Raj Mistry's world

Me,my stories and world around….

BAPS યુવા ષષ્ટિપૂર્તિ મહોત્સવ- અમદાવાદ

Leave a comment

“યુવાનો તો મારું હૃદય છે………”

( બ્રહ્મસ્વરૂપ પૂ.યોગીજી મહારાજ)

     શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ  સંસ્થા  ના આદ્ય સ્થાપક – બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૧૯૩૯ મા – એક પત્ર લખ્યો હરિભક્તો પર…..જેમાં લખ્યું છે કે ” આપણે અત્યારે તો તે વાત નો-ભવિષ્ય નો ખ્યાલ નહિ આવતો હોય, પણ મને તો ઇદમ દેખાય છે, કે બે દેશ ( વડતાલ-કાલુપુર) કર્તા આપણી સંસ્થા વૃદ્ધિ પામે, ને પ્રતિષ્ઠા અને સંપત્તિ મા પણ વૃદ્ધિ થાય……” આ પત્ર એવા સમયે લખાયો હતો કે જયારે સંસ્થા પાસે સિલક મા માત્ર -ઠાકોરજી અને બે આના હતા…………..!!!! અને આજે જુઓ- વર્તમાન નો સુરજ- આજે શાસ્ત્રીજી મહારાજ ની આ અક્ષરપુરુષોત્તમ સંસ્થા માટે ઉદિત થાય છે……દર ૬ દિવસે વિશ્વ ના કોઈ એક ખૂણે અક્ષરપુરુષોત્તમ નું નવું મંદિર બની રહ્યું હોય છે……૧૦૦૦ અતિ વિદ્વાન સંતો અને હજારો નિષ્ઠાવાન કાર્યકરો અને લાખો હરિભક્તો…..બસ એક જ સિધ્ધાંત- અક્ષર અને પુરુષોત્તમ ના સિધ્ધાંત માટે…સ્વામીનારાયણ નામ માટે …..ફના થઇ જવા તત્પર રહે છે….! શું છે આ બધું????   જવાબ એક જ છે…..- હરિ….હરિ…..બસ હરિ…….!

અને એમાં પણ યુવાનો- બેપ્સ ના યુવાનો- આપણા ગુણાતીત પરંપરા નું સર્વસ્વ રહ્યા છે…….દર વર્ષે- ૪૦ થી ૫૦ જેટલા અતિ વિદ્વાન….નવલોહિયા ફક્ત એક ગુરુ આજ્ઞા એ- હરિભક્તિ ની નિષ્ઠા એ  – સંસાર ના સુખ છોડી- સખત ભીડા વળી ત્યાગ ની આ  કાંટાળી કેડી સ્વીકારે છે…..એક સ્વામિનારાયણ માટે…અક્ષરપુરુષોત્તમ માટે પોતાનું માથું મુંડાવે છે.  બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે- આંબલી વાળી પોળ મા યુવા પ્રવૃત્તિ ના બીજ વાવેલા…..પણ એને પધ્ધતિસર નું સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૧૯૫૨ મા મુંબઈ ના યુવા મંડળ ની સ્થાપના સાથે કર્યું…….અને એ નાનું બીજ- એક વિચાર- આજે ભક્તિ નો- અધ્યાત્મ નો..સત્સંગ નું એક પ્રચંડ વટવૃક્ષ બની ગયો છે…..! ૬૦ વર્ષ પુરા થયા અને એની ભવ્ય ઉજવણી આજે અમદાવાદ ના આંગણે હતી કે જ્યાંથી- યુવા પ્રવૃત્તિ ના બીજ વિકસ્યા હતા…..અને ઇતિહાસ સાક્ષી છે- આપણી આ સંસ્થા ના વિકાસ નો- એની અદભુત ગાથાનો……પછી શું કહેવા નું???  સુરજ ને ઢોલ-નગારા  ની શી જરૂર…???

shastipurti

તો- આજે ભવ્યાતિભવ્ય ષષ્ટિપૂર્તિ મહોત્સવ ની ઉજવણી હતી- બધા સદગુરુ સંતો અને દેશ વિદેશ ના યુવક-યુવતી ઓ હાજર હતા. સમગ્ર દુનિયા મા એનું જીવંત પ્રસારણ પણ થયું અને અદભુત રોશની વચ્ચે – નૃત્યો દ્વારા- નાટક દ્વારા એની ઉજવણી થઇ- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હતા પણ એક વાત મન ને ખટકી……પ્.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની ગેર-હાજરી ..! પણ એમની  વૃદ્ધ અવસ્થા અને નાદુરસ્તી ને કારણે- એ આરામ કરે એ વધારે જરૂરી હતું….આથી બસ એમના સારા સ્વાસ્થ્ય માટે સ્વામી-શ્રીજી ને હૃદય ના ઊંડાણ થી પ્રાર્થના……..

તો- મહોત્સવ અદભુત…..અતિ અદભુત હતો……..મનમોહક હતો અને રોમાંચક હતો…..અંત મા – પૂ.યજ્ઞપ્રિય  સ્વામી એ લેવડાવેલી પ્રતિજ્ઞા સમગ્ર મહોત્સવ નો સાર હતો…….શુદ્ધ જીવન….ઉચ્ચ ચારિત્ર્ય, ઉચ્ચ વિચાર-વર્તન અને ભગવાન-ગુરુ-રાષ્ટ્ર -સંસ્થા માટે પાકી નિષ્ઠા – એ જ અનિવાર્ય શરત છે – આ સત્સંગ મહાસભા ની.  મૂળ અક્ષર મૂર્તિ- ગુણાતીતાનંદ સ્વામી ની વાતો મા -પ્રકરણ ૪/૯૯ – મા કહ્યું છે એમ- ભલે તમે મંદિરો- સોના ના કરો કે દેહ ને તાપ-નિષ્ઠા-બળે સુકવી નાખો…..પણ જો શ્રીજી જેવા છે- સર્વોપરી છે- એ નહિ સમજાય અને પાકી નિષ્ઠા નહિ થાય તો બધું નકામું છે………!

તો- બસ – આ જ સાર ને- પાયા ની વાત ને- આપણી સંસ્થા ના સાર ને- જીવન મા દ્રઢ કરો- નિષ્ઠા પાકી કરો- તો રોજે રોજ ઉત્સવ જ છે…….આખરે શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા – આ સર્વોપરી ના …અક્ષર રૂપ થઇ- પુરુષોત્તમ ની ભક્તિ ના…. બ્રહ્મ સિધ્ધાંત પર જ ટકેલી છે……અને સમગ્ર બ્રહ્માંડ મા – આ સિધ્ધાંત ને- સ્વામીનારાયણ નામ ને પાંદડે પાંદડે ફેલાવવા નું કર્તવ્ય- આપણા જેવા યુવાનો નું છે…….આવનારી પેઢી નું છે…….

બસ હવે બેપ્સ-યુવા હીરકપૂર્તિ મહોત્સવ ઈસવીસન -૨૦૨૭ ની પ્રતીક્ષા છે………ઉજવણી ક્યાં કરશું?

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s