Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૩૦/૦૯/૨૦૧૨

Leave a comment

સ્વામિનારાયણ…સ્વામિનારાયણ……સ્વામિનારાયણ…..સ્વામિનારાયણ…….

સ્વામિનારાયણ……સ્વામિનારાયણ……સ્વામિનારાયણ…….સ્વામિનારાયણ…….

તો સૌને- હૃદય પૂર્વક ના જય સ્વામિનારાયણ……! ગઈકાલ ના પૂ.બ્રહ્મવિહારી સ્વામી ના અદભૂત પ્રવચન ની અસર હજુ ઉતરી નથી……કેફ એટલો જ છે…..જોમ એટલો જ છે અને નિષ્ઠા એટલી જ બળવત્તર છે…..! આજે રવિવાર એટલે કે – હૃદય-મન-આત્માને રીચાર્જ કરવાનો સમય. રવિસભા ની તાલાવેલી વધતી જ જાય છે. હવે સવારે સ્વામીશ્રી , હરિભક્તો ને દર્શન આપવા બહાર નથી આવતા….કારણ નાદુરસ્ત તબિયત, પણ હરિભક્તો ની નજર કે ઉત્કંઠા સહેજ પણ ઓછી થતી નથી. રવિસભા, પણ હમેંશ ની જેમ ભરપુર જાય છે….આથી જયારે હું સમયસર મંદિરે પહોંચ્યો ત્યારે બાઈક પાર્કિંગ કરતાં કરતાંથાકી ગયો……હરિભક્તો નું જાણે કે કીડીયારું ઉભરાયું હતું. જેમ તેમ માર્ગ કરી ને – મંદિરે રોજ ની જેમ દર્શન કર્યાં…….ઠાકોરજી, ના વાઘા અદભૂત હતા અને વળી આજે પૂનમ હતી….આથી એમની શોભા પૂર્ણ ચંદ્ર ની જેમ મનમોહક અને સંપૂર્ણ હતી……

સ્વામિનારાયણ…..સ્વામિનારાયણ……

સભામાં ગોઠવાયા ત્યારે સંતો ના સ્વરે- ધૂન્ય ચાલી રહી હતી….પછી સંસ્થા નું પ્રખ્યાત કીર્તન ” સ્વામી ગુણાતીતાનંદ આજ…..આવી ને અઢળ ઢળ્યા…..” ત્યારબાદ ” જય સહજાનંદ….જય ઘનશ્યામ ….” કીર્તન રજુ થયું.  કીર્તન આરાધના પછી- સંસ્થાએ – હરિભક્તો-ગુણભાવી- સામાન્ય લોકો માટે- ભગવાન સ્વામિનારાયણ ની ઓળખાણ કરાવતું- એમનાં જીવનચરિત્ર ને દર્શાવતી એક ડીવીડી લોન્ચ કરી છે એના વિષે વિસ્તારપૂર્વક જણાવવા મા આવ્યું…..એની થોડીક જાણકારી….

  • ડીવીડી- અને મનમોહક પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ આ પ્રકાશન નું નામ છે….” ભગવાન સ્વામિનારાયણ- દિવ્ય જીવનદર્શન ” જે ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે…..ડીવીડી લગભગ ૧૦૦ રૂપિયા ની છે…….
  • ૧૫-૧૭ વર્ષ ની એકધારી મહેનત દ્વારા જગ પ્રસિદ્ધ ચિત્રકાર- શ્રી વાસુદેવ કામત દ્વારા શ્રીજી ના વિવિધ જીવન પ્રસંગો ને આબેહુબ ચિત્રો મા વર્ણવવા મા આવ્યા છે…..એક દમ ઝીણી ઝીણી વિગતો- એમાં દર્શાવવા મા આવી છે……હેતુ એટલો કે માત્ર બે કલાક મા – જોનાર/વાંચનાર ને શ્રીજી મહારાજ ની મહત્તા ની ઓળખાણ થાય……જુઓ નીચેનું ટ્રેલર……

હરિભક્તો માટે આનાથી મોટી કઈ ભેટ હોઈ શકે? મારી પાસે આ ડીવીડી – લગભગ ૧૦ દિવસ થી છે અને – એને જોઈને મને જે આત્મ સંતોષ થયો છે- તે અવર્ણનીય છે……..તમે પણ વસાવો- પોતાના સ્વજનો ને ભેટ મા પણ આપી શકો…….

ત્યારબાદ- પૂ. ડોક્ટર સ્વામી નું અદભૂત,તેજસ્વી, ધારદાર પ્રવચન શરુ થયું……….વચનામૃત લોયા નું ૫ મુ…..”ઇન્દ્રિયો અને અંતઃકરણ નું જીત્યા નું….” વચનામૃત ના આધારે – સ્વામી એ સમગ્ર સભા ને જાગૃત કરી નાખી….સત્સંગ મા પાકા થવાય એ માટે શું જરૂરી છે? સત્સંગ મા ત્યારે જ પાકા થવાય જયારે કે – સત્સંગી મા ગુણ-ગ્રાહી પણું આવે….દત્તાત્રેય ભગવાન ની જેમ ….ભગવાન અને સંતો ના ચરિત્ર મા એ ગુણ જ જુએ…..તો એનું કલ્યાણ થાય……! આ સિવાય…ડોક્ટર સ્વામી ના અદભૂત પ્રવચન ના અમુક અંશ……

  • લૌકિક દુનિયા ના સુખ કે માન- આપણા માટે કશા કામ ના નથી- પણ જયારે ભગવાન અને સંત તેની સાથે જોડાય- ત્યારે જીવ- લૌકિક દુનિયામાં રહ્યા છતાં- બ્રહ્મ રૂપ થાય છે…..
  • સંતમાં- ભગવાન ના ચરિત્ર મા અવગુણ ન લેવો….પણ ગુણ જ જોવા. બેપ્સ ના ૯૮૦ સંતો- એક એક થી ચઢીયાતા છે…..પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી ને આવ્યા છે…….એક જમાનો હતો કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પાસે કશું જ ન હતું- આજે એમનાં તપ-સંકલ્પ ને પ્રતાપે આજે સંસ્થા સર્વોચ્ચ છે….એનું મહત્વ જાણીએ- સમજીએ…..અને મોક્ષ ને પામીએ….
  • સંસ્થા ની હોસ્પિટલ સાથે સંકળાયેલા પ્રખ્યાત સર્જન- ડૉ. દીપક ભાઈ એ – પૂ. આચાર્ય સ્વામી( જે પૂર્વાશ્રમ મા વિજ્ઞાન ના પ્રોફેસર હતા) ના દેહ પર , વગર એનેસ્થ્સિયા એ સર્જરી કરી હતી- અને પૂ.આચાર્ય સ્વામી એ ઉન્હ્કારો માત્ર પણ નહોતો કર્યો- પોતાને આત્મ સત્તા રૂપે માની ને – અસહનીય દુઃખ પણ સહન કરી ગયા હતા….એ જણાવ્યું……! કહેવા નો સાર એટલો કે – આપણા સંતો કેટ-કેટલો ભીડો વેઠે છે- એ આપણ ને ખબર નથી…..દા.ત. અમદાવાદ મંદિર ના કોઠારી સ્વામી ને એક જ આંખ છે….અને વર્ષો થી એ એક જ સમય જમે છે…..રાત્રી ના બે બે વાગ્યા સુધી એ – કાર્યરત રહે છે……..!
  • મુંબઈ મંદિર ના પૂ.કોઠારી સ્વામી – પૂર્વાશ્રમ મા ખુબ જ ભીડો વેઠી ને ભણ્યા હતા અને તે ખો-ખો રમત ના ઉત્કૃષ્ટ ખેલાડી હતા. એકવાર રમત દરમ્યાન હાથ મા મોટું ફ્રેક્ચર થયું અને , તેમને સહેજ પણ ડર્યા વગર કે કોઈ પીડા ના ભાવ બતાવ્યા વગર- દેશી વૈદ્ય પાસે એ તૂટેલા હાડકા ને દબાણપૂર્વક યથાસ્થાને બેસાડી દીધું……આમ આપણા સંતો મનોબળ ના ત્યાંત મજબુત છે- દેહ ના સુખ કે ભીડા ની પરવા કર્યાં વગર – શ્રીજી સ્વામી અને પ્રમુખ સ્વામી ની આજ્ઞા  મા સદાયે તત્પર રહે છે….
  • હિમાંશુ નામનો એક રાજસ્થાની બાળકે- પોતાની સ્કુલ મા – પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો-નું પઠન કરવાનું ચાલુ કર્યું…..અનેક વિરોધ, અનેક ભીડા છતાં એ ડગ્યો નહી- અને આજે એની મહેનત ને પ્રતાપે- એની સ્કુલ ના દરેક રૂમ મા -પ્રમુખ સ્વામી ની તસ્વીર છે…..સત્સંગ ની વાતો સહજ કરી શકાય છે………! અદભૂત….અદભૂત……..શું કહેવું…આ ઇશક ને????? વળી, રાયસણ સ્વામિનારાયણ સ્કુલ ના એક વિદ્યાર્થી એ નાની ઉંમર મા – ૧૮૦૦ થી વધુ પુસ્તકો વાંચ્યા છે…….આપણા સંતાનો શું કરે છે? આપણ ને ખબર છે?

તો- ડોકટર સ્વામી ના પ્રવચન નો સાર એટલો જ હતો કે- સત્સંગ મા આવ્યા પછી- આપણી નિષ્ઠા દ્રઢ રાખવી, નિર્દોષ બુદ્ધિ રાખવી…અંતઃકરણ શુધ્ધ રાખવું…….મહારાજ સ્વામી પર અનંત વિશ્વાસ રાખવો……ભીડો આવે તો તૂટી ન જાવું…..દયા ની ભીખ ન માંગવી પણ ભગવાન ને પ્રાર્થના કરવી કે – એ ભીડા નો સામનો કરવાનું બળ મળે……..

અંતે- અમુક જાહેરાતો થઇ…….

  • ૪/૧૦/૨૦૧૨-ગુરુવાર ના રોજ- આપણી સંસ્થા ના સ્થાપક પૂ.શાસ્ત્રીજી મહારાજ નું શ્રાદ્ધ છે…..સમગ્ર અમદાવાદ ના હરિભક્તો-નાગરિકો ને આમંત્રણ છે. સવારે ૯.૩૦ વાગ્યે સભા શરુ થાશે…..અને મહાપ્રસાદ ૧૦.૩૦ વાગ્યા થી શરુ થાશે……..
  • ૨ જી ઓક્ટોબર- ના રોજ સાંજે- બેપ્સ યુવા ષષ્ટિ પૂર્તિ મહોત્સવ ના ઉપલક્ષ મા – યુવક-યુવતી મંડળ દ્વારા પગપાળા યાત્રા નું આયોજન થયેલ છે. સાંજે ૪.૩૦ વાગ્યે- વિવિધ ઝાંખી ઓ સાથે આ યાત્રા – સરદાર પટેલ સ્ટેડીયમ , નવરંગપુરા થી નીકળી ને શાહીબાગ મંદિર સુધી જાશે…….
  • સેટેલાઇટ એરિયા ના હરિભક્તો માટે શુભ સમાચાર- પૂ.બ્રહ્મદર્શન સ્વામી- ચાતુર્માસ પ્રસંગે- ૯-૧૩ ઓક્ટોબર સુધી રોજ સાંજે પારાયણ નો લાભ આપશે…….

તો આજ ની સભા- એક તેજસ્વી સભા હતી….સ્વામિનારાયણ અસ્મિતા…..ગુણગ્રાહય પણા ની સભા હતી……તો ઠાકોરજી પાસે- દુઃખ આવે તો રાહત ન માંગો પણ બળ માંગો કે જેથી એ દુઃખ મા પણ હરિ ને સાથે રાખી- એનો સામનો કરી શકાય……યાદ રાખો….સ્થિતિ ગમે તેવી હોય- પણ હરિ- એક પળ પણ વિસરાવો ન જોઈએ………..

સાથે પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના સારા સ્વાસ્થ્ય માટે શ્રીજી ને હૃદય ના ઊંડાણ પૂર્વક પ્રાર્થના……….

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s