Raj Mistry's world

Me,my stories and world around….

એ ઠંડી પાછી આવી…………….

1 Comment

મકરસક્રાંતિ નો સમયગાળો પૂરો થયો……કમુરતા પુરા થયા અને એ સાથે ઠંડી માં વધારો બંધ થવો જોઈએ- એવું જાણકારો કહે છે , પણ આજકાલ પૃથ્વી એની ધરી પર જાણે કે ઉલટી ઘૂમી રહી છે અને નીતનવા ભોપાળા જેવા કે ગ્લોબલ વોર્મિંગ….ગ્રીન હાઉસ ઈફેક્ટ( આજકાલ સંભળાતું નથી…) કે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ ..સંભળાઈ રહ્યા છે , અને જાણે કે બધી ઋતુઓ ઉલટી સુલટી થઇ રહી છે…..ઇન્ડોનેશિયા માં અત્યારે પુર છે તો ઓસ્ટ્રેલિયા માં ક્યાંક અતિશય ગરમી છે…….ગ્લોબલ વોર્મિંગ થી -ઉત્તર અને દક્ષીણ ધ્રુવ ઓગળવા જોઈએ પણ – નિષ્ણાતો કહે છે કે- હિમયુગ જાણે કે પુનઃ પધારી રહ્યો છે……….દિલ્હી માં તાપમાન ૧ ડીગ્રી સુધી પહોંચી જાય છે છતાં – જાડી ચામડી ની સરકારો કે નઘરોળ પોલીસ તંત્રો જાગતા નથી- પણ- જાણે કે શીત નિંદ્રા માં ડૂબેલા હોય એમ સુષુપ્ત પડી રહ્યા છે…….

ઉત્તરાયણ અમદાવાદ ની બહાર હતી- પણ વાસી ઉત્તરાયણ અમદાવાદ માં આવી ને તરોતાજા લાગી અને ઉત્તરાયણ નો આથમતો સુરજ- એની સાથે હજારો તરતા દીવડા …આતશબાજી અને ઉત્સાહી લોકો ની ચિચિયારીઓ…….અદભુત ..અદભુત….! જેણે અમદાવાદ ની ઉત્તરાયણ નથી જોઈ- એ મનુષ્ય કમનસીબ છે…..અભાગીયો છે……….! એ પછી થોડાક દિવસ – ગરમી લાગી- ગાડી માં એસી ચાલુ કરવું પડ્યું તો રાત્રે પણ એક ટીશર્ટ માં ફરવા ના શોખ માણ્યા……પણ ગઈકાલે સાંજે થી જ – અચાનક ઠંડો પવન ફૂંકાવા નું શરુ થયું છે અને આજે તો જાણે કે ગાત્રો ઠારી નાખે એટલું તાપમાન- હેરાન કરી રહ્યું છે……………..!

તો- કરવું શું????? કેટલીક અધુરી ઇચ્છાઓ……અધુરી વાસના ઓ…….પૂરી થશે કે નહિ થાય- એ ખબર નથી…..પણ નીચેની યાદી જુઓ….

  • શાંત-સ્થિર-ઠંડી-કાળી રાત્રી…..તમરાનો અવાજ…..અને તડતડ અવાજે બળતું તાપણું……! એ અંગારા પર મુકેલી આદુવાળી ચા- સાથે ગરમાગરમ મેથી ના ભજીયા…યારો નો સંગ- દેશી વાર્તા ઓ અને ઊંચા-નીચા અવાજે-રાવણહથ્થા ના લય સાથે ગવાતા પ્રાચીન ભજનો………….! આ મળે તો- આ જન્મારો સફળ લાગે…….ફેરો સફળ લાગે…….
  • આવી ઠંડી-અંધારી રાત્રે – બહાર ખાટલામાં પડ્યા પડ્યા…..રજાઈ ની કોર માંહે થી થીજેલા નેત્રે – આકાશ ના તારલિયા ને ગણવાનું……નિહાળવાનું…….અદભુત……અદભુત……….
  • કાં તો પછી- ગાડી લઇ- લોંગ ડ્રાઈવ પર જવાનું…..કોઈક અધખુલી રેસ્તોરાં માં જઈ ..ગરમાગરમ બ્લેક કોફી નું ચૂસકી ઓ લેવાની……સાથે સાથે મંદ મંદ સ્વરે ગવાતું- આહ્લાદક મુઝીક સાંભળવા નું………પછી શું? મજ્જાની લાઈફ………

તો…..બસ અધુરી..મનસ્વી….ઇચ્છાઓ -એષણા ઓ નો કોઈ જ અંત નથી……..સાથે સાથે આ ઠંડી નો તો હાલ પુરતો કોઈ જ અંત નથી……..બસ શરીર એના લય માં આવે એ જોવાનું છે……..

ગઈકાલ ના એક અદભુત દર્શન…..આજે નેટ પર કર્યા …..પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને શયન આરતી પછી – એમના મૂળભૂત ચશ્માં માં જોયા……..બસ હવે સમય મળે ને રૂબરૂ દર્શન ની ઈચ્છા છે……..અને આ ઈચ્છા તો સો ટકા પૂરી થઇ શકે છે……..ઠાકોરજી ની દયા દ્રષ્ટી છે- સ્નેહ છે…..

સાથે રહેજો……તાપણું કરતા કરતા વાતો કરતા રહેજો……શુભ રાત્રી…..

રાજ

 

 

Advertisements

One thought on “એ ઠંડી પાછી આવી…………….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s