Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- તા ૦૬/૧૨/૨૦૧૨

Leave a comment

ઉફફફ…..! જીવન ની એ જ ઘટમાળ પણ સાથે સાથે – હર પળ એક નવી જ પળ……હર સવાર …એક નવી સવાર  અને ક્ષણ -બે ક્ષણ  – મનમાં ઝબકી જતા  નવા વિચારો…..નવી કલ્પનાઓ…! લાગે છે કે- જીવન ને સમજવું- કદાચ એને જીવવા કરતાં પણ અઘરું છે. શ્વાસો કદાચ ખૂટી જાશે પણ જીવન વિશેના આ સવાલો ની ઝડીઓ – નહી ખૂટે. આથી- અમદાવાદી છું…..ગુજરાતી છું….આથી રસ્તો બચાવીશ અને ટૂંકો રસ્તો પકડીશ અને -જીવન ને જીવી જઈશ. મારી એક ટેવ છે- વારેઘડીએ બોલવાની- ” હું અહીં કઈ વસાવવા નથી આવ્યો, પણ ફરવા આવ્યો છું…” એના જેવું જ છે આ જીવન…તમને એક ઠેકાણે ઉભા રાખી શ્વાસ લેવાની “વેલ્યુ એડેડ સર્વિસ” નથી આપતું…..આથી વિચરણ ચાલુ જ રાખવું પડે છે……..અને હવે “ચાલવું એ જ જીવન છે….”

તો- સરવાળે- આજકાલ શું ચાલે છે?????

  • વિચરણ કાલ ના હાલ ના નક્ષત્ર મા હું- અત્યારે બરોડામાં છું…..અમદાવાદ ની સરખામણીમાં – બરોડા મને સાંકડું- પણ સીધું લાગ્યું છે – તો સુરત- સર્પાકાર લાગ્યું છે…..એ અલગ વાત છે. તો સાથે સાથે- બરોડા- થોડુંક વધારે પોલીશ્ડ….વધારે મરાઠી…..અને વધારે એનઆરઆઈ લાગ્યું છે. 
  • ચૂંટણીઓ- ફુલબહારમાં ચાલે છે- અને એની અસર અત્યારે- બધાના વિચારો-દિમાગો- અને વર્તન પર દેખાઈ રહી છે……અને એક વાત મે સામાન્ય ચર્ચાતી અનુભવી છે- બધી જગ્યા એ- ” ભાઈ- મોદી વિષે શું માનવું છે???” – ખરેખર- મોદી નું જે થવાનું હશે એ થાશે- પણ નરેન્દ્ર મોદી- ગુજરાતીઓ ના માનસ પર રાજ કરે છે- એ નક્કી છે- ડીટ્ટો- પેલી હકીકત જેવું કે ” તમે અમુક લોકો ને ચાહી શકો….લડી શકો….તિરસ્કૃત કરી શકો ….વિરોધ કરી શકો પણ અવગણી ન શકો” ………શું માનો છો???????
  • લગ્નો-શુભ પ્રસંગો- ચારેકોર છે…..ધનારક કમુરતા બેસે ( તા ૧૬ મી ડીસેમ્બર,૨૦૧૨ થી બેસે છે…..જાણકારી ખાતર) , એ પહેલા શુભ કાર્યો નીપટાવી લેવા- એવી ભાવના બધાની છે……પણ શુભ કાર્યો- શુભ હેતુ ઓ મા – મૂહુરત શું જોવાનું????  લો હરિ નું નામ- ભરો હૃદય મા હામ અને કાર્ય ની શરૂઆત કરો……બીજું શું જોઈએ??? જે હોય તે- માર્કેટ ને કોઈ મૂહુરત નથી નડતું- એ હકીકત છે………..
  • મારા લેપી ( લાડલું નામ છે – મારા લેપટોપ નું….) એ મારા મોબી ( મારો એન્ડ્રોઇડ મોબાઈલ) નો જીવ બચાવ્યો…….બિચારો મોબી – એની લીમીટેડ ઇન્ટરનલ મેમરી થી પરેશાન થઇ ગયો હતો- તો જરૂરી સુધારા વધારા માટે- એના સોફ્ટવેર નું ઓપરેશન કરવામાં આવ્યું અને એનો “જીવ” બચી ગયો……..સાથે સાથે- ઘણું બધું શીખવા મળ્યું – એ લટકામાં…..! પણ હવે લાગી રહ્યું છે કે- વહેલો મોડો- મારો મોબી- દમ તોડશે અને ખર્ચો કરાવશે જ…….જેવી હરિ ઈચ્છા….!

છેવટે- ખુબ જ અંતર ની વાત- મારા ગુરુ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ માટે- દેહ ની પાછલી અવસ્થા થી પરેશાન સ્વામી- હાલમાં અસ્વસ્થ છે- અને એમનાં પ્રાત: દર્શન બંધ છે……તો- શ્રીહરિ ને – હૃદય ના ઊંડાણ થી પ્રાર્થના કે- તેમનું સ્વાસ્થ્ય જલ્દી થી સુધરે અને અમ હરિભક્તો ને દર્શન-સેવા નો લાભ મળે. આખરે- ” બિન ગુરુ જ્ઞાન નહી…..બિન ગુરુ નહી મોક્ષ…….પડું પાય ઉસ ગુરુ કો- જીન ગોવિંદ દિયો બતાય….” ગુરુ ના કારણે જ આ જીવ ને ભગવાન ની ઓળખાણ થઇ છે…..પોતાનું “જ્ઞાન” થયું છે…..માર્ગ મળ્યો છે ……અને કદાચ આ જીવન અમુક અંશે સફળ થયું છે- આ ફેરો સફળ થવા નો માર્ગ મળ્યો છે.

"બિન ગુરુ જ્ઞાન નહી........

“બિન ગુરુ જ્ઞાન નહી……..

આથી- બસ જીવન જીવી જાઓ- અને જો- ગુરુ પ્રતાપે કે હરિ દયા થી જીવન નો મર્મ સમજવા મળે તો- સમજવું કે- આ વિચરણ અંતિમ હતું……….બાકી- મારી જેમ- વિચરણ મા જ ખુશ રહેવું…………..ભલે હૃદય મા ને કે ન માને…….!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s