Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- તા ૦૨/૦૧/૨૦૧૩

Leave a comment

” સો ચોરસ ફૂટ નો એક નાનો રૂમ અચાનક જ હજાર ચોરસ ફૂટ નો લાગવા લાગે તો શું સમજવું? ……..વિચારો વિચારો…….! જવાબ ઘણા છે – દાખલા તરીકે- કાંતો તમે એકલતા અનુભવી રહ્યા છો……..યા તો તમારું હૃદય -બહિર્વૃત થઇ ને એની પરિઘી ને લાંઘી રહ્યું છે….યા તો તમે કોઈના પ્રેમ મા છો……..અને તેની દુરી ને વેઠી રહ્યા છો………! પણ મારા કિસ્સા મા અનેક કારણો નું એક રંગભીનું -મેઘધનુષી મિશ્રણ છે…..રીના હાલ મારી પાસે નથી અને હું એકલો જ ઘરે છું…..આથી એકલતા છે- સત્ય છે…..એને સ્વીકારવાની તાકાત મારા મા છે……એ હાજર હતી- મારી સાથે હતી- ત્યારે -ભલે અમારી વચ્ચે મતભેદ થતા…અમે લડતા-ઝગડતા..ફરતા…પણ “એક હતા” ..એકબીજાનો સાથ અમે અનુભવી શકતા હતા…..અને અત્યારે એ મારી સાથે નથી તો- જાણે કે વિશ્વ – એના પરિભ્રમણ ની ધરી પર ક્યાંક અટકી ગયું છે….ક્યાંક ભટકી ગયું છે…………………! ખેર…આ પણ એક રસપ્રદ અનુભવ છે……જે દરેક વ્યક્તિ એ ક્યારેક તો અનુભવવા નો હોય છે………

તો- સમય ના આ વૃતાંત મા- જીવન ના કયા રંગ ….આજકાલ વહી રહ્યા છે..????

  • ૩૧ મી ડીસેમ્બર ગઈ……અને હું હમેંશ ની જેમ- ૧૦ વાગ્યે જ મારી રજાઈ મા લપાઈ ને સુઈ ગયો……..”બેગાનો કી શાદી મે અબ્દુલ્લા દીવાના” જેવા ઘાટ આજકાલ લોકો મા છે…..દેખાદેખીમાં – છાકટા થઇ , રોડ પર રખડતા બુમાબુમ કરી ને એન્જોય કરવું- એ મારી સંસ્કૃતિ કે મારી સમજણ મા નથી…..નવા વર્ષ ને આવકારો- જુના વર્ષ ને વિદાય આપો- પણ એક પધ્ધતિ હોય- એક મનોમંથન અને એક સ્વપ્ન હોય…..ધમાચકડી ન હોય…..! ખેર….આ મારા અંગત વિચાર છે…..
  • દિલ્હી નો ગેંગ-રેપ નો કિસ્સો- કશું નથી કહેવું………આપણી પ્રજા જ નમાલી છે….ભુલકણી છે  અને…..સંસ્કૃતિ વિહીન થવા પર જઈ રહી છે……સ્ત્રી નું સન્માન- એની સાથે નું વર્તન..એ બધા માટે…….હવે સમય કદાચ આપણી પાસે થી એનો હિસાબ માંગી રહ્યો છે. જો- હવે નહિ તો- ક્યારેય નહિ…….જાગવું જ પડશે….કડક થવું જ પડશે……સ્ત્રી ઓ ને – કપડાં કે ફરવાના – બકવાસ બંધનો મા બાંધવાના બદલે- પુરુષો ને – સ્ત્રી સાથે કેમ વર્તવું- એ શીખવા ની વધારે જરુર છે……..આના માટે – દરેક પુરુષ ને- બાળક ને- નાનપણ થી જ સંસ્કાર-સંસ્કૃતિ-અધ્યાત્મ નું સાચું શિક્ષણ આપવું જ પડશે………ગળથુથી મા શુભ સંસ્કાર કદાચ- પાછળ ની જીંદગી મા શુભ- વર્તન – શુભ વિચાર આપી શકે છે……
  • ગઈકાલે- રાત્રે- અમારા વાડજ મંદિરે- રાત્રી સભામાં ગયો હતો- અનુભવ સારો રહ્યો- કાર્યકરો નો ઉમંગ, દાખડો જોવા મળ્યો……અને એક સારો અનુભવ પણ થયો…..લગભગ- ૭૫-૮૦  વર્ષ ના જસભાઈ પટેલ ( લંડન ના રહેવાસી છે) – પ્.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની એક આજ્ઞા થી- દેશ-વિદેશ મા સ્વ-ખર્ચે- સ્વ-બળે ફરી ને- ” સંત અને ભગવાન ના મહિમા” ની વાતો માટે સભાઓ ગજવી રહ્યા છે.  એમના પ્રમાણે…..” આપણા માટે કર્મ મા વ્યસ્તતા જરૂરી છે…..પણ એક પળ પણ ન વિસરવું કે- સંત અને ભગવાન નો મહિમા શું છે? એમનું સ્વરૂપ શું છે? અને આપણા જીવનું કલ્યાણ તેમના થકી જ છે……..” મન-હૃદય ને આ વાત –તરબતર કરી ગઈ……….છેવટે કરવાનું બધું પણ સમજવાનું- આ એક જ છે……..
  • અમદાવાદ શાહીબાગ મંદિર- નો ૪ તારીખે – સરદાર પટેલ સ્ટેડીયમ મા સુવર્ણ જયંતી મહોત્સવ છે……મને પાસ મળતો હતો- પણ હું બહાર છું……પણ લાઈવ વેબકાસ્ટ – થી જોઈ શકાશે…..એ શાંતિ ની વાત છે…….લીંક-  http://live.baps.org/        — તો સાથે સાથે ૬ તારીખે- આંતરરાષ્ટ્રીય યુવા-ષષ્ટિ પૂર્તિ મહોત્સવ – એ જ જગ્યા એ છે…….આસ્થા ટીવી ચેનલ પર એ લાઈવ દેખી શકાશે……..
  • ઠંડી- એની કાતિલતા સાથે – મધ્ધમ ગતિ થી આગળ વધી રહી છે……….અને આવી ઠંડી મા- પાછી એકલતા- આથી ઠંડી કદાચ વધારે કાતિલ લાગી રહી છે………રીના….તું ક્યાં છે?????? ( એ હોત તો કમસેકમ રીંગણ નો ઓળો- રોટલા-આદુવાળી કઢી……..તો મળી હોત……)

તો- બસ- જાગતા રહો……જાણતા રહો……સમજતા રહો……….કારણ કે કદાચ આજ તમારી નથી…..પણ કાલ તો તમારી જ છે….જો વિચારો તો.. 🙂

સાથે રહેજો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s