Raj Mistry's world

Me,my stories and world around….

BAPS સન્માન રવિસભા- ૨૦/૦૧/૨૦૧૨

Leave a comment

” સંત પરમ હિતકારી , જગત માહીં સંત પરમ હિતકારી,

પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી ………જગત માહીં ૦

ત્રીગુનાતીત ફિરત તનું ત્યાગી , રીત જગત સે ન્યારી ….

બ્રહ્માનંદ કહે સંત કી સોબત , મિલત હે પ્રગટ મુરારી…..જગત માહીં .૦”

રવિસભા ની ઘણા સમય બાદ – શરૂઆત – સંત મહિમા ના આ પદ દ્વારા………અને જાણે કે સમગ્ર ભૌતિક જગત એક પળ માં જ ઓગળી ગયું અને હૃદય માં – બસ એ જ પાયા ની વાત…સમગ્ર બ્રહ્માંડ ના સાર ની વાત ….મુદ્દા ની વાત સોંસરવી  પ્રસરી ગઈ……! એક હરી જ સાચો અને એની ઓળખાણ કરાવનારો સંત…સત્પુરુષ જ શ્રેષ્ઠ ..આપણે  તો મહા ભાગ્યશાળી છીએ કે – અક્ષર( અજરામર સત્પુરુષ) અને પુરુષોત્તમ સાથે જ મળ્યા છે , અને પુ. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ જેવા ગુરુ મળ્યા છે…….!

તો આજ ની રવિસભામાં – શરૂઆત- પુ.પ્રેમવદન સ્વામી ના સુરીલા કાંઠે ગવાયેલા આ કીર્તન થી થઇ……પણ એ પહેલા મારા વ્હાલા ના અદભુત દર્શન…..! ઉત્તરાયણ પછી- હું પ્રથમવાર જ રૂબરૂ દર્શન માટે જઈ શક્યો….આથી આજના દર્શન હૃદય ભરી ને- વિસ્ફારિત નેત્રે કરવામાં આવ્યા……

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

આજની રવિસભા – ખાસ હતી- કારણ કે – ઉત્તરાયણ પહેલા થયેલા મહા-સામૈયા ઓ – અમદાવાદ મંદિર સુવર્ણ મહોત્સવ અને બેપ્સ યુવા ષષ્ટિપૂર્તિ મહોત્સવ ની સફળ ઉજવણી માં સહભાગી થયેલા – સત્સંગીઓ- મુમુક્ષો-દાનવીરો -સહયોગી ઓ નું જાહેર સન્માન થવાનું હતું…….૧૯૬૨ માં અમદાવાદ શાહીબાગ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા થઇ હતી અને આજની તારીખ માં – બેપ્સ નું ઇન્ટરનેશનલ હેડ ક્વાર્ટર છે અને સમગ્ર સત્સંગ નું સંચાલન જાણે કે અહીંથી જ થાય છે……આમ સ્વયમ શ્રીજી જ અહી છે- દુનિયાનું પ્રથમ સ્વામીનારાયણ મંદિર અહી છે…….અને આહી જ- અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત નો કંટ્રોલ રૂમ અને એના સંચાલક- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ છે……! પછી શું કહેવું?????

એ પછી- આ બંને ઉત્સવો ની અદભુત વિડીયો ક્લિપ્સ દર્શાવવા માં આવી- હું ક્યાંક અલપઝલપ દેખાયો…..પણ અંત ના મહા- સમૂહ આરતી નું દ્રશ્ય જોઇને- મન ગદગદ થઇ ગયું……એક સાથે ૬૦૦૦૦ દીવડા- જાણે કે આકાશગંગા ના સમગ્ર તારલિયા અહીંજ ઉતરી આવ્યા હતા……સાથે એક જ અવાજ…એક જ નામ સ્મરણ…સ્વામીનારાયણ…સ્વામીનારાયણ……….! ગીનીસ બુક ક્યાં છે..ભાઈ??????

ત્યારબાદ શરુ થયો- સહભાગી-ભાગ્યશાળી ઓ નો સન્માન સમારંભ – મેયર આસિત વોરા, ભુપેન્દ્ર પટેલ, સનદી અધિકારીઓ- વિનયભાઈ, સંજય શ્રીવાસ્તવ, દિલીપ મહાજન…..મહેશ દેસાઈ( સરદાર પટેલ સ્ટેડીયમ) ……….વગેરે વગેરે…….મહાનુભાવો નું સુવર્ણ કાળાશ થી ભવ્ય સન્માન થયું……અદભુત…અદભુત…..! મને પુ.બ્રહ્મવિહારી સ્વામી ની કહેલ એક વાત સ્પર્શી ગઈ…..- જો હેતુ શુદ્ધ હોય…..લોક હિત -જીવ હિત નું કાર્ય હોય તો- એમાં સત્પુરુષ અને ભગવાન ના આશીર્વાદ ભળે જ છે………! એક દમ સાચી..ખનખન કરતી વાત……! આખરે હરી નો રાજીપો થાય એવા કાર્ય થાય – તો હરી પ્રસન્ન થાય જ……! સર્વ મહાનુભાવો એ- આપણા સંપ્રદાય ના- નિયમ ધર્મ- સ્વયમ શિસ્ત, ધર્મ ભાવના, સેવા ના કાર્યો અને શુદ્ધ નિષ્ઠા અને સમર્પણ – ના વખાણ કર્યા..બિરદાવ્યા…..! ભવિષ્ય – આખરે નવી પેઢી ના હાથ માં જ છે અને – નવી પેઢી જો ધર્મ ના માર્ગ પર ચાલતી હશે તો- ભવિષ્ય ઉજ્જવળ જ છે- જે આજે- આપણા સત્સંગ માં દેખાય છે…….અને કેમ ન દેખાય?      આ સંસ્થા આખરે શ્રીજી ની- ગુણાતીત ની- પોતીકી સંસ્થા છે……..

આ સાથે સાથે- જુના- નિષ્ઠાવાન  સત્સંગી ઓ નું- કાર્યકરોનું- દાનવીરો નું પણ સન્માન થયું……..લોકો નો તન-મન-ધન થી થયેલો ત્યાગ જોઇને લાગ્યું કે- આપણે તો – એમની ગણતરી માં ક્યાંય નથી……..બસ શ્રીજી ને પ્રાર્થના કે- આપણે પણ- આપણા જીવન ને- એની એક સાચી પળ ને પણ આ સત્સંગ સાગર માટે ખર્ચી શકીએ………..તો ભયો…..ભયો……

છેવટે પુ.ઈશ્વર સ્વામી ના – આશીર્વચન સાથે – સભાનું સમાપન થયું……અને અમુક જાહેરાતો થઇ……

  • આવતા રવિવારે- ૨૭ જાન્યુઆરી એ- સાંજે- ૪ થી ૬ – રવિસભા નથી- પણ શાકોત્સવ નો પ્રસંગ છે- સ્થળ- પ્રસંગમ પાર્ટી પ્લોટ, હાથી મંદિર ની નજીક, ગોતા હાઈવે ……અમે જવાના છીએ……તમાંરો શું પ્લાન છે?
  • ૨૬ મી જાન્યુઆરી એ- ગાંધીનગર ખાતે- પુ. અક્ષર વત્સલ સ્વામી નું- આર્ષ ના નેજા હેઠળ- પ્રેમાનંદ સ્વામી પર પ્રવચન છે……..
  • સાથે સાથે – અમદાવાદ મહિલા મંડળ નો દાબડા ઉત્સવ પણ – અમદાવાદ ખાતે જ છે……..

બસ- તો આજની રવિસભા- એક સન્માન સભા હતી- સન્માન એ લોકોનું- કે જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે- હરી ના આ સર્વોચ્ચ કામ માં પોતાનું યોગદાન આપ્યું છે……પોતાની ફરજ અદા કરી છે………હારી ના રાજીપા માટે- સત્પુરુષ ના રાજીપા માટે – ખર્ચેલી એક પળ પણ આ જન્મારા ને સફળ કરી શકે છે….એમાં કોઈ શંકા નથી…….

જય સ્વામીનારાયણ……શુભ રાત્રી……….હરી સાથે……હરી કાજે……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s