Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૧૩

Leave a comment

“કાળ ની ગતિ ‘ને મતિ, ફક્ત એક પામરતા મનુષ્ય ની,

ભેગા થઇ થઇ ને બસ વેરાઈ જવાનું…ફક્ત એક ઘટના  મનુષ્ય ની…””

એજ સવાલ અને કદાચ એ જ જવાબ…….ઘટના એ જ અને વ્યથા પણ એ..જ….! શું જીવન- આની આસપાસ જ છે?  બે કદમ પર આવી ને અટકી જવું…..જબાન પર આવી ને ખામોશ થઇ જવું કે ઉંબરા આવી ને બંધાઈ જવું………જીવન આ જ છે. અપની વ્યથાઓ અને કથાઓ એટલી જ રસપ્રદ છે. આથી ઘણા – એની મથામણ મા પડ્યા વગર જ બસ જીવી જાય છે…..અને કદાચ એમના માટે ૨૨.૯ કેરેટ નો માર્ગ , આ જ છે. તો- આપણે શું કરવું જોઈએ? ફરીથી- એ જ મથામણ જવાબ શોધવાની………તો જવાબ શોધવાનું છોડી- એને જીવી જાઓ….લેખક ગુણવંત શાહ કહે છે એમ- તમે જીવો- ત્યાં સુધી જીંદગી ને “જીવો”…..કારણ કે આ લખચોરાસી ના આ ફેરા વારેઘડી એ ફરવા મોંઘુ પડે છે યારો……….!

તો- જીવન ના આ પથ પર -કેમેરા ની આંખે ઝડપાયેલા અમુક ચિત્રો…….જીવન ના સંદેશ સાથે……

IMG1486( સૌજન્ય- ચિત્રલેખા)

એક દમ રોકડી….ખણખણતી વાત…! તમે રોજીંદી જિંદગાનીમાં એ ભૂલી જ જાઓ છો કે – તમે અમર નથી…કે આ પળ કાયમી નથી…..અને બસ આપણે જીવન ને ફાલતું કચકચતી વાતો મા વેડફી દઈએ છીએ અને “જીવવા” જેવી ઘણી વાતો ને બસ ભૂલી જ જઈ એ છીએ…..પણ જ્યારે મોત- ઉંબરે દસ્તક દે  છે ત્યારે – એ છૂટી ગયેલી- અણજીવાયેલી પળો યાદ આવે છે- અને ઘણું મોડું થઇ જાય છે….પેલી કહેવત છે ને કે ” થોડા દિવસ ના પ્રવાસ માટે જેટલી બધી તૈયારી તમે કરો છો – એટલી તૈયારી તમે કાયમી “સફર’ માટે નથી કરતા…..” તો -જીવવા નું શરુ કરો…..આજ થી…આ પળ થી જ…….રવીન્દ્ર પાઠક ની આ વાત સાથે…….!

IMG1485( સૌજન્ય- ચિત્રલેખા)

લાગે છે કે આજનું ફોટોનામા – ચિત્રલેખા ને જ અર્પણ છે……ચિત્રલેખા નું શરૂઆત નું આ પન્નુ અને અંત ની ઈશિતા ની એલચી…..બસ કદાચ એનાથીજ તન-મન-હૃદય-આત્મા ને સંતૃપ્તિ થઇ જાય છે……આના માટે ચિત્રલેખાને સો સલામ….! આદમ ટંકારવી ની આ વાત- હૃદય ને- ચક્ષુઓ ને- ચક્ષુઓ ના ભીના ખુણાઓ ને સ્પર્શી ગઈ…….યાદ આવી ગઈ પેલી વાત- “મને ચોમાસું ગમે છે કારણ કે વરસતા વરસાદ મા કોઈ મારા આંસુ ને જોઈ શકતું નથી” …રડવું એટલે શું? આંસુ કે રુદન કદાચ – હૃદય નો એક્ષ્હોસ્ટ ફેન છે….લાગણીઓ ને બહાર નીકળવા માર્ગ તો જોઈએને??? તો- એ જ છે જીવન નું રહસ્ય…..કોઈના માટે – ક્યાંક રડી લેવું…..હૃદય ને મજબુત બનાવે છે. અને આથી જ હૃદય ની નિખાલસતા ને વર્ણવવી હોય તો- તેને આંસુ નું નામ આપી શકાય…..તો યારો- ક્યારેક રડી લેવું……પેલા હીરો હીરાલાલ ની જેમ- કોઈ ઝાડ ના થડ ને પકડી ને પણ રડી લેવું………….

તો- બસ આ પળ ને….આ ક્ષણ ને……જીવી જાઓ……કાલ ની કોને ખબર? અને કોને ફિકર?  આપણે તો માથે ધણી બેઠો છે……હરિ બેઠો છે…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s