપૂર -મોર ના ઈંડા જેવો છે- કે જેણે ચીતરવા ની જરૂર નથી પડી…બરફી તરીકે એ વહેતો જ જાય છે….કહેવત છે કે ” મૌન મા શબ્દો કરતા હજાર ઘણી તાકાત હોય છે” અને અદ્દલોઅદ્દલ્ એ અહી જોવા મળે છે. ઝીલમીલ નો એ લહેરાતો ચહેરો ( અદભુત…અદભુત……)કે મીસીસ સેનગુપ્તા નું મનોમંથન…….લાગણીઓ ની માયાજાળ એટલી અદભુત છે કે – જો તમે સમજી શકો તો- તમે એમાં વહ્યા વગર ન જ રહો…..! મને એક પ્રસંગ યાદ રહી ગયો…..ઝીલમીલ પ્રથમ વાર પોતાના દાદા ને છોડી ને નાના ના ઘરે જાય છે અને- દાદાજી જે રીતે રડે છે…..! ખરેખર હૃદયસ્પર્શી હતું….. !અદભુત ફોટોગ્રાફી…..અદભુત વાર્તા….અદભુત સંવાદ ..અને આગળ કહ્યું તેમ……અદભુત કલાકારો …..અદભુત દિગ્દર્શન……અદભુત અદભુત……! વાર્તા તો કહેવી નથી કે- તમને ગમશે કે નહિ ગમે- એ નથી કહેવું પણ- એના આધારે જીવન ના અમુક સંદેશ……

  • બસ ખુશ રહો……હરપળ….હરક્ષણ , ખુશ રહો..સુખી હો કે દુખી હો- પણ ખુશ રહેવું એ તમારા હાથ ની વાત છે, તમને તમારી મરજી વગર કોઈ સુખી કે દુઃખી ન કરી શકે……યાદ રાખો.
  • સ્વાર્થ ને તિલાંજલિ આપો- જીવન મા બીજા ના સુખ માટે…એના ભલા માટે પ્રથમ વિચારો….તમારા પ્રયત્નો થી અન્ય ની આંખો મા ચમક આવે…એ ખુશ થાય તો તમે સફળ…..તમારું જીવન સફળ….
  • પ્રેમ- અદભુત ચીજ છે…..વેદ-શાસ્ત્રો-ઉપનીષદો અને સ્વાનુભવ ની વાત છે…હજારો વખત ચર્ચાયેલી છે. યાદ રાખો- સાચો પ્રેમ- શુદ્ધ પ્રેમ- તમને ક્યારેય સ્વાર્થી નથી બનાવો……આથી તો શાસ્ત્રો મા કહ્યું છે કે ” પ્રેમીજન ને વશ પાતળીયો …..” હરિ સુધી આના થી જ પહોંચાય…….
  • કોઈનું સારું થતું હોય તો- આપણે બે થપ્પડ ખાઈ લેવી…..ટૂંક મા “ખમવું” અને યોગીજી મહારાજ ની ભાષામાં કહું તો- “કટ” વળી જવું……..
  • લાગણીઓ ને- બસ વહેવા દો………એને દબાવી ન રાખો…..શું થશે..શું થશે? એમ વિચારી ને જીવન ની અમુલ્ય ક્ષણો..તકો અમ જ ન ગુમાવો…….સમય કદાચ ફરીથી આવે ન આવે…..!

તો- શું કહેવું વધારે??? હૃદય સ્પર્શી..જીવન સ્પર્શી ફિલ્મ છે- અને હૃદય થી કહું છું કે- એક વાર તો જોવી જ જોઈએ……! અને મને યાદ આવે છે- મારા ગુરુહરિ- પ્રમુખ સ્વામી મહારાજ ની વાત- “નમવું-ખમવું-ઘસાવું અને અનુકુળ થવું” આ ચાર વાત જેણે જીવન મા અપનાવી છે……એ સદાય જીત્યા જ છે……આખરે આપણે કરી કરી ને શું કરવા નું છે? તમે આજે સ્વીકારો તો યે …કાલે સ્વીકારો તો યે….કે અનંત કાલે સ્વીકારો તો યે…..મન-હૃદય-આત્મા ની પરમ શાંતિ અને સુખ- એ જ મોક્ષ- અને એ જ મોક્ષ – આપણા બધાના જીવન નો ધ્યેય છે, અને એને જ પ્રાપ્ત કરવા નો છે. જીવન ની હર એક પલ ને માણવા ની સાથે એમાં થી મોક્ષ નો અર્થ શોધી લેવો- એ મારું કામ છે………

તો ઉપાડો- બરફી..બર્ગર અને ઘણુંબધું……..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s