Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૭/૧૦/૨૦૧૨

4 Comments

આજે વાતાવરણ મા પલટો દેખાયો…છેલ્લા બે-ત્રણ દિવસ થી અમદાવાદ જાણે કે સોના-બાથ મા પરસેવે ભીંજાઈ રહ્યું છે. આજે વાદળછાયું વાતાવરણ હતું અને લાગ્યું કે મેઘરાજા પુનઃ પધારશે …પણ એ ન થયું..! ખેર….! જે થયું એ થયું….પણ હું સમયસર મંદિર મા પહોંચી ગયો….પ્રેમવતી મા થી મેથી ના ખાખરા લેવાના હતા પણ એ ન મળ્યા…..હવે ફરી કોઈક વાર….

હમેંશ ની જેમ – ઠાકોરજી ના અદભુત દર્શન……આજે સહજાનંદ સ્વરૂપ અદભુત લાગી રહ્યું હતું….શ્યામ-ધવલ વસ્ત્રોમાં સુશોભિત મહારાજ ની મૂર્તિ મનમોહક હતી…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો દ્વારા ધૂન અને કીર્તન ચાલી રહ્યા હતા….” અહોર્નીશ દર્શન દેજો રે……” અદભુત કીર્તન છે…..શ્રીહરિ ને એક પલ પણ ન વિસરવા….સદાયે અખંડ વૃતિ રાખવી- એની વાત આમાં દેખાય છે. છેવટે સત્સંગ ની સાતત્યતા આ જ છે….ત્યારબાદ પૂ.બ્રહ્મ્કીર્તન સ્વામી દ્વારા “સોના ને ક્યાંથી લાગે કાટ ” કીર્તન રજુ થયું. હૃદય ને સોના સરીખું રાખવું…..તો જ એની ચમક- શુધ્ધતા કાયમ રહે છે…..

ત્યારબાદ- સભામાં એક અત્યંત પ્રસિદ્ધ વિદ્વાન અને આપણા સંનિષ્ઠ કાર્યકર હાજર હતા એમના પ્રવચન નો લાભ મળ્યો. એ સજ્જન હતા- ડૉ. જીતેન્દ્ર મેહતા- શ્રીજી મહારાજ ના વખત ના હરિભક્ત -આંબા શેઠ ( ગઢાળી ગામ) ના વંશજ…..આજે અમેરિકા મા જગ પ્રસિધ્દ અવકાશી સંસ્થા NASA મા સીનીયર તજજ્ઞ તરીકે કામ કરી રહ્યા છે….જેમાં એમણે NASA  ના વોયેજર યાન, માર્સ મિશન, અને ભવિષ્ય ના સેટર્ન મિશન ની ટીમ મા અગત્ય ના હોદ્દા પર કામ કરી રહ્યા છે. છતાં એમણે એમના અત્યંત નિર્માની પણા નો અનુભવ કરાવતા પ્રવચન મા કહ્યું કે- કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ અને કૃપા થી એમણે પ્રગતિ કરી….પોતાના સંસ્કાર જાળવ્યા….અને લોસ એન્જલસ મા નવીન મંદિર ની રચના માટે ભીડા વેઠ્યા……! અદભુત અદભુત……શું કહેવું??  ગર્વ ની વાત છે….દરેક હરિભક્ત માટે……કે ભૌતિક ઊંચાઈ ઓ પર પહોંચ્યા પછી પણ હરિભક્તો પોતાના મૂળ સંસ્કાર- સત્સંગ પોતાની સાથે જોડી રાખે છે……! બસ આ જ હરિ દયા છે…..ગુરુ ની દયા છે……

ત્યારબાદ- પૂ.ડોક્ટર સ્વામી દ્વારા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરો નું જાહેરમાં અભિવાદન કરવામાં આવ્યું….ગોરધનભાઈ અમીન ( હ્યુસ્ટન મંદિર), રઘુવીરભાઈ પુજારા ( સેટેલાઇટ) ની વાતો- ખરેખર પ્રેરણાદાયક હતી……ત્યારબાદ એક અદભુત વીડીઓ નું પ્રદર્શન થયું….દિલ્હી અક્ષરધામ મંદિર પરિસર નું દુનિયા ના પ્રખ્યાત ફોટોગ્રાફર (ઓલેગ અને સર્ગી સેમેનોવ) દ્વારા ૩૬૦ ડીગ્રી મા ફોટોગ્રાફી કરવામાં આવી છે……….અક્ષરધામ કેટલું મનમોહક લાગે છે……..! જુઓ…..

અક્ષરધામ-૩૬૦ ડીગ્રી

ત્યારબાદ પૂ. ડોક્ટર સ્વામી એ એમના હમેંશ ની જેમ તેજસ્વી પ્રવચન મા કહ્યું કે- સત્સંગી એ હમેંશા ગુણગ્રાહી દ્રષ્ટી રાખવી…..હરિભક્ત કે સંતો નું ક્યારેય ઘસાતું ન બોલવું……અને પોતાના ઇષ્ટદેવ,સંત,સંસ્થા અને પરિવાર મા – નિષ્ઠા..એકતા જ મોક્ષ નો માર્ગ છે. અંતે એમણે એક સવાલ પૂછ્યો- તમારા અને તમારા પરિવાર મા એકતા કેવી છે? વિચારવા જેવી વાત છે……જયારે આપણા મા….આપણા પરિવાર મા જ એકતા ન હોય…..તો સત્સંગ શી રીતે કહેવાય…??

છેવટે સભાને અંતે અમુક જાહેરાત થઇ…..જેવી કે- સેટેલાઇટ-વસ્ત્રાપુર વિસ્તારમાં ૯-૧૩ ઓક્ટોબર ઉપનિષદ પારાયણ છે અને એ પણ પૂ.બ્રહ્મદર્શન સ્વામી દ્વારા……! અચૂક લાભ લેવો……! સાથે સાથે નવા વર્ષ ૨૦૧૩ ના નવા કેલેન્ડર્સ અને ડાયરી આવી ગઈ છે……લાભ લેવો……

તો આજ ની સભા- સત્સંગ ની નવી પરિભાષા ની હતી…..નિર્માનીપણું માટે હતી……અને સાચા સત્સંગી હોવા ની હતી……!

સાથે રહેજો……

જય સ્વામીનારાયણ…..

રાજ

Advertisements

4 thoughts on “BAPS રવિસભા-તા ૭/૧૦/૨૦૧૨

  1. Very nice to see Akshardham 360.

  2. Superb View taken ,

    ચિત્રની પાછળ વાગતી ધૂન અદભુત છે , તે કઈ ધૂન હતી ? શું તે મને મળી શકે ? Please . . .

    • એ ધૂન- Mystic India theme ની છે. મિસ્ટિક ઇન્ડિયા – બેપ્સ ના મંદિર ના સ્ટોલ્સ મા મળે છે….રોનું મજુમદાર દ્વારા રચિત છે…એના સિવાય પણ ઘણું છે,બસ સમજો તો ઘણું છે પ્રભુ…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s