Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૦૨/૧૨/૨૦૧૨

Leave a comment

“બ્રહ્માંડ આખું સ્વામિનારાયણ નું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ,એમ જાણવું ,’ને ત્યાં સુધી થાવો છે . અને એક એક સાધુ ની કેડ્યે લાખ લાખ માણસ ફરશે , ત્યાં સુધી સત્સંગ થાવો છે…….”

( અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની વાતો-પ્ર.૧-૯૦ )

ગહન વાત….! આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ ના સંકલ્પો હોય કે મોટા પુરુષો ના આવા સંકલ્પો હોય…..તે છેવટે તો જીવ ને અક્ષર કરી- પુરુષોત્તમ ની પ્રાપ્તિ હેતુ જ હોય છે. કરોડો મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ એ જ પુરુષોત્તમ નો સંકલ્પ છે- અને આજે- એ વાત સત્ય થઇ રહી છે- જે વિદિત છે.

આ સંકલ્પ ની વાતો કરવાનો સાર એટલો જ હતો કે આજની રવિસભા- સંકલ્પ ની સભા હતી, જેમાં હું આજે જરાક મોડો પહોંચ્યો. જયારે પહોંચ્યો ત્યારે ઠાકોરજી થાળ આરોગતા હતા અને દ્વાર બંધ હતા, આથી દર્શન સભાના અંતે જ થયા…..તમે પણ કરો આજ ના દર્શન…( સૌજન્ય- baps.org)

આજ ના દર્શન......

આજ ના દર્શન……

સભામાં પહોંચ્યો ત્યારે સંતો ના સ્વરે વનમાળીદાસ રચિત એક કીર્તન ગવાઈ રહ્યું હતું…..”નમીએ નારાયણસ્વરૂપ …….” ગુરુભક્તિ નો જાણે એક મહીમ-પડઘો હતું…..ત્યારબાદ રજુ થયું, પૂ. વિવેકસાગર સ્વામી જેવા વિદ્વાન સંત નું તેજસ્વી અને ધારદાર પ્રવચન…..વિષય હતો- સંકલ્પ નું બળ…..એનો સાર ટૂંકમાં…..

  • સંકલ્પ એટલે કે મન નો નિર્ધાર….અને એનામાં ખુબ જ બળ હોય છે…..સંકલ્પ – કાલિદાસ ને વિશ્વવિખ્યાત કૃતિઓ રચવા માટે પ્રેરી શકે છે તો – એ જ સંકલ્પ એક આમ મનુષ્ય ને પ્રધાનમંત્રી ના પદ સુધી પહોચાડી શકે છે…..
  • હૃદય ના શુધ્ધ સંકલ્પ ની તો એટલી તાકાત હોય છે કે- એ ભગવાન ને કે સંત ને એના દ્વાર સુધી ખેંચી લાવે છે…….ધરમપુર ના કુશળકુંવર બા હોય કે ભાદરા ના હરબાઈ સુથાર- શ્રીજી મહારાજ એમનાં સંકલ્પ આગળ ખેંચાઈ જ આવ્યા છે…….અરે…ભગવાન મનુષ્ય દેહ પણ એક સંકલ્પ સાથે જ કરે છે…….કે જીવ માત્ર નું કલ્યાણ કરવું- બ્રહ્મરૂપ કરવા……
  • કોઈ પણ સંકલ્પ ને સિદ્ધ કરવા જરૂર પડે છે- ધ્યેય, ધૈર્ય, આયોજન ,અને પુરુષાર્થની…….જો હૃદય ના શુધ્ધ ભાવ થી- એકાંતિક પણે – સંકલ્પ કરવામાં આવ્યો હોય તો- એમાં ભગવાન પણ ભળે છે……..યોગીજી મહારાજ – કે જેમનું જીવન જ એક સંકલ્પ હતું- એમનાં સંકલ્પો ના પ્રતાપે- આજે દુનિયાભર મા સ્વામિનારાયણ ના ડંકા વાગે છે……..
  • પંચ વિષય ના સંકલ્પ થી હમેંશા અશાંતિ કે દુઃખ જ આવે છે……આથી સંકલ્પ કરવો તો- હરિ નો કરવો…..અક્ષરધામ નો કરવો……મનુષ્ય નો આ અમુલ્ય અવતાર ને – વેડફી ન નાખવો……
  • શુભ સંકલ્પો હમેંશા સુખ લાવે છે…..” ભગવાન સૌનું ભલું કરો….” એ આપણા સત્પુરુષોના…ગુરુઓ ના સંકલ્પો હતા….અને છે….જે આપણા હરિભક્તો ની સુખાકારી મા દેખાય છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે- અક્ષરધામ હુમલા વખતે- આ જ ગુણ દર્શાવી ને- બધા મૃતકો ની સાથે સાથે- પેલાં બે હુમલાખોરો ના આત્મા માટે પણ પ્રાર્થના કરી હતી……….તો- યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો એમનું અપમાન કરનાર ને- પણ આશીર્વાદ આપતા…….

અદભૂત…..અદભૂત………..વિવેકસાગર સ્વામી જયારે બોલતાં હોય ત્યારે- તેમના શબ્દો નો અસ્ખલિત પ્રવાહ જાણે કે હૈયા સોંસરવો નીકળી જાય છે…….ભલ-ભલા ના કલેવર બદલી નાખતો- આ રંગ- એ શ્રીજી ની- સ્વામીશ્રી ની મહેરબાની જ છે……

સભાના અંતે- પ્રબોધિની એકાદશી ને દિવસે- શાકભાજી અને ફળ-ફળાદી ની અમદાવાદ મંદિરે- ઠાકોરજી આગળ જે હાટડી મંડાઈ હતી- અને પ્રમુખ સ્વામી મહારાજે જે- દર્શન અને ભક્તિ સુખ હરિજનો ને આપ્યું હતું- તે વીડીઓ દ્વારા દર્શાવવા મા આવ્યું……..

તો- આજ ની સભા- એક સંકલ્પ સભા હતી આથી- આપણે ખટકો એ વાત નો રાખવો કે -ભૂલ થી પણ આપણા થી- કોઈ ભૂંડો કે તુચ્છ સંકલ્પ ન થઇ જાય- અને એની પાછળ જીવન ની એક પળ પણ વેડફાઈ ન જાય……..આખરે આપણે બધાએ અક્ષરધામ જ પ્રાપ્ત કરવાનું છે અને સ્વામી-શ્રીજી નો રાજીપો-કાયમ કરવા નો છે……

જય સ્વામિનારાયણ…..

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s