Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- ૨૮/૦૧/૨૦૧૩

1 Comment

“સમય અને પ્રીત મા શું સરખામણી….કોઈ ન જાણતું……

સરકી જાવું ને પગરવ છોડી જાવાં…એ જ એમનો મિજાજ ને’ એ જ એમની કહાણી…”

– સ્વરચિત

સત્ય વચન…..એકદમ રોકડું ..રણકતું વચન…! સમય અને પ્રીતિ – એવા શબ્દ છે કે જેના પર જીવન ચાલે છે.  “વિણ પ્રીત નહી ભક્તિ….ન જ્ઞાન …ન બ્રહ્મ ન પર બ્રહ્મ……” જેવી વાત છે. સમય – એ જ વાચા બોલે છે- જે એનું માન રાખે છે- એ એનું માન સાચવે છે. જીવન ની કહાણી – આ બે પરિમાણ પર …આ ધરીઓ પર ૩૬૦ ડીગ્રી સુધી પૂર્ણતઃ પરીભ્રમે છે. તો- સાર એટલો કે- આપણે આ બંને નું માન સાચવવા નું છે- એમની સાથે ચાલવાનું છે……..અને એમનાં સત્ય ને જ સ્વીકારવાનું છે. તો ઘણો લાંબો સમય આપણી વચ્ચે ખાલી ગયો…..તો આ સમય મા શું થયું….???

  • ઓહ કોલકાતા…….! અનિવાર્ય અને અચાનક ઘટેલા સંજોગો અને જવાબદારીઓ ને કારણે છેલ્લી ઘડીએ કોલકાતા નો પ્રવાસ રદ કરવો પડ્યો…..! હરિ ઇચ્છા બળવાન છે……..અને હું એને સહર્ષ સ્વીકારું છું……
  • અને એ જ હરિ દયા એ -મારી ગેરહાજરી મા -મને અનેક પદકો થી સન્માનિત કરવામાં આવ્યો………! થેન્ક્સ મારા વ્હાલા ને….ગુરુ ને….મા-બાપ ને….પત્ની ના પ્રેમ ને….ટીમ ની નિષ્ઠા અને જોબ ને……..!  માન-અપમાન-સન્માન- બધું જ એ ક હરિ ને કારણે જ છે…..સંસાર ના આ માર્ગ ની રંગબેરંગી ઓ વચ્ચે- અર્જુન ને જેમ એક ધ્યેય….ને યાદ રાખવાનું છે- એક હરિ ના મહિમા- એની ઓળખાણ-પ્રાપ્તિ અને એની જ સર્વોચ્ચતા જાણવાની-માણવા ની છે. અંતિમ સત્ય તો એ જ છે…બાકી બધું ફોગટ છે.
  • રોજ ઠંડા પાણી એ ન્હાવા ની ટેવ- સવારે ચાલવા જવાની મજા-અને છાશ-દહીં ની રંગતે મારો શિયાળો બગાડ્યો- શરદી,તાવ મા પટકાયો છું- પણ સ્કીન કોન્ફરન્સ મા હાજરી જરૂરી હતી આથી હેવી એન્ટીબાયો ને સહારે- ગંઠોડા -મધ ને સહારે- સમય કાઢવા મા આવી રહ્યો છે. પાછુ- રીના ની ગેરહાજરી મા- ઘરમાં ઇન્તેરીઅર નું કામ ચાલી રહ્યું છે – વળી- કામવાળી રજા પર છે- આથી આજકાલ- ભીડો મસ્ત-મજાનો ચાલી રહ્યો છે…….
  • અને- જમવા બનાવવા ના અવનવા પ્રયોગો પર હાલ પૂરતું – અલ્પવિરામ છે……..કારણ- ઉપરોક્ત છે………
  • ગઈકાલે- સાયક્લોથોન ની રામાયણ મા મારી કાર ફસાઈ ગઈ અને સાયકલ ની જેમ- એને બહાર કાઢવા મા આવી- અને સાંજે – પ્રસંગમ પાર્ટી પ્લોટ મા આયોજિત શાકોત્સવ મા ન જવાયું………પણ- શ્રીજી મહારાજે -લોયા મા કરેલા અદભૂત શાકોત્સવ નું માનસી ચિંતન કરવામાં આવ્યું- અને હૃદય થી અનુભવવા મા આવ્યું…….અને અફસોસ પણ થયો કે- પોષી પૂર્ણિમા નિમિત્તે- મંદિરે ઠાકોરજી ના રૂબરૂ દર્શન અને પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન પણ ન થયા…….!

છેવટે- તો હરિ ક્યાંય દુર નથી…….બસ અનુભવ ની વાત છે…..તો સફર-એ -જીવન ચાલુ જ છે…..એની રંગબેરંગી ઓ સાથે…..એના મિજાજ સાથે……જોઈએ આગળ કયા કયા રંગ જોવા મળે છે….???

ત્યાં સુધી બસ સાથે રહો…..

રાજ

Advertisements

One thought on “આજકાલ- ૨૮/૦૧/૨૦૧૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s