Raj Mistry's world

Me,my stories and world around….

BAPS વિશિષ્ટ ગુણાતીત રવિસભા-૨૮/૧૦/૨૦૧૨

Leave a comment

આસો માસ ની પૂનમ એટલે કે શરદ પૂનમ આવતી કાલે છે અને સ્વામીનારાયણ સંપ્રદાય ના સત્સંગીઓ – શરદપુનમ નું મહત્વ સુપેરે જાણે છે. શિયાળા અર્થાત શરદ ઋતુ ની અસર ધીમે ધીમે હવે હવે હાવી થતી જાય છે. વહેલી પરોઢ નો ઠંડો પવન- જાણે કે આવનાર કાતિલ ઠંડી નો અહેસાસ કરાવે છે, અને આ માહોલ વચ્ચે પૂર્ણ ચંદ્ર ની શીતળતા- અને એની સાથે અધ્યાત્મિક મહત્વ – પછી બીજું બાકી શું રહે? આથી આજની રવિસભા- આવતીકાલ ના શરદપુનમ ના અધ્યાત્મિક મહત્વ માટેની  વિશિષ્ટ સભા હતી.

એમ તો આવતીકાલે- મુખ્ય સભા છે- રાત્રે ૮ થી ૧૦ વચ્ચે- પણ રવિસભા ની ભીડ ને – સર્વ હરિભક્તો ને લાભ મળે એ માટે આજે વિશિષ્ટ આયોજનો હતા. પૂ.પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે સભામાં આવવા ના હતા, પણ છેક છેલ્લી ઘડી એ એમનું આયોજન બદલાયું અને અમ હરિભક્તો ને થોડીક નિરાશા થઇ…..જે હોય તે- આપણા ગુરુ ના સારા સ્વાસ્થ્ય માટે- આપણે બધા પરિવર્તન માટે તૈયાર છીએ…..આજે સમયસર સભામાં ગોઠવાઈ ગયા અને એ પહેલા હમેંશા ની જેમ મારા વ્હાલા શ્રીહરિ ના અદભુત દર્શન……હરિ ના હાથમાં રહેલું સુવર્ણ પુષ્પ- આકર્ષણ મા વધારો કરતુ હતું….

આજ ના દર્શન….

સભાની શરૂઆત સંતો ના મુખે – ધૂણ્ય કીર્તન થી થઇ….મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ના મહિમા ના પદો – ” ધન્ય ધન્ય મારા નાથજી…..” મન ને ક્ષણ વાર ઝંઝોળી ગયા કે- શ્રીહરિ નું હૃદયસ્થાન- અક્ષરધામ કેવું હશે? શા માટે ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે? અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ મા શું મેળ અને શું ભેદ?……પણ જેમ જેમ સભા આગળ વધતી ગઈ એમ એમ બધા પ્રશ્નો નો જવાબ સહજ મળતો ગયો……અમદાવાદ બાળ મંડળ દ્વારા સંવાદ અને નૃત્ય નાટક રજુ થયું….જેના દ્વારા એમણે જણાવ્યું કે…..

  • સંવંત ૧૮૪૧ મા, જામનગર ના ભાદરા જેવ ગામ મા સાકરબા જેવા સંનિષ્ઠ ધાર્મિક સ્ત્રી ને કુખે- મુલજી શર્મા અર્થાત- ગુણાતીતાનંદ સ્વામી નો જન્મ- આસો સુદ પૂનમ- અર્થાત- શરદપુનમ ના દિવસે થયો…..એમનું બાળપણ હરિભક્તિ ના અનેક પ્રસંગો થી ભરેલું હતું….વશરામ સુથાર ના પ્રસંગો દ્વારા અનુભવ થયો કે- ગુણાતીતાનંદ સ્વામી ખરેખર અક્ષર હતા અને શ્રીજી ને અખંડ હૃદયમાં ધરી રાખ્યા હતા…..
  • ગોવિન્દાનંદસ્વામી નો કામ હોય કે રઘુવીરજી મહારાજ નો શોક- ગુણાતીતાનંદ સ્વામી એ સર્વે ના દોષ ટાળ્યા….સ્વયમ ગોપાળાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષે- પણ એમનું મહત્વ હરિભક્તો ને સમજાવ્યું……

ત્યારબાદ- પૂ.વિવેકસાગર સ્વામી એ એમની રસાળ શૈલી મા- શરદ પૂનમ નું અધ્યાત્મિક મહત્વ પર ઊંડાણપૂર્વક પ્રવચન આપ્યું….જોઈએ એના અમુક અંશ….

  • શરદ પૂનમ ને – ઉજાગરી પૂનમ પણ કહે છે કારણ કે શાસ્ત્રો મુજબ- લક્ષ્મીજી આ રાત્રે ઉજાગરો કરનાર અર્થાત જાગ્રત રહેનાર ને- પોતાની પ્રસન્નતા ના હકદાર બનાવે છે…..પણ આપણા માટે- શરદ પૂનમ એટલે કે અધ્યાત્મિક જાગૃતિ ની રાત્રી…..મૂળ અક્ષરમૂર્તિ પૂ.ગુણાતીતાનંદ સ્વામી ના પ્રાગટ્ય ને, જીવમાત્ર ના કલ્યાણ નું દ્યોતક સમજી ને- આપણે- જાણપણું રાખવાનું છે- જાગ્રત થવાનું છે- કે જેથી અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ બને…..
  • અધ્યાત્મ સફર મા એક ઝોકું- તમારો ભવ બગાડી શકે છે……સુરો ખાચર હોય કે ગોવિંદ સ્વામી હોય- એમણે સંપ્રદાય મા પોતાની જાગ્રત તા સાબિત કરી- જયારે અલૈયો ખાચર કે માંછીયાવ ના ફૈબા – એમણે “ઝોકા” ખાધા અને અધ્યાત્મ મા થી પડ્યા…..
  • શ્રીમદ ભાગવત ના કૃષ્ણલીલા ના મહારાસ પરથી શીખવા નું કે- ભક્તિ મા લોકલાજ ..અહં …અભિમાન….ન ચાલે- એ છૂટે તો જ તરાય….ગોપીઓ એ મહારાસ ને અંતે અહં બતાવ્યો અને ભગવાને એમનો ત્યાગ કાર્યો- જેના પશ્ચાતાપ રૂપે ગોપિકા ગીત રચાયું….આથી ગુણાતીત રાસ મા કાયમ રહેલા “લય” મા રહેવું જરૂરી છે….
  • શાસ્ત્રીજી મહારાજે- પૂ.ગુણાતીતાનંદ સ્વામી – એ જ મૂળ અક્ષર છે એ – સત્ય ને જાતે જ ચકાસવા – ઘણો દાખડો કર્યો અને છેવટે સર્વ શાસ્ત્રો- જુના સંતો અને હરિભક્તો સાથે ની વાત ચીત ને આધારે એમણે અક્ષર નું અસ્તિત્વ- ગુણાતીતાનંદ સ્વામી જ મૂળ અક્ષર છે- એ સાબિત કરી- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત સ્થાપ્યો અને એ સિધ્ધાંત ને ખાતર અસંખ્ય ભીડા- અપમાનો વેઠ્યા -પણ પોતાના પંથ પર થી ડગ્યા નહિ અને આજે પરિણામ દુનિયા આગળ છે……પૂ. ભદ્રેશ સ્વામી એ તો આ સિદ્ધાંત પર ભાષ્યો રચી ને સંસ્કૃત સાહિત્ય મા ડી. લીટ . ની સર્વોચ્ચ પદવી મેળવી છે….
  • ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર સ્વરૂપે- શ્રીજી નું તેજ સમગ્ર વિશ્વ મા ફેલાવ્યું….જે આજે પણ ચિરંજીવ છે….પ્રમુખ સ્વામી દ્વારા અને – જો આપણે જાણપણું રાખીએ- સાચા સત્સંગી બનીએ- તો આપણે તો રોજ શરદપુનમ જ છે……

ત્યારબાદ- વીડીઓ દ્વારા પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૬ તારીખ ના વિચરણ ના દર્શન કરાવ્યા….તમે પ્રમુખ સ્વામી મહારાજ નો- ૯૨ વર્ષે ઉત્સાહ- મુખ પર તેજ અને હરિભક્તો માટે નો સ્નેહ જુઓ તો ખબર પડે કે- મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી કઈ રીતે ચિરંજીવ છે…!

ત્યારબાદ- બાળમંડળ દ્વારા શરદ પૂનમ નો અદભુત રાસ રજુ થયો…….અને ત્યારબાદ પૂ. ઈશ્વરચરણ સ્વામી એ પણ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન કર્યું અને જુના હરિભક્તો ના દાખડા- અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ નો ઇશક દર્શાવ્યો…..અને યોગીજી મહારાજ ના વિવિધ પ્રસંગો થી સમજાવ્યું કે- મોટા પુરુષો – જીવમાત્ર ના કલ્યાણ માટે- અક્ષરધામ થી પૃથ્વીલોક પર પધારે છે……એમના સત્સંગ નો લાભ આપણે કઈ રીતે લેવો- એ આપણે  વિચારવા નું છે….

તો- આજની સભા- ગુણાતીત સભા હતી- મૂળ અક્ષર ના પ્રાગટ્ય ને સમજવાની સભા હતી……! જે દૂધ પૌવા ની પ્રસાદી સાથે પૂરી થઇ….

શરદ પૂનમ પ્રસંગે- સર્વ હરિભક્તો ને જય સ્વામીનારાયણ…….

સાથે રહેજો….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s