Raj Mistry's world

Me,my stories and world around….

મંગળાઆરતી

Leave a comment

આમ તો સર્વ વૈષ્ણવ/સ્વામીનારાયણ કે અન્ય સંપ્રદાયોમાં આરતી નું ઘણું મહત્વ છે. દાખલા તરીકે શ્રીનાથજી ની આઠેય પહોર મા આઠ જુદી જુદી આરતીઓ અને એટલા જ શણગાર થાય છે. જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાય ના શિખરબદ્ધ મંદિરોમાં ચોવીસ કલાક મા પાંચ વાર આરતી થાય છે.  સવારે ૬ વાગ્યા થી શરુ થઇ ને રાત્રે સાડા આઠ વાગ્યા સુધી ના ગાળા મા આ આરતી થાય છે.

શ્રી ભગવદ્ગોમંડળ કહે છે કે “આરતી” શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ” આરાત્રિક” પર થી આવ્યો છે જેનો મતલબ થાય છે – કે દીપક ને અજવાળે ભગવાન ના દર્શન કરવા/નિહાળવા……પણ આપણા માટે આ શબ્દ બસ એટલા અર્થ પુરતો નથી, પણ અહી હૃદય ના ભાવ રેડવા ની વાત છે. આરતી ના પદો- શંખનાદ,ઢોલ,નગારા ,ઘંટનાદ કે પખાલ ના તાલે ગવાતા  હોય ત્યારે બસ મન-હૃદય-આત્મા સ્થિર થઇ આ જગ ના કર્તા-હર્તા ના ચરણોમાં ઝુકી જાય છે.  અમારા સ્વામીનારાયણ મંદિરોમાં – મુક્તાનંદ,બ્રહ્માનંદ કે પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત આરતી ના પદ ગવાય છે….પણ એમાં ” જય સદગુરુ સ્વામી…” વાળું સંધ્યા આરતી નું પદ- દરેક સમય ની આરતીમાં સર્વ-સ્વીકૃત છે….સ્વામીનારાયણ મંદિરો મા થતી આરતીઓ….

૧. સવાર ની- મંગળાઆરતી – શ્રીજી ને સવારે નિંદ્રામાં થી જગાડવા ના ભાવ સાથે કરવામાં આવે છે….. અદભુત આરતી હોય છે…શ્રીનાથદ્વારા મા પણ શ્રીનાથજી ની સવારે ૫-૫.૩૦ વાગે થતી આરતી નો લ્હાવો લેવા ભક્તો ની ભીડ ઉમટી પડે છે…..એ મંગળાઆરતી ના પદ….

“આરતી શ્રીનાથજીની મંગળા કરી
શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા ….ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી……….

નમી નમીને પાયે લાગુ …..
અંતરમાં ધરુ પ્રભુ આરતી કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…..

અદભુત છે……….

૨.શણગાર આરતી– શ્રીહરિ ને સુંદર વાઘા અને આભૂષણો પહેરાવી ને આરતી થાય છે…ભવ્ય આરતી હોય છે..
૩. રાજભોગ આરતી– બપોર ને સમયે થાય છે……ભગવાન ને વિવિધ વાનગીઓ નો રસથાળ જમાડવા ની ભાવના હોય છે…
૪. સંધ્યા આરતી– સાંજ ના સમયે થતી આ આરતી- સૌથી લોકપ્રિય હોય છે…..
૫. શયન આરતી– ભગવાન ને શયન કરાવવા ના ભાવ સાથે થતી આ આરતી પણ અદભુત હોય છે…..મને આરતી પછી બોલાતા શયન ના પદો- ” અક્ષરના વાસી વ્હાલો…’ અને ” પોઢો પોઢો સહજાનંદ સ્વામી” ખુબ ગમે છે….. અને અંતે ચેષ્ટા ના પદો- જે રાજકોટ મંદિર મા ગવાય છે……..તે ખુબ જ રસપ્રદ હોય છે….

આ બધું યાદ કરવાની જરુર એટલા માટે છે કે – હું મારા જીવનમાં ઘણી ઓછી વાર જ મંગળાઆરતી નો લાભ લઇ શક્યો છું- જો કે આના માટે મારી આળસ જવાબદાર છે- એ વિદિત છે. પણ આજે સવારે લગભગ- ૪ વાગ્યે ઉઠી ને તૈયાર થઇ ગયો- મન મા એ ક જ લાગણી હતી કે આજે મંગળાઆરતી નો લાભ લેવો અને સવારે ૫.૩૦ સુધી મા મંદિરે પહોંચી જાઉં…! વળી પદયાત્રા નો ઉમળકો હતો આથી સ્વામીનારાયણ….સ્વામીનારાયણ…રટણ સાથે મંદિર તરફ ચાલી નીકળ્યો અને લગભગ કલાક બાદ- ૮-૯ કિમી નું અંતર કાપી ને…. -હું મંદિરે હતો……સંતો ની હાજરી, શાંત મંદિર….આકાશ મા સ્પષ્ટ દેખાતા તારાઓ…અને એકદમ જુજ સંખ્યામાં હરિભક્તો…અદભુત રીતે શાંત માહોલ હતો…..! એની નીરવતા મને સ્પર્શી ગઈ…..અને હું મંદિરમાં ગોઠવાયો…એક સંતે- હાર્મોનિયમ સાથે પ્રેમાનંદ સ્વામી નું એક અવિસ્મરણીય પદ…” એરી એરી આજ રંગ મહારાજ..” લલકારવા નું ચાલુ કર્યું ને હું જાણે કે સમાધિગ્રસ્ત થઇ ગયો……..આટલી બધી શાંતિ અને એકાત્મકતા મને કયારેય અનુભવ નથી થયા…….અમુક વર્ષો પહેલા મે મુંબઈ ના દાદર મંદિરે- મંગળાઆરતી મા પૂ.કૃષ્ણપ્રિય સ્વામી ને સાંભળ્યા હતા……બસ આજે એવો જ માહોલ હતો…….શાહીબાગ મંદિર ના કોઠારી સ્વામી પણ ઝીણા ઝીણા સ્વરે એમાં સાથ પુરાવી રહ્યા હતા…..! ત્યારબાદ – આરતી ની શરૂઆત થઇ…..નગારા  અને ઘંટનાદ સાથે ..અને જીવ સહજ એમાં જોડાઈ ગયો..બનારસી ટોપી મા સુશોભિત ઠાકોરજી ની શોભા અવર્ણનીય હતી………મનભરી ને દર્શન કર્યા અને અંતે સંતો ના પણ દર્શન થયા..પૂ.વિવેકસાગર સ્વામી, કોઠારી સ્વામી, પૂ.બ્રહ્મદર્શન સ્વામી વગેરે સંતો ના દર્શન થયા……અને છેલ્લે મારો ફેરો જાણે કે સંપૂર્ણ થવા નો હોય, એમ શ્રી હરિકૃષ્ણ મહારાજ ની ચલિત મૂર્તિ ના પણ દર્શન થયા……..

મંગળ……મંગળ દર્શન અને મંગળાઆરતી નો અદભુત લાભ……..! થાય છે કે – રોજ સવારે બ્રહ્મમુહૂર્ત મા ઉઠું અને રોજ- મનભરી ને મંગળાઆરતી નો લાભ લઉં…..! આખરે આ નેત્રો ને બસ એક હરિ દર્શન ની જ ઝંખના રહે- એવી નિરંતર પ્રાર્થના કરતો રહું છું…..એક હરિ સાથે અખંડ મનો-હૃદય વૃતિ જોડાય તો જ – એમનો રાજીપો મળે અને આ ફેરો….જીવન ની આ પદયાત્રા સફળ કહેવાય…..

ટૂંક મા- શ્રીજી ને રીઝવવા માટે જે કરવું પડે એ કરો……….

જય સ્વામીનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s