Raj Mistry's world

Me,my stories and world around….

અવનવા ભોજન ના જાત-પયોગો…!

1 Comment

                                                     “જે ઘર ની રસોઈ સારી….. તે ઘર ની સમસ્યાઓ પચાસ ટકા ઓછી”

— અજ્ઞાત ( મારું નામ પણ લખી શકો)

જીવન ..અનેરું છે……અનિશ્ચિત છે…….પણ મજેદાર છે. અને જીવન નો લય કદાચ જાતિ આધારિત છે- એવું અનુભવ ને આધારે કહી શકાય, કારણ કે- પુરુષ અને સ્ત્રી – પોતાની માનસિકતા, વિચારો ને આધારે જીવન ને જીવી જાય છે…..આથી કહી શકાય કે- પુરુષ આંખો ખુલ્લી રાખી ને જીવે છે તો સ્ત્રી બંધ આંખે જ આ જીવન ને જીવવા ઈચ્છે છે. તો આ બધા માં તાલમેલ કઈ રીતે થાય? થાય..થાય…..કેમ ન થાય? ભગવાને- એ પ્રમાણે જ સ્ત્રી પુરુષ ને ઘડ્યા છે..એમની માનસિકતા અને આવડત ને ઘડી છે. મને – સ્ત્રી હમેંશા પુરુષ કરતા વધારે મજબુત….હોંશિયાર લાગી છે, કારણ કે- પત્ની ની ગેર-હાજરી માં મેં એના રોજીંદા કાર્યો કરવાના પ્રયત્નો કર્યા છે અને મને મારી હેસિયત કે આવડત ખબર પડી ગઈ છે. છતાં, બંદા – ક્યાં હાર માનવા વાળા છે? રીના ની લાંબી ગેર-હાજરી માં ઘણાબધા પ્રયોગ કરવામાં આવ્યા- એમાં સૌપ્રથમ હાથ અજમાવવા માં આવ્યો- સૌથી મોટી ચેલેન્જ પર…( ઈટ ધેટ ફ્રોગ……ની જેમ) – ભોજન પર…..

આમ તો- હું નાનપણ થી જ નાની-મોટી રસોઈ કરી શકું છું…..થેન્ક્સ મોમ..! અને આ સમયે એ કામ લાગ્યું…….અને પાછો હું- પ્રયોગશીલ છું- આથી મેં અમુક નવી આઈટમ બનાવવા નો વિચાર કર્યો………જુઓ નીચેના પ્રયોગ……

  1. મગ-રીંગણ-ગાજર વિથ મુળી નું શાક…….( મગ અને રીંગણ…..કૈંક અલગ જ છે…અને બધાને એકબીજાના સ્વાદ ને કવર કરતા રોકી- એમનું શાક બનાવવું મુશ્કેલ છે……પ્રયોગ કરો ખબર પડશે……) સાથે બટર ફ્રાઈડ ભાખરી……અને મોળી છાસ……

DSCI0547

૨.પાપડી-રીંગણ-ગાજર નું આદુ થી વઘારેલું શાક અને સાથે મકાઈ ના રોટલા…….( આમાં શાક તો બની ગયું પણ મકાઈ ના રોટલા – તોબા..તોબા…..થાકી ગયો અને છેવટે રીનાની મદદ લેવામાં આવી- અને પ્લાસ્ટિક ના પેપર નો ઉપયોગ કરી ને- રોટલા બનાવવા માં આવ્યા…આકાર ન જોવા…અને શાક માં આદુ ની જે મઘમઘતી સોડમ…….આહા…..!.)

DSCI0548

 

૩.વઘારેલો રોટલો………અદભુત અદભુત……( રાત્રે વધેલા રોટલા ને વઘારવામાં- ગ્રીન સલાડ નો ઉપયોગ કરી શકાય…..દહીં કે ટોમેટો ગ્રેવી પણ વાપરી શકાય) સાથે આદુ વાળી ચા……..

અમારા સ્વામીનારાયણ સંપ્રદાય ની રસોઈ અને થાળ  જગ-વિખ્યાત છે- કારણ કે- એ બનાવનાર ના મન માં જે ભક્તિભાવ છે એની મીઠાશ – એ રસોઈમાં ઝળકી ઉઠે છે…………અને હું તો સ્પષ્ટ પણે માનું છું કે- જે હરિભક્ત ને રસોઈ નથી આવડતી- એ હરિભક્ત જ નથી……..આથી અધ્યાત્મ ના ઉચ્ચ પથ ની સાથે સાથે સારી રસોઈ નો આ માર્ગ…મોક્ષ માં સહાયક બની શકે છે…….યાદ કરો આપણા બ્રહ્મસ્વરૂપ શ્રી .પુ. શાસ્ત્રીજી મહારાજ- એવું કહેવાય છે કે -એ જે પુરણપોળી બનાવતા – એ એટલી મુલાયમ અને મજેદાર હતી કે- એ સમય નો રાણી છાપ સિક્કો- એક ઉપર એક એમ સાત પુરણપોળી ગોઠવી હોય અને એની ઉપર થી છોડવામાં આવે તો- એ બધાની આરપાર માખણ ની જેમ નીકળી જતો………!

આપણે તો ત્યાં સુધી પહોંચી નહિ શકીએ પણ…….છતાં- આ બધા પ્રયોગ ચાલુ જ છે…….પરિણામ સંતોષકારક નથી- કારણ કે- રીના ની રસોઈ ને ..એના સ્વાદ ને હું ક્યારેય હરાવી નહિ શકું…..એમાં રહેલી મીઠાશ અને એનો પ્રેમ- મારા યત્નો -પ્રયત્નો થી લાખ ગણો વધારે છે. અને કદાચ એટલા માટે જ – મને હારવું ગમશે…….કારણ કે પ્રેમ માં જે હારે છે એ જ જીતે છે……

છેલ્લે- રસોઈ બનાવવા નો કોઈ જ વાંધો નથી પણ- અંતે જે વાસણ ઉટકવા પડે છે…એ ભાગ- સૌથી ભયાનક છે……….અને એક ચેતવણી પણ- આ જાત બનાવેલ – ખોરાક ખાઈ ને જો- પેટ બગડે તો તેના માટે જવાબદાર- બનાવનાર કરતા…….એને  ખાનાર વધારે રહેશે ……..

તો સમય મળશે તેમ આ પ્રયોગ ચાલુ જ રહેશે- અને એનું પ્રસારણ પણ…….

રાજ

Advertisements

One thought on “અવનવા ભોજન ના જાત-પયોગો…!

  1. રસોઈ કરવી મતલબ કે ભોજન બનાવવું . . . એ એક માણસે સર્જેલું એક અદભુત સર્જન છે . . . કે જેમાં આપણો ” અન્નબ્રહ્મ ” સાથે સાક્ષાત્કાર થાય છે . . . રસોઈ બનાવતા આવડવી મતલબ કે સ્વાવલંબી હોવું . . મતલબ કે તે વ્યક્તિ ક્યારેય પાછો ન પડે 🙂 . . . લગે રહો 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s