Raj Mistry's world

Me,my stories and world around….

OMG….ફાફડા જલેબી…..!

2 Comments

છેક શ્રાવણ માસ થી શરુ થયેલી ઉત્સવો ની હારમાળા અત્યરે એની ચરમ સીમા પર છે……અને દિવાળી ત્યારબાદ લાભપાંચમ સુધી મા તો એ એવરેસ્ટ પર પહોંચી જશે..! જો ઉત્સવો ન હોત તો મનુષ્ય કદાચ આટલી બધી ઉત્ક્રાંતિ( વૈચારિક,બૌદ્ધિક, ધાર્મિક,આર્થિક, શારીરિક વગેરે…..વગેરે…..) ન કરી શક્યો હોત અને જીવન પણ કદાચ આટલું આકર્ષક ન હોત…!

” બસ મળે એક પળ આનંદ ની તો આ આયખું ન્યોછાવર કરી જાઉં…

બની ઉત્સવ..હરપળ હર હૃદય મા રક્ત બની પ્રસરી જાઉં….”

તો  તમે કેટલા વર્ષ જીવ્યા એ અગત્ય નું નથી પણ કેવું જીવ્યા? એ અગત્ય નું છે……

તો નવરાત્રી નું નવમું અર્થાત છેલ્લું- નોરતું- હું મારા મૂળ વતન મઉ , ગામ મા ઉજવી આવ્યો. એ જ દેશી ગરબા ની રમઝટ, પોતીકા, ઉત્સાહી લોકો અને એ જ જુના સંસ્મરણો ……ભક્તિ સાથે જીવન નો આ પ્રવાહ – કેસરભીનો છે….! દશેરા એ અર્થાત..ગઈકાલે સવારે જ પપ્પા મમ્મી ની રજા લઇ નીકળી પડ્યો- અને અમદાવાદ આવી ગયો. મને એ ખબર નથી પડતી કે……

  • દશેરા ના દિવસે જ ફાફડા જલેબી કેમ ખવાય? એ તો આપણે રોજ – ઈચ્છા પડે ને આને ખાઈ શકીએ…. અને દશેરા એ બીજી બધી વાનગી ઓ પણ બની જ શકે ને….! ખેર.. આ તો ગુજરાતી વેપારી માનસિકતા ની નીપજ છે…..અને ડીટ્ટો એવું જ..
  • નાગપંચમ અને તીખા/ગાળ્યા/મોળા ખાજા……
  • ઉતરાયણ અને  ઊંધિયું-જલેબી…..

આ પેલા શની-શિંગણાપુર,તિરુપતિ.. કે શિરડી ના સાઈબાબા જેવું જ છે…….ધંધો ચાલે છે…એટલે માર્કેટિંગ ગીમીક્સ કરો…જે હોય તે- બિચારા ભાવિક ભક્તો તણાય છે અને વેપારીઓ ના ખીસા ભરાય છે….! અરે..અમુક સમય પહેલા ગુજરાત મા અફવા ઉડી હતી કે અમુક તહેવારે બહેન ભાભી ને સાડી લઇ આપે તો ભાઈ ની જીન્દગી પર આંચ ન આવે…અને ગાંડા ઘેલા લોકો એ રીતસર ની પડાપડી કરી હતી…અને મારી ખુદ ની બહેન પણ સાડી લઇ આપવા ની વાત કરતી હતી…..કહેવું પડે….યાર ..અફવાઓ અને ગાડરિયો પ્રવાહ અને એની માનસિકતા કેટલી મજબુત હોય છે….!

અને આ બધા વિચારો વચ્ચે ગઈકાલે બહુ ચાર્ચિત  ફિલ્મ- ઓહ માયગોડ – જોઈ….અને મારા વિચારો – એ સાથે સહમત હતા આથી ફિલ્મ મને ગમી. ઘણી વાતો સત્ય હતી…

  • જેવી કે- તમે બસ આંખો બંધ કરી ને જ નિયમો પાળો છો- ગમે તેને સમજ્યા વગર-જાણ્યા વગર ગુરુ કરી ને એના ચરણો મા પોઢી જાઓ છો…ગમે ત્યાં સમજ્યા વગર દાન-ધરમ કરી ને ધર્મ મા ગંદકી ફેલાવો છો વગેરે વગેરે…..અમારા સ્વામીનારાયણ સંપ્રદાય મા પણ ઘણી બદીઓ છે- સત્ય છે પણ- તમારે શું સ્વીકારવું- કોને ગુરુ કરવા- કઈ આજ્ઞા સ્વીકારવી- એ તમારા હાથમાં છે…..હું આજે છાપ-તિલક-તુલસીની કંઠી ધારણ કરું છું..અને  નિત્યપૂજા કરું છું….પણ એની પાછળ નો આશય શું છે? કેમ કરું છું? એ બધું- પહેલા સમજ્યા પછી જ કરું છું….આથી મારા પાયા મજબુત છે. અને મારા ગુરુ પૂ.પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો પર મને ગર્વ છે- કારણ કે- લોકો ની અફવાઓ વચ્ચે પણ મે એમને – નજીક થી જોયા છે- એમની જીવન શૈલી જોઈ છે- અને મનો-બુદ્ધિ-સમજણ ને આધારે મે આ માર્ગ સ્વીકાર્યો  છે- અને એના થી પણ મોટી વાત કે- એમણે દયા કરી ને મને સ્વીકાર્યો છે…….
  • દાન-ધરમ- બહુ મોટો મુદ્દો છે- હું કાનજી મેહતા સાથે સહમત છું…અમારા સંપ્રદાય કે આપણા હિંદુ ધર્મ મા દશાંશ-વિશાંશ ની વાત છે…..આથી જરૂરી નથી કે- તમે એ ધર્મ નો ભાગ મંદિર મા જ આપો- તમે એ ભાગ- કોઈ ગરીબ ની -મૂંગા પશુ ની- કે કોઈની કેળવણી મા પણ વાપરી શકો….ટૂંકમાં- શ્રીજી ના રાજીપા માટે એ તમે – તમને યોગ્ય લાગે  એમ- ધર્મ ના માર્ગે વાપરી શકો….હું ઘણીવાર અમારા મંદિરો મા દાન નથી આપતો અને એ જ પૈસા – મારા ઇષ્ટદેવ સ્વામીનારાયણ ભગવાન ના રાજીપા માટે- અન્ય  યોગ્ય જગ્યા એ આપું છું….આપણા થી કોઈની જીન્દગી મા ઉજાસ આવતો હોય તો – જીવન નો આ ફેરો વસુલ છે- શ્રીજી રાજી છે….
  • મંદિર- આ વાતે હું કાનજી મેહતા સાથે આંશિક પણે અસહમત છું…..મંદિરો જરૂરી છે..મંદિરો ને કારણે તો આટ-આટલા વિદેશી આક્રમણો મા પણ આપણી વૈદિક સંસ્કૃતિ અને ધર્મ સુરક્ષિત રહ્યા….ભગવાન બધે જ છે- સર્વ કણે કણ મા વ્યાપ્ત છે પણ આપણી શ્રદ્ધા ને દ્રઢ કરવા એણે સાકાર સ્વરૂપ અને મનુષ્ય દેહ ધારણ કર્યો છે…..આપણે આપણા રહેવા માટે ભવ્ય ઘર બનાવતા હોઈ એ તો – આ જગત ના કર્તા હર્તા માટે ભવ્ય મંદિર કેમ  નહિ? મંદિર નું મહત્વ- તમે યુકે,ઓસ્ટ્રેલિયા કે અમેરિકા મા વસતા આપણા ભારતીયો ને પૂછો…….આપણી સંસ્કૃતિ ત્યાં ટકી રહી છે…આવનારી પેઢી- આપણા ધર્મ ને આગળ ધપાવશે જ- એ વિશ્વાસ, અને આપણો ધર્મ સમગ્ર વિશ્વ મા અગણિત લોકો ને સાચો માર્ગ બતાવતો રહેશે- એ વિશ્વાસ – આ મંદિરો થી જ દ્રઢ થાય છે….આથી મંદિરો માત્ર દેવ ની મૂર્તિ માટે જ નથી પણ એક સાંસ્કૃતિક ધરોહર- એને ટકાવવા નું..મન ની-હૃદય ની શાંતિ માટે નું એક સ્થાન છે….અને પૂ. યોગીજી મહારાજ ની વાણી મા તો- મંદિરો એ બ્રહ્મજ્ઞાન ની યુનિવર્સીટી ઓ છે…….આથી મંદિરો સ્થાપવા- એનું યોગ્ય સંચાલન થાય..સમય અને જમાના પ્રમાણે એનું યોગ્ય રજૂઆત થાય….. એની કાળજી લેવી અને એની અસર આપણા જીવન પર પડે- કાયમ રહે – એ જોવાની જવાબદારી આપણી છે….

તો- ધર્મ-નિયમો કે ભગવાન- આપણા તર્કો થી પર છે…….આપણી બુદ્ધિ થી પણ આગળ છે……છતાં – બુદ્ધિ -સમજણ– કે જ્ઞાન વાપરી ને જ ધર્મ ને સ્વીકારો- અને આગળ વધો……યાદ રાખો- છાપ-તિલક-નિત્ય પૂજા તો ભક્તિ ની એક શરૂઆત માત્ર છે…..તમે કેટલા ગંભીર છો- એની ચકાસણી માત્ર છે..અને તમે આ બધું કર્યા  પછી પણ- જો ચોરી કરતા  હો, ધર્મ વિરુદ્ધ- માનવતા વિરુદ્ધ ચાલતા હો તો…..તમે સત્સંગી નથી જ……બાકી- રસ્તો બહુ લાંબો છે- વિકટ છે…એક શ્રીજી ના રાજીપા માટે  વિચારશો તો- કોઈ ધર્મ-નિયમ ને યાદ રાખવા ની જરુર નહિ પડે……! ભગવાન ને હરપળ “થેન્ક્સ” કહેવા ના બહાના શોધી કાઢો અને સાથે સાથે એના રાજીપા માટે ના કાર્યો પણ……..

મારા ગુરુ પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના શબ્દો મા- ” સત્સંગ મા કે ભક્તિ મા આવતા પહેલા બુદ્ધિ નો ઉપયોગ કરો……..અને આવ્યા પછી શ્રદ્ધા નો….”

થોડામાં ઘણું સમજો…….

રાજ

Advertisements

2 thoughts on “OMG….ફાફડા જલેબી…..!

  1. Hey raj this is great work that you are doing…..I need some help from you…can u please contact me via e-mail,I am currently at Michigan ,USA………please send me ur email id and i will let you know more………..Thank you .. .Jai Swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s