Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૦૯/૧૨/૨૦૧૨

1 Comment

             “અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યદિક તે થકી દશમો ભાગ કાઢી ને શ્રીહરિ ને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો”

(શિક્ષાપત્રી,સુત્ર-૧૪૭)

સત્ય વચન……”હરિ નું દીધેલું હરિ ને જ અર્પણ..આપણે તો બસ માધ્યમ  છીએ….” સાથે આજની અદભુત સભા ના અદભુત…અતિ અદભુત દર્શન……..! સભા માટે હું આજે સમયસર હતો- પછી ભલે ને લગ્ન ની ઋત હોય..પણ મન તો હરિ સંગ લાગા…..ફિર કુછ ઔર ક્યા??? હરિના દર્શન કર્યા….તમે પણ કરો- અને આ આંખલડી ને …આ ઘડીને ધન્ય કરો…………..

આજના દર્શન....

આજના દર્શન….

સભાની શરૂઆત- મા શાંત સ્વરે ગવાતી – સ્વામીનારાયણ ધૂણ્ય નો પ્રવાહ- હૃદય સોંસરવો વહી ગયો. મને આ રાગ ખુબ ગમ્યો. સ્વામીનારાયણ ધૂન ને- કેટ-કેટલા રાગ મા ગઈ શકાય? જવાબ છે- અને એના પુરાવા પણ છે- આપણા સંતો ના સ્વરે ગવાયેલ ધૂન ની રેકોર્ડઝ….લગભગ દાસ-પંદર રાગ ની રેકોર્ડઝ તો મારી પાસે છે. ત્યારબાદ , પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત” મારી આંખલડી મા રહેજો આવા ને આવા રે……” રજુ થયું. ભગવાન ને સતત, અખંડ પોતાના હૈયામાં…નેત્રોમાં રાખવા- એટલે કે સમાધી નું સર્વોચ્ચ સ્વરૂપ…..અને એ જ ભક્તિ ની પરિસીમા છે. ત્યારબાદ- બાળમંડળ ના એક બાળક- વૃતાંત ગદાની એ ” સંપ” ઉપર તેજસ્વી પ્રવચન આપ્યું. એના અમુક અંશ….

 • સંપ,સુહાર્દભાવ,એકતા- આ ત્રણ પાયા ના સિદ્ધાંતો- યોગીજી મહારાજ નું જીવન હતા….અને જેના દ્વારા એમણે સાબિત કર્યું કે- અકલ્પનીય કાર્યો-પણ આના આધારે- પૂર્ણ કરી શકાય છે.
 • સંપ- એક યાત્રા નું નામ છે……સફળતા તરફ- હરિ તરફ….મોક્ષ તરફ
 • We  – એ જ V- વિજય કે વિકટરી માટે નો થઇ શકે છે……આથી “બેપ્સ- એક પરિવાર”  ના સુત્ર ને સાચા અર્થ મા સત્ય સાબિત કરવા- આપણા મા સુધારો લાવવો પડશે.

ત્યારબાદ- બે કીર્તન રજુ થયા…..”હારે જેના ગુણે રીઝ્યા ગિરધારી, એવા સંત ની બલિહારી રે..” પ્રેમાનંદ સ્વામી દ્વારા રચિત રજુ થયું અને ત્યારબાદ- ભક્તરાજ- વનમાળી દાસ દ્વારા રચિત- ” વિસરું ઘડી ના હો સ્વામી…..” રજુ થયું. ગુરુ અને હરિ- જ મોક્ષ માર્ગ ના તારણહાર બને છે.

ત્યારબાદ- પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા- ગયા રવિવાર ના પ્રવચન ના સંકલન મા આજનું પ્રવચન રજુ થયું…….જોઈએ એના અમુક અંશ…..

 • સંકલ્પ નું બળ- અતુલ્ય હોય છે, અને એ સંકલ્પ જો મોટા પુરુષ નો હોય તો એ ક્યારેક ને કયારેક તો સિદ્ધ થાય જ છે……આપણી  પાસે- યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ના સંકલ્પો -સિદ્ધ થયા એના હજારો ઉદાહરણ છે.
 • બેપ્સ – સંસ્થાના પાયા જ સંકલ્પ પર રચાયેલા છે- અક્ષરપુરુષોત્તમ નો સિદ્ધાંત હોય કે- દુનિયા ના ખૂણે ખૂણે- સ્વામીનારાયણ નામ પહોંચાડવા નો સંકલ્પ હોય- એ બધા જ સિદ્ધ થયા છે…..અને હરીદયા થી- એક લાખ સાધુ કરવા- જાપાન મા સ્વામીનારાયણ ના મંદિર અને સત્સંગ કરાવવા કે કાશીમાં કે જમ્મુ-કાશ્મીર મા સ્વામીનારાયણ ના નામ ના ઘાટ કે મંદિર કરવા – એ બધા જ યોગીબાપા ના -અશક્ય લગતા સંકલ્પો- ભવિષ્ય મા જરૂર સિદ્ધ થશે…..લુધિયાણા મા તો જમીન લેવાઈ ગઈ છે…સિમલા મા પણ કાર્ય ચાલુ છે……અને સંતો જાપાન પણ જઈ આવ્યા છે અને – આપણા સંતોમાં – બે સંતો જાપાન ના છે…..!!!! ભાઈ- શું કહેવું??? આતો સ્વયમ હરિ ના સંકલ્પો છે- તો પુરા થવાના જ….એમાં કોઈ શંકા નથી.
 • મોટા પુરુષો ના વચન મા વિશ્વાસ રાખો…..અને એમની દયા..રાજીપા ના પાત્ર બનો…..

ત્યારબાદ- પૂ.વિવેકસાગર સ્વામી એ ધર્માદા અંગે પણ વિસ્તૃત વાત કરી…….

 • આપણા સંપ્રદાય મા દાન ધર્મ નો અદભુત મહિમા છે…..શિક્ષાપત્રી મા પણ સ્વયમ શ્રીજી એ માટે આજ્ઞા કરી છે. યાદ રાખો- આપણ ને જે સુખ મળ્યું છે- એ બધું જ હરિનું છે- એની દયા થી મળ્યું છે- આથી આપણે- એ સંપત્તિ કે સુખ ના “ટ્રસ્ટી” માત્ર છીએ….આથી- વિચારો અને વર્તો….
 • બેપ્સ ના જેટલા પણ મંદિરો બન્યા છે- એ બધા માટે હરિભક્તો એ -પોતાની જાત ઘસી ને પણ રૂપિયો રૂપિયો ભેગો કરી મંદિર બનાવ્યા છે…અરે દાખલા તરીકે- લંડન ના મંદિર માટે તો હરિભક્તો એ પોતાના ઘર,ઘરેણાં અને જિંદગીભર ની બચત સુધ્ધા દાન કરી દીધી…..કેટલી સર્વોચ્ચ ભાવના…!!! બેપ્સ સ્વામીનારાયણ મંદિરો માત્ર ઈંટ-પથ્થર કે ચુના નું ચણતર નથી પણ હરિભક્તો-સંતો ના સંકલ્પ-સેવા અને ત્યાગ છે…..હરિની દયા છે….અને રાજીપો છે…….અને આ માટે – શાસ્ત્રીજી મહારાજ કહેતા કે- ભગવાન ચાહે તો- કોઈની આર્થિક મદદ વગર પણ મંદિરો બની શકે એમ છે- પણ- હરિ ને તમારા એક એક રૂપિયાની…મદદ ની જરુર છે…દુબળી ભક્ત ના જેવા દાન ની જરૂર છે…….સેવાની જરુર છે……તો દેવ-ઋણ ચૂકવો…..
 • દાન-ધરમ કરવાથી કોઈ બરબાદ થઇ ગયું હોય – એવું કદી સાંભળ્યું નથી- કારણ કે” કોઈનું ઉધાર ન રાખે બાકી – એ મુરારી…..” સત્યવચન છે. ભગવાન તમે – દાન કરો- એનાથી દસ-ગણું ..હજારગણું પાછું આપે છે……ઇતિહાસ,સમાજ…સંસ્કૃતિ એની સાક્ષી છે.
 • દાન- આવરદા નું પણ થઇ શકે……તમે આર્થિક દાન કરો- એ યોગ્ય છે પણ સાથે સાથે મૂળ વાત- સત્સંગ-ભગવાનમાં જોડાયેલું રહેવું- અમુક સમય ફાળવવો- એ પણ એક ધર્માદો જ છે…..તો દાન- તન-મન-ધન થી થઇ શકે……હરિ- ભાવ નો ભૂખ્યો છે……તમારા ત્યાગ નો ભૂખ્યો છે……

અને અંતે- અમુક જાહેરાતો થઇ જેવી કે…..

 • ૪ થી જાન્યુઆરી-૨૦૧૩ ના રોજ- અમદાવાદ મંદિર નો સુવર્ણ મહોત્સવ છે- જે સરદાર પટેલ સ્ટેડીયમ ,નવરંગપુરા ખાતે- અતિ ભવ્ય રીતે ઉજવાશે….જેના પાસ- જે તે વિસ્તાર ના પ્રતિનિધિ દ્વારા મળશે….અને એનો સર્વે પણ અમુક દિવસ મા શરુ થઇ જશે. વૃદ્ધ,અશક્ત,બીમાર લોકો – ને ઘરે બેઠા- વેબ-કાસ્ટ થી લાઈવ જોવા મળશે…..
 • ૬ ઠી – જાન્યુઆરી-૨૦૧૩ ના રોજ- યુવા પ્રવૃત્તિ નો ષષ્ટિપૂર્તિ મહોત્સવ એ જ સ્ટેડીયમ મા ઉજવાશે- માત્ર- યુવા કાર્યકરો એ ત્યાં જવાનું છે……સામાન્ય હરિભક્તો એ નહિ……આપણ ને એ આસ્થા ટીવી ચેનલ પર લાઈવ જોવા મળશે……
 • ઉપરોક્ત પ્રોગ્રામ ના વિસ્તૃત આયોજન-પ્રોગ્રામ ની જાહેરાત પછીથી કરવામાં આવશે…..

તો આજની સભા- આપણી જવાબદારી …આપણું કર્તવ્ય…આપણું જાણપણું સમજવાની હતી. યાદ રાખો- તમને જે કઈ પણ મળ્યું છે- એ હરિની જ દયા છે…બાકી મારી-તમારી શું હેસિયત કે તાકાત???? પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના શબ્દોમાં- આપણા થી તો એક સુકું પાંદડું પણ હાલે એમ નથી- એ તો આપણો હરિ- જ છે જે આપણા યોગક્ષેમ નું વાહન કરે છે. આથી એના માટે ઘસાવું-એના માટે જ જીવવું……….

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા- તા ૦૯/૧૨/૨૦૧૨

 1. Brisbane Temple plan is announced. Construction will start in April 2013.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s