Raj Mistry's world

Me,my stories and world around….

૩૩ કલાક…૧ પ્રવચન….૧ સાર….!

Leave a comment

“જે તેજ ને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે…એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણ્જ્યો જે ,” અક્ષર રૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે ” એમ જાણશો તોપણ તમારે મારે વિષે હેત રહેશે , તેણે કરી ને તમારું પરમ કલ્યાણ થશે , અને આ વાત ને નિત્યે નવી ને નવી રાખજો”

-શ્રીજી મહારાજ, વચનામૃતમ ગઢડા મધ્ય ૧૩

માત્ર એક વિષય – અને એના પર સતત ત્રીસ દિવસ સુધી પ્રાતઃ સભા ..અને એ પણ સતત તેત્રીસ કલાક સુધી …..એક વિષય પર વિસ્તૃત છણાવટ……! અદ્ભુત…..અદભુત……. આ ઘટના માત્ર આપણા સંપ્રદાય માં જ શક્ય છે કે જ્યાં જીવન જ તત્વજ્ઞાન છે અને રોજે રોજ તેને જીવાય છે….. પુ. બ્રહ્મદર્શન સ્વામી જેવા અત્યંત વિદ્વાન સંત ને જેણે સાંભળ્યા છે- એ મારી સાથે સહમત થશે કે- આટલું બધું તેજસ્વી પ્રવચન કદાચ એ જ કરી શકે છે…….! ૧૭/૦૮/૨૦૦૪ થી ૧૫/૦૯/૨૦૦૪ ના ગાળા માં શાહીબાગ મંદિરે થયેલી આ પ્રવચન માળા – માત્ર એક વચનામૃત પર જ આધારિત હતી અને – એ વચનામૃત હતું- ગઢડા મધ્ય નું ૧૩ મુ…..તેજ નું……! કદ માં સહેજ મોટું આ વચનામૃત – આપણા સંપ્રદાય નો- સ્વામીનારાયણ તત્વજ્ઞાન નો સાર છે અને જેના મધ્ય માં છે- સ્વરૂપ નિષ્ઠા……સ્વરૂપ નિષ્ઠા……..સ્વરૂપ નિષ્ઠા………

કોઈપણ સંપ્રદાય કે ધર્મ ના સ્થાપન અને સંવર્ધન માં – એક પાયા ની ચીજ છે- નિષ્ઠા……..અને જો- સંપ્રદાય ના આદ્ય પુરુષ કે- શાસ્ત્રો કે એના નિયમ ધર્મ માં નિષ્ઠા નો અભાવ હોય તો- એનું પોષણ થતું નથી અને એ સંપ્રદાય કે ધર્મ  નું બાળ મરણ થાય છે. આપણા સંપ્રદાય માં ગુણાતીતાનંદ સ્વામી થી માંડી ને આજે પ્રમુખ સ્વામી મહારાજ સુધી ના સત્પુરુષો – એ શ્રીહરિ ના સાચા સ્વરૂપ ની ઓળખાણ કરાવવા માટે…..સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરાવવા માટે પોતાના દેહ ને -જીવ ને ઘસી નાખ્યા છે…..અને પરિણામ આજે આપણી સમક્ષ છે…..! ” સહજાનંદ સ્વામી એ જ પૂર્ણ પુરુષોત્તમ, સર્વે અવતાર ના અવતારી છે અને ગુણાતીતાનંદ સ્વામી એ જ પુરુષોત્તમ ને રહેવા નું સ્થાન અર્થાત મૂળ અક્ષરધામ છે”  એ જ સાર ની નિષ્ઠા માટે- એના કારણે જ આજે – દુનિયા ના ખૂણે ખૂણા માં આજે પ્રમુખ સ્વામી મહારાજ ની આ અક્ષરપુરુષોત્તમ સંસ્થા ના ચૌ-દિશા માં વાવટા ફરકી રહ્યા છે…….આ સંસ્થા ના સ્થાપક- બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર ના મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે લીંબડી ના ઠાકોર સાહેબ દોલતસિંહજી અને કાકા સાહેબ ને -એક સત્તાવાહી અવાજે સંભળાવ્યું  હતું…..” ઠાકોર સાહેબ- અમે મૂંડાવ્યું છે તે ગુણાતીત માટે મૂંડાવ્યું છે……”

……………….શું કહેવું?? એક સિધ્ધાંત પર- સમગ્ર સંસ્થા ઉભી છે અને તેના હરિભક્તો ને- આ સંસ્થા નો મહિમા કેમ સમજાય- એનો વિચાર પુ. બ્રહ્મદર્શન સ્વામી એ પોતાના આ મેરેથોન પ્રવચન માં કર્યો છે. આ પ્રવચન ના મુખ્ય મુદ્દા હતા ……

  • શ્રીજી ના સ્વરૂપ નો મહિમા- અક્ષર નું જાણપણું અને તેનો મહિમા
  • ગુણાતીત પરંપરા અને સત્પુરુષો ના મહાન કાર્યો અને તેનો મહિમા
  • સાચા સંતો ની વ્યાખ્યા અને તેમનો મહિમા….
  • સાચા હરિભક્ત ની વ્યાખ્યા અને હરિભક્ત હોવા નો મહિમા

અને આ પ્રવચન માં – કદાચ બધા જ એ સવાલો અને શંકા ઓ -સંશયો નો જવાબ મળી રહે છે અને જો તમે એક સાચા શ્રોતા હો……પ્રવચન ના દરેક અંશ ને ધ્યાન થી સાંભળ્યા હો…સમજ્યા હો……તો- મારી એ વાત ની ગેરંટી કે- તમે અક્ષરપુરુષોત્તમ સિધ્ધાંત ના એક સાચા ઉપાસક તરીકે ઉભરી આવો….અને સહજાનંદ તમારા રક્ત ના કણેકણ માં છવાઈ જાય…….! અને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના શબ્દો માં- મહારાજ નું સાચું સ્વરૂપ સમજાશે તો જ અક્ષરધામ જવાશે………અને આપણા ગુરુ- આપણા સંતો અને આપણા શાસ્ત્રો – આ સ્વરૂપ ઓળખાવવા માટે જ દાખડો કરી રહ્યા છે.

તો- સાર એક જ છે- ” અક્ષરરૂપ થઇ પુરુષોત્તમ ની ભક્તિ કરવી” – હવે આપણે વિચારવા નું છે- કે આપણે અક્ષર રૂપ કઈ રીતે થવું…??? અને પુરુષોત્તમ ને કઈ રીતે જાણવા…સમજવા અને ભજવા????? અને આ સાર ને સમજ્યા સિવાય મોક્ષ શક્ય નથી- એ યાદ રાખવા નું છે….હરી ની પ્રાપ્તિ – એ જ અહી મોક્ષ ની વ્યાખ્યા છે- એ વિશેષ યાદ રાખવા નું છે.

તો બસ – આ અધ્યાત્મ ના સફર માં સાથે રહેજો…….થોડુક મારું જ્ઞાન..થોડુક તમારું જ્ઞાન અને સ્વામી-શ્રીજી ના આશીર્વાદ……ગુરુ ની દયા…અને સંતો-શાસ્ત્રો નું માર્ગ દર્શન …..પછી શું જોઈએ??? મોક્ષ માં અક્ષરધામ પાકું જ છે…….

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s