Raj Mistry's world

Me,my stories and world around….

નવરાત્રિ અને ગઈકાલ….. :-)

Leave a comment

મારી આ પહેલા ની પોસ્ટ – (નવરાત્રિ અને આજકાલ ) મા થોડોક સુધારો…….કારણ કે એ પછી સમય -ત્યાંથી આગળ વધ્યો છે અને નોરતા – પાંચમાં દિવસ સુધી પહોંચ્યા છે…….તો ગઈકાલે શું થયું….???

  • ગઈકાલે શનિવાર હતો અને સ્વાભાવિક રીતે- જ આખું અમદાવાદ- ખૂણે ખાંચરે ભરાઈ રહેલા અમદાવાદીઓ પણ ઘર ની બહાર નીકળી પડ્યા હતા…..આથી ભીડ અભૂતપૂર્વ હતી……
  • તો- સામાન્ય રીતે પણ ગુંગળાઈ જતી….ભરાઈ જતી અમદાવાદી “વિશાળ” સડકો એ – આ ભીડ સામે હાથ અને પગ બંને ઉંચા કરી દીધા…..હું અને રીના – વાઇબ્રન્ટ નવરાત્રિ જોવા બાઈક લઇ ને નીકળ્યા હતા તો- વિજય ચાર રસ્તા પર જ ફસાઈ ગયા…..પંદર મીનીટ સુધી “સાપે છછુંદર ગળ્યા” જેવી સ્થિતિ મા કાઢ્યા બાદ બંને જણા – વાઈબ્રન્ટ નવરાત્રિ  ને દુર થી જ નમસ્કાર કરી ઘરે પરત આવી ગયા……
  • સોસાયટી મા રોજ નિત નવી પાર્ટી ઓ આવે છે અને લોકો ને નવી નવી “ભેળ” ચાખવા મળે છે…….પણ દુખદ રીતે- આ વખત ની બધી પાર્ટી ઓ થર્ડ ક્લાસ ( કે ફોર્થ ક્લાસ) હતી….અને ગઈકાલ ની પાર્ટી તો કદાચ ફિફ્થ ક્લાસ હતી……..
  • આ ફીફ્ટ ક્લાસ પાર્ટી- ખબર નથી પણ હતાશ કોંગ્રેસ પાર્ટી જેવી હતી……કાર્યકરો…સોરી કલાકારો મા સહેજ પણ ઉત્સાહ નહી…..”જો જોશ થી વગાડ્શું તો ઢોલ ફાટી જાશે” એ બીક થી ધીરે ધીરે વગાડતા હતા….અને ગાયક જાણે કે તાજો તાજો મરસિયા મા થી આવ્યો હોય એમ “મોંઘવારી મા દિવેલ પીધું હોય” એવા સ્વરે ગાઈ રહ્યો હતો……ખેલૈયા ઓ શરુ શરુ મા એમને સહન કર્યાં પણ છેવટે તો એ લોકો પણ જીવ પર આવી ગયા અને સમગ્ર સ્વામિનારાયણ પાર્ક મા “અરવિંદ કેજરીવાલ” પ્રગટ થઇ ગયા…….બધા સ્ટેજ પર ચડી ગયા અને ધરાર – ગરબા બંધ કરાવ્યા…….છેવટે પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ- અમુક શાણા લોકો એ – પ્રાયોગિક ધોરણે એક કાકા ને માઈક થમાવ્યું……અને તમે નહી માનો- કાકા એ એમનાં ધ્રુજારી ભર્યા અવાજ મા ખતરનાક સ્વરે ગાવા નું ચાલુ કર્યું અને ખેલૈયા ઓ વધારે આઘાત મા આવી ગયા……………………………….હવે વાર્તા હજુ અટકતી નથી…….મિત્રો….! છેવટે કાકા ને પણ બાજુ મા બેસાડી દીધા અને પુનઃ પેલાં શોક ગ્રસ્ત પાર્ટી ને ગાવા દેવા મા આવ્યું…..કારણ કે બીજો કોઈ ઓપ્શન ન હતો…….છેવટે રાત્રે દોઢ વાગ્યે એક પાર્ટી ને બહાર થી મંગાવી ને- રાત સુધારવા ના પ્રયત્નો કરાવવા મા આવ્યા………પણ અફસોસ- રાત તો વીતી જ ગઈ….અને લોકો શનિવાર બગડ્યો…..એના અફસોસ મા જ રહી ગયા………..

તો- નવરાત્રિ ના સમય મા- એ પણ અમદાવાદ મા આવું થાય … એ કોને પોસાય?????? હું તો વિચારું છે કે- સારું છે કે આજકાલ ખેલૈયા ના હાથો મા દાંડિયા નથી હોતા…નહીતર સ્વામિનારાયણ પાર્ક મા ગઈકાલ રાત્રે……હિંસા ને કોઈ રોકી ન શકત……….! ગરબા માટે નું ઝનુન મને ગુજરાતી હોવા પર અભિમાન કરાવે છે……..અને ગરબે ઘૂમતા અમદાવાદી ઓ ને જોઈને – સમગ્ર અર્થવ્યવસ્થા ને ઘૂમતી જોઈ રહ્યો છું…….અને એટલા માટે જ ૭૧૦૦૦ કરોડ રૂપિયા ના રોકાણ સાથે અમદાવાદ -ભારત નું સૌથી આકર્ષક શહેર છે…….( DNA news, 19th Oct,2012)

તો બસ ઝૂમો……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s