Raj Mistry's world

Me,my stories and world around….

નવરાત્રિ અને આજકાલ…

Leave a comment

હમમમ……..તો ગુજરાતીઓ ની મનપસંદ …..આત્મા ની પસંદ….દુનિયાનો સૌથી મોટો..લાંબો ..નૃત્ય મહોત્સવ શરુ થઇ ગયો છે. અને હું  હમેંશ ની જેમ – બસ આ ઉત્સવ પ્રત્યે ઉદાસીન જ છું ……કારણ વ્યક્તિગત છે અને અમુક કારણ જાહેર પણ છે.

કારણ-૧-રાત્રે મોડે સુધી ઉજાગરો – મારા માટે અસહ્ય છે, અને

કારણ -૨ – એજ કે ગરબાને તાલે ઝુમતા આપણ ને નથી આવડતું. જો કે હું, ગરબા કરી શકું છું, પણ પોતાની આગવી રીતમાં જ…( કોઈક ને આજુબાજુ મા વાગી ન  જાય- એ વાત નું ધ્યાન રાખવામાં આવે છે….)

તો, નવરાત્રિ ના આ ગર્ભ સંસ્કાર મા- આજકાલ શું ચાલે છે???

  • સ્વામીનારાયણ પાર્ક મા જબરજસ્ત ગરબા-ઘોંઘાટીયા અવાજ સાથે ચાલી રહ્યા છે……અવાજ થોડો ઓછો ન થઇ શકે?? જે ફ્લેટ્સ -ગરબા સ્થળ તરફ છે- એમાં રહેતા લોકો નો હાલ શું હશે???? અને ગરબા ના શબ્દો- એનું તો એટલું બધું હનન થઇ રહ્યું છે કે- ગુજરાત મા પણ ગરબા હવે કદાચ “દાંડિયા” બની જશે…….
  • રાજકારણ ના ગરબા અત્યારે પુરજોશમાં છે……રોજ કોઈક ના કોઈક નેતા નું ચીરહરણ છડેચોક થઇ રહ્યું છે……સારું છે……મજાનું છે….અંતે ખબર તો પડે છે કે – એ લોકો કેટલી હદ સુધી દેશ ને લુંટી શકે છે…..અને આ બધા નેતાઓ નો ગરબો- અરવિદ કેજરીવાલ ની આસપાસ ઘૂમી રહ્યો છે…….

કેજરીવાલ ના ગરબા….

  • નવરાત્રિ મા- મારા વતન મઉં( સાબરકાંઠા) મા- હું દર વર્ષે- એક વાર તો અચૂક જાઉં છું…..પણ આ વખતે એ મુશ્કેલ લાગી રહ્યું છે…..રીના નું સ્વાસ્થ્ય નરમગરમ છે…મારે કામ વધારે છે અને સમય ટૂંકો છે…..! જોઈએ શું થાય છે?
  • પેટ્રોલ…..અને હવે તો ડીઝલ ના ભાવ વધારા ની વાતો ચાલે છે……….શું લાગે છે? પેટ્રોલ અને ડીઝલ વચ્ચે – ભાવ નો ફરક- સૌથી ઓછો કેટલો થઇ શકે? વિચારવા જેવી વાત છે……..મે પેટ્રોલ કાર ખરીદી ને – કઈ ભુલ નથી કરી- એ હવે સ્પષ્ટ લાગી રહ્યું છે. એક વણમાગી સલાહ- જો તમે દિવસ ના ૩૦-૪૦ કિમી રોજ ફરવાના હો- તો ડીઝલ કાર લેવાય- બાકી પેટ્રોલ જ સારી…..
  • દિવાળી પર શું પ્રોગ્રામ છે???? મોંઘવારી કેટલી નડશે??? ઘી-દૂધ-માવો-મીઠાઈઓ-રંગ-મસાલા…અરે હવે તો જીરું એ નકલી મળે છે………..! શું ખાશું આ દિવાળી એ???? થાય છે કે- આ બધું વેચી ને- ગામડે જઈ ને ખેતી કરી- બે ત્રણ ભેંસ રાખી ને રોજ તાજું જ ખાવું………! ઝેર તો પીધા જાણી જાણી…….જેવું નથી કરવું ભાઈ……!

તો- બસ ઝુમતા રહો……પણ બીજા ને હેરાન-પરેશાન કર્યા વગર……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s