Raj Mistry's world

Me,my stories and world around….

Inception- વાત મનોપ્રવેશ ની……

Leave a comment

“બ્રહ્મ સત્ય…..જગત મિથ્યા”

– ઋગ્વેદ

” આ સમગ્ર સંસાર જ સ્વપ્નવત છે અને આપણું મન-ઇન્દ્રિયો એટલી બધી હદે એમાં વણાઈ ગઈ છે કે- સ્વપ્ન જ આપણ ને સત્ય લાગે છે…….આ જગત જ સત્ય લાગે છે…. અને બાકીનું બધું મિથ્યા” – આ પંક્તિ ઓ – આપણા શાસ્ત્રો, વેદો-પુરાણો-ભાગવત કે ઉપનીષદો મા અસંખ્ય વાર લખાઈ ચુકી છે, પણ જવલ્લે જ કોઈ આ “બ્રહ્મ-સત્ય” ને જાણવા નો પ્રયાસ કરે છે કે જાણે છે………અને એ જ એની કઠિનાઈ છે.

ઉપરોક્ત વાત એટલા માટે યાદ આવી કે -અમુક દિવસ પહેલા મે હોલીવુડ ની અદભૂત ફિલ્મ નિહાળી- ફિલ્મ હતી-( inception) (અર્થાત કે -મનોપ્રવેશ- જેવું કંઇક કહી શકાય) -જેના મુખ્ય કલાકારો મારા ફેવરીટ હતા…..લિયોનાર્દો દી-કેપ્રિયો – એક અદભૂત કલાકાર છે અને -આ ફિલ્મ ની વાર્તા મા – એણે જે રંગ પૂર્યા છે – એ અદભૂત છે……! ૨૦૧૦ મા રીલીઝ થયેલી , ઓસ્કાર એવોર્ડ વિજેતા,આ ફિલ્મે અત્યાર સુધી મા ૪૦૦૦ કરોડ રૂપિયા ની કમાણી કરી છે…..તો શું છે એની વાર્તા….

તો વાર્તા મા એવું છે કે- ડોમિનિક કોબ( લિયોનાર્દો) અને એનો બિઝનેસ પાર્ટનર -આર્થર – એક ખાસ પ્રકાર ના ચોર છે- જે સ્વપ્ન દ્વારા લોકો ના અર્ધજાગ્રત  દિમાગ/મન મા ઘુસી ને -માહિતી ચોરે છે -ધંધો સારો છે અને આ દરમ્યાન – એ એક જાપાનીઝ ધનપતિ સાઈટો ના સંપર્ક મા આવે છે- અને સાઈટો- ડોમિનિક ને- એના ભૂતકાળ -કે જેમાં એની પત્ની સ્વપ્ન ની આ માયાજાળ મા મૃત્યુ પામી હોય છે- એના થી છુટકારો અપાવી- પોતાના બાળકો સાથે આરોપરહિત જીવન ની લાલચ આપી ને એક સોદો કરે છે- સોદો – એવો હોય છે કે – સાઈટો ની વિરોધી કંપની ના માલિક – ફિશર ના મનમાં- સાઈટો નો વિચાર ઘુસાડવો………….! અને એમાં બધા ફસાઈ જાય છે……..તો અંત શું આવે છે? એ બાકી રાખીએ…….યાદ રાખો- આ ફિલ્મ ને અથ થી ઇતિ સુધી- અટક્યા વગર જ જોવી……….નહીતર તમે ગૂંચવાઈ જાશો……!

સ્વપ્ન ની અંદર સ્વપ્ન….એની અંદર પણ એક સ્વપ્ન…….સંબંધો ની માયાજાળ અને સ્વપ્ન માં એનો ગૂંચવાડો……સાથે સાથે સમય ની તાલે થાતું- યોગ્ય ટીમ વર્ક………….અદભૂત…..અદભૂત……..! ફિલ્મ ની ખાસિયત છે- એની વાર્તા અને દિગ્દર્શન………..

તો આ ફિલ્મ કેમ ગમી??????

  • એના વિષય માટે- આપણા શાસ્ત્રો-સંતો આટલું ગાઈ-વગાડી ને કહે છે- છતાં આપણી “ઊંઘ” ઉડતી નથી…..આ સ્વપ્નવત સંસાર જ આપણ ને સત્ય લાગે છે…….એ હકીકત લાગે છે. પણ સત્ય કંઇક અલગ જ છે- જે માત્ર- સંત-શાસ્ત્ર-ભગવાન ની કૃપા -જ્ઞાન થી જ જાણી શકાય- અને જે આ સત્ય ને પામે છે- એ જ મોક્ષ ને પામે છે.
  • તમે મેટ્રીક્સ સીરીઝ ની ફિલ્મો જોઈ હશે – તો ખ્યાલ હશે જ કે- સુક્ષ શરીર અને સ્થૂળ શરીર – બે અલગ અલગ વસ્તુ છે- આધુનિક વિજ્ઞાન કદાચ આને નથી સ્વીકારતું પણ આ વિજ્ઞાન – સંશોધન નો વિષય છે……..મન ની ગતિ થી પ્રવાસ કરતાં લામા ઓ કે આપણા ઋષિ મુનીઓ-સાધુઓ- વિષે સાંભળ્યું જ હશે- આ કદાચ કોઈ કપોળ-કલ્પના ન હોય- એ શક્ય છે. આ પ્રકાર ની ફિલ્મો- આપણા માટે વિચારવા ના અનેક દ્વાર ખોલી રહી છે…..
  • સ્વપ્ન ની અંદર સ્વપ્ન- અને એની અંદર પણ સ્વપ્ન…….અને વાસ્તવિકતા માં પાછા ફરવા માટે ચકરડી જેવા “ટોટેમ” નો ઉપયોગ- આપણ ને ઝંઝોળી નાખે એમ છે…….સાર એટલો છે કે આપણે- આ સ્વપ્નવત સંસાર કે માયા ના બંધનો માં થી સત્ય ને ઓળખવા માટે ગુરુ કે સત્પુરુષ રૂપી “ટોટેમ” ની જરૂર પડે છે- અને મારા સદનસીબે- મને તો પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે- જે બ્રહ્મજ્ઞાન દ્વારા- આપણ ને સતત જાગ્રત રાખે છે કે -જીવન નો અંતિમ કે સર્વોચ્ચ ઉદ્દેશ્ય શું છે??????

તો- બસ આસપાસ ની ઘટનાઓ-પ્રસંગો કે સંસાર પર નજર રાખો- પણ ધ્યેય શું છે? હકીકત શું છે? એ સમજી રાખો………કારણ કે જે સમજ્યા છે – એ જ તર્યા છે…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s