Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- તા-૧૭/૧૨/૨૦૧૨

2 Comments

હમ્મ્મ……ગયું અઠવાડિયું વજનદાર રહ્યું….જીવન ની ક્ષણો ની જેમ જ …ધીમું પણ ધબકતું….ક્યારેક રણકતું  રહ્યું. અમદાવાદ..સુરત વચ્ચે ની પટરી ઓ પર થી ગુજરતું રહ્યું …તો ક્યાંક કાર ના સ્ટીયરીંગ પર ઘૂમતું રહ્યું…..તો સાથે સાથે નવા નવા રંગ ભરતું રહ્યું. તો કેવું રહ્યું ગયું અઠવાડિયું …જોઈએ મારા દ્રષ્ટિકોણ થી….

  • રોજ સવારે ચાલવા નું ચાલુ જ છે…..વચ્ચે વચ્ચે દોડી પણ લેવાય છે તો- ક્યાંક આ રૂટીન અટકી પણ જાય છે…….શરીર ને ઉતરવું નથી પણ -મજબુત કરવું છે…….અને આ શિયાળો – ખાલીખમ્મ જાય….એ પોસાય એમ નથી…..રીનાને વચન આપ્યું છે. જોઈએ કોણ જીતે છે????
  • સુરત મા ગયા અઠવાડિયા ના ત્રણ દિવસ ગયા…..અને માન્યતા કે- સુરત દરિયા ની નજીક છે તો- ઠંડી નું એટલું બધું જોર નહી હોય…..એ ખોટી લાગી- અને સુરત ના ઓવરબ્રીજ અને તાપી નદી ના કિનારે – ભીની ભીની ઠંડી નો અનુભવ અદભૂત લાગ્યો…..સાથે સાથે સુતરફેણી, ઘારી અને ચૂંટણી નો ખટમીઠ્ઠો માહોલ- એના થી પણ વધારે રસપ્રદ લાગ્યો….જુનું બઝાર અને ચોક બજાર સંપૂર્ણ પણે બંધ હતા અને વોટિંગ જોરમાં હતું…..જોઈએ પરિણામ શું આવે છે???
  • ટ્રેન મા મુસાફરી – એ હમેંશા યાદગાર અનુભવ હોય છે….જો તમારી પાસે – “સમજણ” હોય તો……! આ વખતે -સુરત થી પાછા આવતા, મારી સાથે ની બર્થ પર – બોલીવુડ ના એક કહેવાતા ફાઈનાન્સર હતા……ઘણીબધી વાતો થી….ઘણા બધા જવાબો મળ્યા….પણ એક વાક્ય સાંભળવા મળ્યું એ મને સ્પર્શી ગયું….” દુનિયા જેવી દેખાય છે…..લોકો જેવા દેખાય છે- એવા નથી હોતા…….બસ સંજોગો હોય છે અને સ્વપ્ન હોય છે………” હવે તમે આમાં શું સમજ્યા???? જવાબ ગહન છે- કારણ કે- જીવન કેવું હોવું જોઈએ? એ તમારા પર નિર્ભર કરે છે…..તમે સંજોગો ને કઈ રીતે સ્વીકારો છો- અને તમારા સ્વપ્ન કેવા છે……..એ નક્કી કરે છે….કે જીવન કેવું હશે…! તો- નેપથ્ય ની પાછળ પણ ક્યારેક ડોકિયું કરો…..સાચું જીવન કદાચ ત્યાં જ દેખાશે….બાકી સેલ્યુલોઇડ…પ્લાસ્ટિક લાઈફ તો બધા જીવે છે.
  • આજે સવારે જ – ગામડે- લોકશાહી નો ઉત્સવ અને મારો એક જવાબદાર નાગરિક તરીકે નો હક – પ્રદર્શિત કરવામાં આવ્યો……વોટિંગ કરવું- પોતાનો મત આપવો- એના થી વધુ શક્તિશાળી ક્ષણ -એક નાગરિક માટે , બીજી કોઈ નથી. મે કોને વોટ આપ્યો? કહેવા ની જરૂર છે??? કે પાકા ગુજરાતી ને પૂછવા ની જરુર છે??? આપણી આવનારી પેઢી ઓ ને કેવું ગુજરાત આપવું- એ આપણા હાથ મા છે- અને હું એમાં ભૂલ કરું- એ ટોળા મા નથી. તો “દિવાળી” ૨૦ મી એ ઉજવવા ની છે- તમે સામેલ થશો ને……??????
  • જીવન ની અત્યંત અવિસ્મરણીય -પળ ..ક્ષણ હવે આવવા ની તૈયારી મા છે……અમારા જીવન મા….પરિવાર મા – એક નવું જીવન દસ્તક દઈ રહ્યું છે……..નવી વાર્તા ઓ….રોજ નવી માંગણીઓ…..નવા મીઠા ઝગડાઓ ……રાહ જોઈ રહ્યા છે…..સ્વપ્ન મોટા હશે કે ચિંતાઓ???? ખબર નથી પણ – હું અને રીના રોમાંચિત છીએ……શ્રીહરિ ના આશીર્વાદ ને ઉજવવા……! બીજું શું જોઈએ??? આમેય- ગુરુ અને ભગવાન ના આશીર્વાદ થી -હમેંશા જીવને અમને- લાયકાત થી ….સ્વપ્નો થી વધારે આપ્યું છે……..અને સફર બસ આમ જ -એક હરિ ના સથવારે ચાલતો રહે – એટલે બસ………..

તો…….બસ- આ પળ ને….આ ક્ષણ ને…..આ લીવીંગ પોલ ને……આ સ્વપ્ન ને જીવી જાઓ……કાલ – તો આપણી જ છે……અને મહાપ્રલય – તો રોજ થાય છે યાર…!

સાથે રહેજો…..

રાજ

 

Advertisements

2 thoughts on “આજકાલ- તા-૧૭/૧૨/૨૦૧૨

  1. તમે લખ્યું છે તેમ ‘દસ્તક દેતા જીવન’ ની વધામણી ના તમને તથા રીનાબેન ને અભિનંદન ! લાગે છે કે આ પહેલી પધરામણી છે!
    તમારા લખાણ નો ચાહક, અમેરિકા થી રાહુલ બ્રહ્મભટ્ટ ના જય સ્વામીનારાયણ ( તમારી રવિ સભા ના વર્ણનથી અમારી નુયોર્ક ની રવિ સભામાં વધારે મઝા આવે છે)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s