Raj Mistry's world

Me,my stories and world around….

પૂ.બ્રહ્મવિહારી સ્વામી અને ગુરુ શિષ્ય ઋણાનુબંધ

1 Comment

તો , આ પહેલા ની મારી પોસ્ટ –પૂ.બ્રહ્મવિહારી સ્વામી અને power of imagination પણ બેપ્સ સાધુ ઓ ના અદભુત વિદ્વતા અને અનુભવ વાણી પર જ આધારિત હતી. આજે સવારે થી જ હું થનગની રહ્યો હતો કારણ કે- પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા અત્યંત , પ્રખર વિદ્વાન સંત અને તેમની મનમોહક, હૃદયસ્પર્શી પ્રવચન નો લાભ- AMA hall મા દર વર્ષ ની જેમ મળવા નો હતો. empowering relationship ના નેજા હેઠળ આ વર્ષે પણ અઠવાડિયા સુધી , વિવિધ વિદ્વાન સંતો- તત્વજ્ઞાન ની અદભુત વાતો કરવા ના હતા. જાણીતા ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ ના આ પ્રયાસો હવે રંગ લાવે છે.

તો, જીવન ના અ અદભુત પ્રસંગ ને અનુભવવા – હું અને રીના લગભગ ૪.૩૦ વાગ્યા ના ( સાંજે ૬.૩૦ પ્રવચન હતું) હોલ મા ગોઠવાઈ ગયા હતા. જો કે અમે એકલા ન હતા અને એ પણ જ્ઞાત હતું કે- જો અડધો કે પોણો કલાક પણ મોડા આવ્યા હોત તો- ઉભા ઉભા કે નીચે બેસી ને પ્રવચન સાંભળવા નો વારો આવ્યો હોત…..અને હમેંશ ની જેમ જોત-જોતામાં તો સમગ્ર હોલ-સીટ વચ્ચે ની જગ્યાઓ- અન્ય હોલ્સ પણ બધા ઉભરાઇ ગયા….અને લોકો મા તાલાવેલી એવી હતી કે -વારંવાર ની જાહેરાત છતાં લોકો એ ઉભા ઉભા -ભીડમાં પણ ઉભા રહેવાનું પસંદ કરી -પ્રવચન નો લાભ લીધો…..

P.Brahmvihari swami at AMA hall.

અને સમયસર- શરુ થયું- પુ.બ્રહ્મવિહારી સ્વામી નું અદભુત પ્રવચન….અસ્ખલિત પ્રવચન…..! વિષય હતો- ” ગુરુ શિષ્ય ઋણાનુબંધ અને તેની મહત્તા” – વિષય એવો હતો કે સ્વામીનારાયણ સંપ્રદાય – જેના પર ઉભો છે….ઇતિહાસ પળેપળ -બસ આ વાત નો જ સાક્ષી છે. ભક્ત અને ભગવાન..ગુરુ અને શિષ્ય …અદભુત સંબંધો છે. વળી, શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા , આ જ ગુરુ-શિષ્ય પરંપરા પર રચાયેલી છે. વક્તા તરીકે – પુ. બ્રહ્મવિહારી સ્વામી હોય- પછી તો વાત જ શી કરવી? શરૂઆત જ અદભુત થઇ…બ્રહ્મવિહારી સ્વામી નું જયારે ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે -તેમણે પોતાના પહેલા એ પુષ્પ- પોતાના ગુરુ -પ્રમુખ સ્વામી મહારાજ અને ઇષ્ટદેવ સ્વામીનારાયણ ભગવાન ને અર્પણ કર્યા પછી સ્વીકાર્યા…સમગ્ર સભા પ્રભાવિત થઇ ગઈ….!

પછી – એમને પોતાનું પ્રવચન શરુ કર્યું…..સતત બે કલાક સુધી એકધારા એ વરસતા રહ્યા અને શ્રોતાગણ – ચુપચાપ-તાળીઓ ના ગડગડાટ સાથે એમનો સાથ આપતા રહ્યા…..જુઓ એના અમુક અંશ….

  • મનુષ્ય ના જીવન મા સંબંધો જ તેને કંઇક ઓળખાણ આપે છે….એકલતા -ક્યારેક તમને જોડે છે તો ક્યારેક તોડે છે…આથી સંબંધો અગત્ય ના છે- પણ એમને સમજવા અને નિભાવવા મુશ્કેલ છે.
  • સંબંધો મા નવો દ્રષ્ટિકોણ જરૂરી છે….અન્ય સંબંધો થી ગુરુ શિષ્ય નો સંબંધ નિરાળો છે કારણ કે ગુરુ શિષ્ય ને ધરતી પર જ સ્વર્ગ રચવાનું શીખવાડે છે….જો તમે કોઈના થી પણ સકારાત્મક પણે પ્રેરિત થવાનું જાણો છો તો તમે આજીવન શિષ્ય છો…..
  • ઉપનિષદ ( ની નજીક બેસવું) એ ગુરુ નું સ્વરૂપ જ છે…..ગુરુ ની પ્રગટ હાજરી તમને મોટા મોટા પ્રશ્નો થી બચાવે છે….જીવન-સમાજ-દુનિયામાં મોટા મોટા બદલાવ લાવે છે…
  • શિષ્ય બનવા માટે જરૂરી છે- વિશ્વાસ પાત્રતા અને ગુરુ માટે જરૂરી છે – સત્ય પાલન….ગુરુ શિષ્ય સાથે મળી ને સંપૂર્ણ થાય છે. અને ગુરુ ની આજ્ઞા – પૂર્ણ શ્રધ્ધા થી પાળવામાં આવે ત્યારે શિષ્ય નો જન્મ સફળ થાય છે…પૂર્ણ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે…..
  • યોગીજી મહારાજ નો એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ની અનન્ય નિષ્ઠા….પ્રમુખ સ્વામી મહારાજ નો- એમના ગુરુ યોગીજી મહારાજ મા અતુટ વિશ્વાસ…આજે ૧૦૦૦ થી વધારે મંદિરો- ૯૦૦ થી વધારે સંતો અને બે અક્ષરધામ મા દેખાય છે…..છતાં- પ્રમુખ સ્વામી મહારાજ આ બધા નો શ્રેય- એમના ગુરુ ને જ આપે છે….એ અદભુત છે.
  • પ્રમુખ સ્વામી મહારાજે – એમના શિષ્યો ના કલ્યાણ-સુખાકારી માટે સમગ્ર જીવન ઘસી નાખ્યું છે…..કિરણ પીઠવા નો પ્રસંગ હોય કે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયર ના અર્ધ ગુજરાતી તંત્રી રોનેલ પટેલ ની વાત હોય…….સ્વામીશ્રી એમના એક સ્વજન થી યે અધિક વર્ત્યા છે અને એના કારણે- આજે હજારો હરિભક્તો- પોતાના ગુરુ -પ્રમુખ સ્વામી માટે હસતા હસતા સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે….
  • ગુરુ – પોતાના શિષ્ય ને મોક્ષ નો માર્ગ બતાવે છે…..અને બસ એટલા થી નથી અટકતા- પણ ભગવાન નો તાદ્રશ્ય અનુભૂતિ પણ કરાવે છે…..બહેરીન મેડીકલ સેન્ટર ના ડૉ.ફૈઝલ ઝીયા હોય કે આપણા જગ વિખ્યાત રાષ્ટ્રપતિ ડૉ.કલામ હોય…એમણે પ્રમુખ સ્વામી મા ભગવાન નો અનુભવ કર્યો છે…..
  • આમ ગુરુ – માઈક્રો લેવલે – શિષ્ય ના સુખાકારી માટે વર્તે છે- જે શિષ્ય ના જીવન મા મેક્રો લેવલે જોવા મળે છે….સાચો ગુરુ -શિષ્ય ના જન્મ અને મરણ બન્ને મા સાથે હોય છે…..સાચો માર્ગ દર્શક હોય છે…..અને બધાને સપ્રેમ સ્વીકારે છે…..

………..પુ.બ્રહ્મવિહારી સ્વામી -નું પ્રવચન એટલું અદભુત હતું કે- સમગ્ર શ્રોતાગણ- એમના લય મા એકરસ થઇ ગયા હતા. અદભુત ઉદાહરણો……અને ઝીણી ઝીણી વિગતો નું અદભુત નિરૂપણ- સ્વામી ની ખાસિયત છે. ખરેખર – બ્રહ્મવિહારી સ્વામી ને આ રીતે સાંભળવા એક અવિસ્મરણીય લ્હાવો જ છે. બેપ્સ ના સંતો- ભગવાન સ્વામીનારાયણ ના અદભુત સંત-પંક્તિ સમાન જ શ્રેષ્ઠ છે…વિદ્વાન છે…….આ બધું ભગવાન ના રાજીપા વગર શક્ય જ નથી……પ્રમુખ સ્વામી મહારાજ – મા આજે સ્વામીનારાયણ ભગવાન સાક્ષાત બિરાજી ને જાણે કે સત્સંગ નો ચો તરફ પ્રસાર કરાવી રહ્યા હોય એવું લાગે છે….

અંતે- બ્રહ્મવિહારી સ્વામી એ શ્રોતાઓ ને -પુ.ડોક્ટર સ્વામી એ , એમને આપેલા આદેશ મુજબ- ગુરુ ને, માતા-પિતા ને રોજ કઈ રીતે પંચાંગ પ્રણામ કરવા જોઈએ….એ જાહેરમાં કરી બતાવ્યું……! તેમનું, આટલું બધું નિર્માની પણું જોઈને સમગ્ર સભા ઉભી થઇ ગઈ અને તાળીઓ નો જોરદાર વરસાદ લાંબા સમય સુધી અસ્ખલિત વરસતો રહ્યો……!

ગૌરવ છે મને- મારા સત્સંગી હોવા પર…..મારા ઇષ્ટદેવ શ્રી સ્વામીનારાયણ ભગવાન પર….મારી અદ્રિતીય ગુરુ પરંપરા પર….મારા પ્રગટ ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પર અને આવા અદભુત સંતો પર………કે જેમના ઉચ્ચ આચાર,વિચાર, આચરણ અને ચારિત્ર્ય દ્વારા શરણાગતો નું કલ્યાણ કરી રહ્યા છે…..

જય સ્વામીનારાયણ……

રાજ

One thought on “પૂ.બ્રહ્મવિહારી સ્વામી અને ગુરુ શિષ્ય ઋણાનુબંધ

  1. very nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s