Raj Mistry's world

Me,my stories and world around….

“શીઘ્ર” કવિ…….

Leave a comment

કવિતા અને કવિઓ ની દુનિયા નિરાલી હોય છે. શબ્દો ની ગૂંથણી દ્વારા જડ-ચેતન ની લાગણી ઓ ની વાચા આપવા ની એમની આવડત અદ્રિતીય છે. તમે તમારા હૃદય નું વધારે સાંભળો છો કે મગજ નું…?? એ નક્કી કરવું હોય તો- તમારા મા કવિતા રચવા ની આવડત કેટલી છે? એ પહેલા નક્કી કરો કારણ કે હૃદય અને કાવ્ય- હમેંશા સાપેક્ષ મા ચાલે છે…….અને એનો એ પણ મતલબ નથી કે – બધા કવિઓ – મગજ નથી “વાપરતા”…..!! મને પણ નાનપણ થી કવિતા પઠન અને રચના નો શોખ લાગેલો જે આજ સુધી પણ કાયમ છે. જીવન મા રીના ના પ્રવેશ પછી- જાણે કે આ શોખમાં વસંત પુરબહાર મા ખીલી…..આથી મારી રચનાઓ વધી….એનો શૃંગાર અને રસ પણ વધ્યો…..જો કે રીના ને એ બધા કાવ્યો ન ગમ્યા….એ પડદા પાછળ ની વાત છે… 🙂

હવે કવિ તો બની ગયા પણ એમાં પણ ઘણા પ્રકારો છે……કવિ ના પ્રકારો- કવિતા રચવા ની ઝડપ, કવિતા નો પ્રકાર( હાઇકુ,વીર રસ વળી, પ્રણય કે વિરહ રસ વગેરે વગેરે….) ….જે હોય તે…આપણે વધારે ઊંડા નથી ઉતરવું, કારણ કે……

” કવિતા -કવિ ના સંબંધો મા ક્યાંક એમ જ ઊંડા ઉતરી ન જવાય…..

રસિક માર્ગ પર , શબ્દો ની માયાજાળ મા ક્યાંક એમ જ ભટકી ન જવાય…..”

(  વાહ..વાહ…..) આ પથ – ઘણો જ વિકટ છે….આપણું સાહિત્ય કહે છે કે – આપણા- ગુજરાત ના  સર્વ પ્રથમ કવિ નરસિંહ મેહતા હતા અને તમે એમની રચના ઓ વાંચો તો ખબર પડે કે – આજ થી ૫૦૦ વર્ષ પહેલા રચાયેલી – એ રચનાઓ આજે પણ એટલી જ તાજી લાગે છે…..કેમ ન હોય- ભક્તિ નો રંગ જ એવો છે……તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયે તો ગુજરાતી, હિન્દી,વ્રજ અને સંસ્કૃત ભાષા ને ઉત્તમ ભક્તિ પદો- રચના ઓ કવિતા ઓ આપી…….પ્રેમાનંદ,નિષ્કુળાનંદ,બ્રહ્માનંદ,દેવાનંદ,મુક્તાનંદ,શતાનંદ જેવા અતિ વિદ્વાન સંતો એ આપણી દિશા અને દશા બેઉ બદલ્યા…..એક હરિ સાથે જોડ્યા અને મોક્ષ નો માર્ગ બતાવ્યો…!

પણ- જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ -કવિઓ કંગાળ થતાં ગયા અનિમના દ્વારા રચાતી રચનાઓ – માત્ર પ્રેમ,વિરહ,વ્યથા ના રસ પૂર્તિ કાજે જ સીમિત રહી ગઈ….કલાપી,મેઘાણી,મરીઝ, ઉમાશંકર જોશી, સુરેશ દલાલ, શૂન્ય પાલનપુરી, આબિદ ટંકારવી, સુન્દરમ કે સિતાંશુ યશચંદ્ર……. વગેરે વગેરે ની રચનાઓ અદભૂત રહી…પણ વાચકો નો રસ અત્યંત સીમિત, કોલેજ અભ્યાસક્રમ પુરતો જ રહ્યો…..! તો અમારા જેવા કેટલાક – મન મા આવે એમ પોતાની કવિતા ઓ લખી – કાવ્ય ના સ્તર ક્યારેક ઊંચું તો ક્યારેક નીચું કરતાં રહ્યા. અને ક્યારેક કયારેક “શીઘ્ર” કવિતા ઓ પણ રચી…..શીઘ્ર કવિ – એટલે કે કોઈ પૂર્વ તૈયારી વિના , માત્ર શબ્દો-સ્થળ ને ત્વરિત પકડી – રસપ્રદ કવિતા ઓ રચનાર કવિ……..! બ્રહ્માનંદ સ્વામી, કલાપી કે મેઘાણી વગેરે પ્રખ્યાત શીઘ્ર કવિઓ હતા……..જો કે એમનાં સ્તર સુધી આપણી જાત ને લઇ જવા નો ખયાલ માત્ર- હાસ્યાસ્પદ છે. છતાં….મે “શીઘ્ર”રચેલી એક બે રચનાઓ તમને વાંચવું…..

“સ્તરે સ્તરે વિસ્તરતી જશે આ વ્યથા હતી કોને ખબર ?
બોલ્યા વિના લખાઈ જશે એક કથા કોને ખબર?
ન અમે હતા નાયક કે ન હતી કોઈ રંગ ભૂમિ……
ભજવવા પડશે આટલા ચરિત્ર ..કોને ખબર???
બસ રહેવું હતું નેપથ્ય મા , પણ રંગ ની શી જુબાની….
છલકાઈ ગયા અમસ્તા કે ઉભરાઇ ગયા..કોને ખબર?
હશે”રાજ” જીવન ના આ પણ કંઇક રંગ કાચા પાકા ….
રંગાવું પડશે પુરા કે અધૂરા, કોને ખબર???

ઉપર ના કાવ્ય ની પ્રથમ પંક્તિ મને મિત્ર જનકભાઈ એ મોકલી હતી અને કહ્યું કે આને પૂરી કરો…….આપણો મૂડ સારો હતો અને -બસ ફળ તમારી સમક્ષ છે……..તો, એવી જ એક રચના………

“પ્રણયના દરિયાને કિનારા નથી હોતા, એમાં સફર કરનારા બધા મરજીવા નથી હોતા,

પ્રેમના પુરાવા ચાહે લાખ માગે જમાના, પણ રેત પર ચાલનારના ક્યારેય નિશાના નથી હોતા…

સમજાય છે શું ,પ્રેમમાં એ કોઈ સમજતું નથી, છતાં એ ડગર પર ચાલનારા કમ નથી હોતા,

માગે છે અમૃત બધા પણ ઝેર મળતું,છતાં હસતા હસતા એને પીનારા દુનિયા માં ખતમ નથી હોતા……

ખિદમત ખુદાની ક્યારેય કમ નથી થાતી,ભલેને કંટક લાખ પથ કેરા મળતા,

હામ હૈયાની ભરી,  પળે-પળ પ્રેમ કાજ કંટક ને ફૂલ ગણી ગુજર નારા કમ નથી હોતા…

છે આશ અનંત સફરના સુખદ અંતની, ચાહે જમાનો સાથ દે ના દે,એક પળ પણ,

મન હૃદય એક જો હોય”રાજ” ,તો ભગ્ન જહાજ ને પણ ડુબાડનારા દરિયા નથી હોતા……”

તો , આ રચના પણ બસ દસ મીનીટ મા લખાઈ હતી……….

તો કહેવાનું શું??? બસ લાગણી ઓ ને પ્રવાહિત રાખો અને સાથે એને શબ્દોમાં ઢાળતા શીખો. આખરે વર્ણવી શકાય એ જ લાગણી…….કારણ કે એને બીજા ના હૃદય સુધી પહોંચાડવા ની છે, અને એના માટે જ કવિ-હૃદય જરૂરી છે. મને કયારેક કયારેક લાગે છે કે – જો કવિઓ ન હોત તો આપણે કદાચ ઉત્ક્રાંતિ જ ન કરી હોત……..!

સાથે રહેજો……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s