Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ-૧૦/૧૦/૨૦૧૨

Leave a comment

જીવનએ  એની લઢણ મા…લય મા ..મંથર ગતિ એ ભાગી રહ્યું છે….કોણ કોના થી ભાગી રહ્યું છે? કોને ખબર? જવાબ શોધવો , એ કદાચ સવાલને સમજવા કરતાં વધારે મુશ્કેલ છે. આથી એને સમજવાની મથામણ મા ,પડ્યા કરતાં અમુક લોકો એને માત્ર માણવા મા જ પડ્યા છે…..તો આજકાલ શું ચાલી રહ્યું છે?

  • દેશ….દેશ….હા દેશ- હવે કદાચ આપણી પાસે થી જવાબ માંગી રહ્યો છે. દેશ ની શાખ હવે ખતરામાં છે. નપુસંક સરકાર, લુંટારા નેતાઓ-એમનાં સગા વ્હાલાઓ, ભ્રષ્ટ અમલદારો અને એની સામે પડેલા એકલવીરો……..! એક ફિલ્મ ની વાર્તા કરતા પણ વધારે રસપ્રદ વળાંકો આવી રહ્યા છે…..૨૦૧૨ ગુજરાત માટે અને ૨૦૧૩( કે ૨૦૧૪ ?)-દેશ માટે – નિર્ણય નો સમય છે અને એક નાગરિક તરીકે, આપણે નક્કી કરવા નું છે કે – દેશ ને આપણે ક્યાં લઇ જવો છે????
  • સમય બદલાઈ રહ્યો છે……મિત્ર કાર્તિક- વધુ સારી તક માટે ગુજરાત છોડી ને જઈ ચુક્યો છે…..મને દુઃખ થયું- એટલા માટે કે- ગુજરાત સોફ્ટવેર,હાર્ડવેર/કોમ્યુનીકેશન કે એને લગતા ઉદ્યોગો મા પાછળ કેમ છે? ગીફ્ટ પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો?  આપણા ગુજરાતી અને ભારતીય કોમ્પ્યુટર ઈજનેરો માટે ગુજરાત ક્યારે આકર્ષણ નું કેન્દ્ર બનશે?
  • અત્યારે હું સુરત છું….અને મારા મિત્ર ના કહેવા પ્રમાણે- સુરત એ ભારત નું “બ્રીજ સીટી” કહી શકાય…..સારું છે….આટલા બધા બ્રીજ છતાં અહિયા રીંગ રોડ અને ભાગળ કે સીટી વિસ્તાર મા જે ટ્રાફિક જામ થાય છે – એ ભયાનક હોય છે. હું એ દિવસો ની રાહ જોઈ રહ્યો છું કે- અમદાવાદ-સુરત-મુંબઈ વચ્ચે -સુપરફાસ્ટ લોકલ ટ્રેન , દર પંદર મીનીટે દોડશે અને ધંધા/નોકરી માટે આ એક સુવર્ણ કોરીડોર બનશે…..અંતર ઘટશે અને તક- બસ વધ્યા જ કરશે…….
  • શ્રાદ્ધ પક્ષ ચાલુ છે……વડીલો ને-પૂર્વજો ને યાદ કરવા નો અદભૂત સમય છે. આજકાલ બીચારા કાગડા પણ નથી રહ્યા કે નથી રહ્યો વડીલો પ્રત્યે કોઈ ભાવ….!..વૃદ્ધાશ્રમો વધતા જાય છે , એ આપણા માટે -નવી પેઢી માટે એક ચેતવણી છે………… જે હોય તે- પણ દૂધપાક અને અન્ય વાનગી ઓ ને “શાસ્ત્રોક્ત” રીતે આ પક્ષ મા બનાવી ને- એની જ્યાફત ઉડાવવા ની વાત- અજીબ છે…રસપ્રદ છે. મને યાદ આવે છે એ દિવસો કે- હું અને રીના – શ્રાદ્ધ પક્ષ મા રોજ- કોઈને કોઈ નું શ્રાદ્ધ મનાવી… લગભગ રોજ દૂધપાક કે મસાલા દૂધ બનાવી ને એન્જોય કરતાં હતા…….! અને હવે તો- ઘરે રહેવા નું મુશ્કેલ થઇ ગયું છે…..પગ હવે અમદાવાદ ની ધરતી પર ટકતા જ નથી…..!
  • નવરાત્રિ નો ઘોંઘાટ હવે બસ ગણતરી ના દિવસ પુરતો જ દુર છે…….આદ્યશક્તિ ની ઉજવણી હવે ઘોંઘાટ મા બદલાઈ ને- અનેક લોકો ના સુખચેન ની નિંદ્રા છીનવી લેશે……..હા પણ એક વાત સારી થઇ છે- કે મોંઘવારી એટલી વધી છે કે આ વખતે આ “ઘોંઘાટ-આયોજન” મા ૨૦-૩૦% નો ઘટાડો નોંધાયો છે….મારી એક સલાહ—  માઈક-સ્પીકર ને તિલાંજલિ ન આપી શકાય? દેશી ગરબા- એ પણ દેશી ઢોલ, શરણાઈ , દેશી ગવૈયા….દેશી કોડિયા કે ચંદ્રમાં ને અજવાળે……ન થઇ શકે? શક્તિ ની પૂજા-સાધના ને આ રીતે પણ સાર્થક કરી શકાય અને કદાચ આ જ ઉત્તમ માર્ગ છે…….

તો – હવે વિચારવા નો….સમજવા નો અને કાર્ય કરવા નો સમય છે…….દેશ-સમાજ-પરિવાર , આપણી પાસે થી કંઇક અપેક્ષા રાખી રહ્યો છે……અને શ્રીજી ના રાજીપા માટે- ધર્મ નો પક્ષ – એ જ હવે મોક્ષ નો માર્ગ છે.

જાગો……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s