Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા- ૦૯/૦૨/૨૦૧૩

Leave a comment

‘ રે શિર સાટે નટવર ને વરીએ…રે પાછા તે પગલા નવ ભરીએ ;

રે અંતર દ્રષ્ટી કરી ખોલ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું; એ હરી સારું માથું ઘોળ્યું…….૦

રે રંગસહીત હરિ ને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ, બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ…..રે શિર…૦

( પુ. બ્રહ્માનંદ સ્વામી)

પોતાના સ્નેહી માટે…પ્રિયજન માટે પ્રેમીજનો -પોતાના જીવન ની પરવા નથી કરતા…..તો એ જ રીતે પ્રેમ હોય કે ભક્તિ- નિયમ સરખા જ છે….સવાલ છે ભાવ નો..અંતઃકરણ નો…..પરિણામ નો…..! તો- આજે એ જ ઘટના જીવન ના રંગપટ પર બની. હમણા ના ઘણા સમય થી રવિસભા અને અઠવાડિક સભા ને ચુકી જવાતી હતી- આથી આજે સવાર થી જ નક્કી હતું કે- આજે તો રવિસભા માં અચૂક જવું જ….અને જ્યાં “મન સાબુત હોય..ત્યાં હરિ હાજર જ હોય” એ નિયમે- બધું સમૂળગું પાર પડ્યું અને સમય કરતા વહેલો સભામાં પહોંચી ગયો. ઠંડી હવે ઘટી રહી છે અને ઘટતી જ રહે તે હિત માં છે …નહીતર અમેરિકા -કેનેડા જેવી હાલત થાય……! તો પ્રથમ કરો- શ્રીજી ના દર્શન…..મૌની અમાવાસ્યા ના દિવસે શ્રીજી એ આજે આયુધ અને છત્ર ધારણ કર્યા  હતા…….

આજ ના દર્શન...

આજ ના દર્શન…

સભાની શરૂઆત સ્વામીનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ અને સાથે સંતો એ -ગમીયો રે મારે મન ગિરધારી – કીર્તન કે જે પ્રેમ્નંદ સ્વામી દ્વારા રચાયું હતું- એ અદભુત સ્વરે-રાગે રજુ કર્યું…..ત્યારબાદ શુક્મુની સ્વામી ના અદભુત સ્વરે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ના પદો રજુ થયા…..” નૈન માં સમય નહિ..વેણલા માં માય નહિ….એવો તારો સ્નેહ છે અમીટ પ્રમુખ સ્વામી ..” અને..” રે ચાલી હું પ્રમુખ સ્વામી સંગે ….રંગે મને હરી ના રંગે…..” —– અદભુત…..અદભુત હતા…..પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને નજીક થી જાણનારા અને એમના સતત સાનિધ્ય માં રહેનારા જાણે છે કે- ઉપરોક્ત કીર્તન ના એક એક શબ્દ – સત્ય…શુદ્ધ સત્ય નો દ્યોતક છે…….! ગુણાતીત પરંપરા ની આ જ ખાસિયત છે- કે જ્યાં શ્રીજી સદાયે પ્રગટ જ છે…….અને સહજ આનંદ -સર્વત્ર પ્રવર્તે છે………..

ત્યારબાદ – પુ. વિવેકસાગર સ્વામી એ – “એકલવ્ય ની ગુરુ ભક્તિ” પર પ્રવચન આપ્યું……જોઈએ એના અમુક અંશ……

  • મહાભારત ના સંભવપર્વ ના ૧૩૧ માં અધ્યાય માં એકલવ્ય ની વાર્તા આવે છે….કે જેણે અનેક વિરોધ વચ્ચે પણ- પોતાની ગુરુભક્તિ ને આધારે ઈતિહાસ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે પ્રસ્થાપિત કર્યું……
  • કોઈ પણ ક્ષેત્ર માં પ્રવીણતા માટે એક દ્રઢ..ચોક્કસ  ધ્યેય જોઈએ…….અને એ ધ્યેય પ્રાપ્ત કરવાનો- એક દ્રઢ નિશ્ચય જોઈએ…..
  • એ જ રીતે અધ્યાત્મ માં- ઢીલા-પોચા લોકો નું કામ નથી- અહી તો એ જ લોકો ચાલે કે જે…” શિર સાટે નટવર ને ભજીએ…..” જેવો અડગ નિશ્ચય ધરાવતા હોય…
  • ભગવાન-ગુરુ કે શાસ્ત્રો માં અભાવ-અવગુણ -ધ્યેય માં થી પાડે છે……અહિયાં ગુરુ-ભગવાન ની આજ્ઞા જ સર્વોચ્ચ છે- જે એના પર અતુટ શ્રદ્ધા રાખી ને- આજ્ઞા પાલન કરે છે- સંશય નથી કરતા – એ જ ધ્યેય ને પામે છે. અને આપનું ધ્યેય છે- બ્રહ્મરૂપ થઇ-પરબ્રહ્મ ની ભક્તિ કરવી……
  • જ્ઞાન નું એક સ્વરૂપ ગુરુ પોતે છે- એની મૂર્તિ છે- એમાં થી -જો સમજીએ તો સતત પ્રેરણા મળતી રહે છે
  • એક ગુરુ ના રાજીપા માટે જ વર્તે- એ જ સાચો શિષ્ય….માટે ક્ષણિક સુખ ની લાલસા માં – આ શાસ્વત સુખ ને ન ગુમાવવું……અધ્યાત્મ એ શાશ્વત સુખ નો માર્ગ છે- માટે એને પકડી રાખવો…..

ત્યારબાદ- એક અદભુત જાહેરાત – આ સભામાં થઇ- આનંદો અમદાવાદીઓ…….આનંદો………..! કારણ કે- પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમ વાર જ કોઈ એક શહેર માં – સતત ૨૪૨ દિવસ સુધી રોકાયા છે……અને એ શહેર અમદાવાદ બન્યું છે……..! આશા રાખીએ કે- સ્વામીશ્રી ના સાનિધ્ય અને દર્શન નું સુખ બસ આમ જ મળતું રહે…….

ત્યારબાદ-પુ.ઈશ્વરચરણ સ્વામી એ પણ- એકલવ્ય ની વાર્તા ને આગળ ધપાવતા કહ્યું કે…….

  • વચનામૃત-ગઢડા પ્રથમ- અખંડ વૃતિ નું- એમાં સ્પષ્ટ વર્ણવાયું છે કે- ભગવાન ના સ્વરૂપ માં દ્રઢ વૃતિ અને નિષ્ઠા રાખવી……અને આ દ્રઢ વૃતિ એમ સહેજે નથી આવતી- પણ- એ હરિભક્ત ના ગુણ-યત્નો થી જ આવે છે. ભગવાન અને ગુરુ- એ દ્રઢતા ની કસોટી કરે છે અને જો- એ કસોટી માં થી ભક્ત પાર ઉતરે તો- એ ગુરુ અને ભગવાન ના રાજીપા નો અધિકારી બને છે- માટે- અધ્યાત્મ માં -સ્વરૂપ નિષ્ઠા, આજ્ઞા પાલન,નિયમ ધર્મ માં દ્રઢતા  જરૂરી છે.
  • ભગવાન અને સત્પુરુષ , તથા સત્સંગ ના મહિમા ની વાતો નિરંતર કરવી……એના થી જ જીવ ને ઉપરોક્ત દ્રઢતા આવે છે. સાથે સાથે ધ્યેય પ્રાપ્તિ માં એકાગ્રતા – એટલો જ ભાગ ભજવે છે…….

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ…..

  • તારીખ ૧૫/૦૨ ના રોજ- વસંત પંચમી છે- અર્થાત- શાસ્ત્રીજી મહારાજ નો પ્રાગટ્યોત્સવ છે- આથી- ૧૧-૧૨-૧૩-૧૪ – એમ ચાર દિવસ વિધવાન સંતો દ્વારા- પુ.શાસ્ત્રીજી મહારાજ ની જીવન ગાથા પર પ્રવચન માળા છે- સમય- સવાર-૮.૩૦ નો છે- અને વસંતપંચમી ના દિવસે- મોટો ઉત્સવ છે- સમય- ૮.૩૦ સવાર નો છે- અને પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન નો લાભ પણ મળશે……
  • આવતા રવિવારે- અમદાવાદ ના સંપર્ક કાર્યકરો ની મીટીંગ- શાહીબાગ મંદિરે છે- સમય- સવારે ૮ થી સાંજે ૫ સુધી………

ત્યારબાદ- એ ઘડી આવી પહોંચી કે જેના માટે બધા હરિભક્તો ની આંખો તરસી હતી…..એક દર્શન નો…અદભુત લાભ……! પુ. પ્રમુખ સ્વામી મહારાજ અચાનક જ આજે રવિસભામાં આવી પહોંચ્યા અને જાણે કે- મારી આ સભા એ- છૂટી ગયેલી આગળ ની બધી જ સભાઓની  કસર ટાળી દીધી……! અને યોગીજી મહારાજ ને પસંદ એવા- “હાંજી ભલા સાધુ……..” અને ” એવો તે રંગ મને શીદ છાંટ્યો…” જેવા  જોશીલા કીર્તન વચ્ચે- સ્વામીશ્રી ના કરતાલ ના તાલે- સમગ્ર હરિભક્તો ઝૂમી ઉઠ્યા…….ઘણા તો સભામાં નાચી ઉઠ્યા……..! જાણે કે – આ સભા નો ફેરો જ નહિ- પણ આ લોક નો ફેરો ય સફળ થઇ ગયો………..! હૃદય  ના આ આવેગ ને શું કહેવું??? એ તો જે મહિમા જાણે-સમજે – એ જ કહી શકે કે- આવું કેમ થતું હશે??????

"કોડે કોડે વધાવીએ આજ...પ્રમુખ સ્વામી મારા મંદિરે પધાર્યા...."

“કોડે કોડે વધાવીએ આજ…પ્રમુખ સ્વામી મારા મંદિરે પધાર્યા….”

તો- બધું જ સફળ………થઇ ગયું…………અને પ્રમુખ સ્વામી મહારાજ- માટે હરિભક્તો નો જે સ્નેહ છે- એ જોઈ- મન માં ઘણા ઘણા સવાલો થાય છે- કે – પુ. સ્વામી શ્રી માં એવું શું છે કે- એમના ક્ષણભર ના એક સંપર્ક થી-સત્સંગ થી- અનેક ના જીવન બદલાઈ જાય છે………..???? વિચારો…વિચારો……

તો આજ ની સભા- બ્રહ્મસભા હતી…….સ્વરૂપ નિષ્ઠા ની સભા હતી…….એક ગુરુ ના રાજીપા માટે મરી ફીટવા ની સભા હતી………! અને ગુરુ મહિમા ના રોજ ગવાતા પદો એ જ લાગણી પ્રદર્શિત કરે છે……જુઓ…

“શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો……

શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…..

ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો….

નારાયણ સ્વરૂપ દાસ ગુરુ ને સ્નેહે જ વંદુ અહો……..”

આપણ ને મળ્યા- એ ભગવાન અને ગુરુ પરંપરા સર્વોચ્ચ જ છે………બસ હવે આપણે એમનાં રાજીપા માટે જીવવા નું છે.

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s