Raj Mistry's world

Me,my stories and world around….

સુરતી ઘારી…………

Leave a comment

મારી અગાઉ ની પોસ્ટ્સ કે જે  સુરત પર આધારિત હતી , એમાં ક્યાંક ચાંચડ, ડુમ્મસ, લોચો કે કદાચ ખમણી ની વાત થઇ હતી…..આ બધામાં એક વાત ખુટતી હતી અને એ હતી- સુરત ની પ્રખ્યાત ઘારી ની…..! આમ તો , વર્ષો થી સુરત ની ઘારી ખાતા આવ્યા છીએ….જમનાદાસ ની ઘારી…કે મોતી હરજી કે મોહન મીઠાઈ વાળા ની ઘારી હોય…..સાચું કહું તો મને – ઘારી એટલી બધી નથી ભાવતી- કારણ કે- અતિશય ઘી, ગળપણ- મારા શરીર ને જીભ જેટલું અનુકુળ નથી આવતું…! છતાં, ઘારી નો સ્વાદ તો લઇ જ લઈએ છીએ.

અમદાવાદ મા એક મિત્ર એ કહેલું કે- સુરત ની સારા મા સારી ઘારી ખાવી હોય તો- મોતી હરજી( ભાગળ ચોક) ના સ્ટોર મા જવું….અદભૂત ઘારી મળે છે. અને એની વાત માની ને હું – આજકાલ સુરત મા હતો અને ત્યાં સ્પેશ્યલ જવામાં આવ્યું. મોતી હરજી ના માલિક- હરીશભાઈ પાસે થી ઘણીબધી વાત- ઘારી નો સ્વાદ લેતા લેતા મેળવવા મા આવી…..જેવી કે….

પીસ્તા ઘારી……

  • આ વર્ષે- શરદ પૂનમ ના દિવસે/રાત્રે- સુરત મા લગભગ ૧૨૦ ટન…….હા…..ટન….અર્થાત ૧,૨૦,૦૦૦ કિલો ઘારી ખવાઈ…!!!! એકલી સુમુલ ડેરી એ જ ૪૨ ટન ઘારી વેચી….!   માન્યા મા નથી આવતું…..પણ શક્ય છે…..સુરત મા ભાઈ બધું જ શક્ય છે……અને ઘારી નો ભાવ-૩૦૦ થી ૬૦૦ રૂપિયે કિલો………હવે ગણતરી મારો- કે સુરત ની ઇકોનોમી મા કેટલા રૂપિયા ફર્યા???? ઘારી પર તો રાજકારણ પણ થાય છે….ભાઈ…
  • જમનાદાસ ઘારી વાળા ને ત્યાં લગભગ- ૯-૧૦ પ્રકાર ની ઘારી મળે છે તો- મોતી હરજી મા લગભગ ૪- ૫ પ્રકાર ની ઘારી મળે છે……મોતી હરજી મા બુરું ખાંડ નો ઉપયોગ કરવા મા આવે છે…..જે થોડુંક અલગ છે……જો કે મને જમનાદાસ ની જ ઘારી વધારે ગમી……કારણ- ઓછું પણ માપનું ગળપણ….અને વધારે વેરાયટી…
  • મોતી હરજી લગભગ ૧૮૨ વર્ષ…..હા ભાઈ….૧૮૨ વર્ષ જૂની દુકાન છે…..૧૮૩૦ મા એ સ્થપાઈ હતી……ડીટ્ટો અમદાવાદ ની ભોગીલાલ મુલચંદ મીઠાઈ વાળા ની જેમ…જ જે ૧૮૩૫ મા સ્થપાઈ હતી…..અને હરીશભાઈ નું કહેવું છે કે નવી પેઢી એને- ૨૦૩૦ કે ૨૧૩૦ સુધી તો ચાલુ રાખશે જ અને ઘારી એવી જ રહેશે….!
  • સાથે હરીશભાઈ એ મને સવાલ કર્યો કે- સુરત ની ઘારી પ્રખ્યાત છે તો અમદાવાદ નું શું???? હું ગૂંચવાઈ ગયો- છેવટે મે જવાબ આપ્યો- ભજીયા…..ખમણ…..દાળવડા……કે નવતાડ ના સમોસા……તમારું શું માનવું છે??????

જે હોય તે……સુરત તો સુરત જ છે યારો….! સુરતી લાલા ઓ- શું શું ખાય છે???? લોચા થી માંડી ને……હાર્ટ એટેક લાવે એવી ઘારી…………..બધું જ હોંશે હોંશે ખવાય છે…..અને એ પણ ડુમ્મસ રોડ વચ્ચે બેસી ને કે ડુમ્મસ બીચ (???) પર જઈને…….! અરે મે તો એવું સાંભળ્યું છે કે- લોકો કોઈની સ્મશાન યાત્રા એ જાય તો સાથે સાથે ચવાણું કે અન્ય કોઈ નાસ્તો લઇ ને જાય છે…..ભાઈ – મરવાવાળા તો મરી ગયા…આપણે શ માટે ભૂખ્યા મરવું???? બરોબર ને…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s