Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા- ૧૦

Leave a comment

ક્યારેક વિચારું છું કે-એવું ન થઇ શકે કે- આપણી આંખો કે જે હરિ દ્વારા મળેલ સર્વોત્તમ કેમેરા છે અને મગજ- કે જે સર્વોત્તમ સ્ટોરેજ અને સર્વોતમ પ્રોસેસર છે……એવું કંઇક આ કાળા માથા નો ( હવે તો ધોળા/લાલ/પીળા પણ જોવા મળે છે….) માનવી બનાવે અને જીવન ની હરપળ એમાં રેકોર્ડ થાય….!!  અત્યારે તો નાસા ના અકલ્પનીય ગીગા  પીક્ષેલ વાળા કેમેરા થી માંડી નોકિયા કે અન્ય મોબાઈલ ના ૧૦ થી ૧૦૦ મેગા પીક્ષેલ વાળા કેમેરા બજાર મા છે…..પણ આપણી આંખો અને મગજ જે દેખી શકશે અને અનુભવી શકશે…..એ આ મશીનો થી થાશે???? અને એટલા માટે જ – નાસ્તિકો એ પણ – આ બધું વિચારવું જોઈએ……દુનિયા જેવી દેખાય છે કે મનાય છે- એના થી ઘણી વધારે ગહન છે……અદભૂત છે…..અવર્ણનીય છે…….અકલ્પનીય છે………

તો- મારા ગયા કેટલાક દિવસો મા – કેમેરા દ્વારા ઝીલાયેલા પણ મગજ -બુદ્ધિ દ્વારા વધુ “સમજાયેલા” ફોટા….પ્રસ્તુત છે…….

જડ  અને ચલિત – કદાચ એ જ જીવન……

તમે બસ કે ટ્રેન કે ફ્લાઈટ મા મુસાફરી કરતાં હો- ત્યારે ગતિ ના વૈજ્ઞાનિક નિયમો નો અનુભવ કર્યો હશે પણ એ નિયમો ને જીવન ની ગતિ સાથે જોડીએ તો…..??? જીવન – એ સમય ની ગતિ માત્ર છે….આપણે સંજોગો પર આધારિત હોઈએ છીએ અને આપણા સત્ય- આપણી માન્યતા ઓ કે વિચારો- એ ગતિ સાથે જ ચાલે છે….જે સમય સાથે નથી ચાલતા – એ કદાચ સફર મા ત્યાં જ છૂટી જાય છે. આથી જીવન – જડ અને ચલિત – એમ બે ઘટનાઓ નો સરવાળો કહી શકાય……આથી સમય સાથે ચાલો …અને એટલા ઝડપી પણ ન ચાલો કે- જીવન નું  સત્ય ધૂંધળું થઇ જાય…..! થોડામાં ઘણું સમજો…..

સચ્ચી બાત…….

સંબંધો ના તાણાવાણા……સમજીએ એટલા ઓછા છે…..મે ક્યાંક વાંચ્યું હતું કે- લગભગ ૯૦% લોકો – પોતાના મન ની વાત ન કહી શકવાને કારણે દુઃખી થાય છે……! પોતાના મન ની વાત કેમ નથી કરી શકતા….?? કારણ છે- માન…અપમાન….શરમ…સંકોચ….લઘુતાગ્રંથી કે બેફીકરાઇ……! મોટાભાગે- આમાં માન કે મોટ્યપ ની ભાવના વધારે હોય છે……મારું માનવું છે કે- એ સંબંધ હોય….કે ભક્તિ માર્ગ હોય કે….પછી જીવન …..મન રાખશો તો દુઃખી જ થશો……વારેઘડી એ નાની મોટી વાત મા ખોટું લગાડી ને- જીવન ને ખોટું કરવા ની જરૂર નથી……બસ બધા ને મળતાં રહો….ચાહતા રહો…..ફરીથી આ પળ મળે ન મળે……જીવન ટૂંકું છે….અનિશ્ચિત છે…..ક્યારે શું થાશે? કોને ખબર?? તો પછી ચુપ રહેવા ની…..ઝંઝટ શા  માટે????

અમુલ નો હીરો…..

જે પુરુષો- સ્ત્રી જાતી પ્રત્યે સન્માન નો ભાવ ધરાવે છે- અને એમને મદદ કરવા તૈયાર રહે છે- એ અમુલ દૂધ ની વેરાયટી ઓ વિષે જાણતા જ હશે…અને ન જાણતા હોય તો કહી દઉં….અમુલ દૂધ ના પાઉચ- તાજા, શક્તિ,ગોલ્ડ અને હવે છે ક ડાયમંડ સુધી પહોંચ્યા છે…….! ચરબી નું પ્રમાણ વધે એમ- એનો ભાવ અને નામ પણ બદલાય છે ….અને ડાયમંડ તો મે પહેલી વાર જ જોયું….! જો કે જે રીતે દૂધ ના ભાવ વધતા જાય છે- એ જોઈને લાગે છે કે – અમુલ કદાચ તાજા થી પણ નીચી કોઈ વેરાયટી કાઢશે….અને “ડાયેટ અમુલ” નું નામ આપીને- ૫૦% પાણી સાથે લોકો ને પીવડાવશે……..! હવે આવું દૂધ પી ને આપણે ખુમારી ની વાતો કરશું તો કેવું લાગશે?????? જે હોય તે- ૪૪ રૂપિયા લીટર વાળું ડાયમંડ દૂધ ને પાતળું કરી ને અમે વાપર્યું- અફસોસ ન થયો…..આથી સાબિત થાય છે કે અમે હવે એ જ પંથ પર છીએ………

તો- જીવન ને માત્ર જોયા કરતાં…..સમજતા પણ રહો……મને વિશ્વાસ છે કે – તમે પણ ભગવાન ના અસ્તિત્વ ને- પોતાના અસ્તિત્વ ને માનતા થઇ જાશો……..

રાજ

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s