Raj Mistry's world

Me,my stories and world around….

એક પત્ર વ્હાલી રીના ને……….

Leave a comment

પત્ર…સંદેશ…..મેસેજ…..ઈમેલ ….નામ જુદા જુદા પણ સાર એક જ…મતલબ એક જ…..કે – મન-હૃદય નો ઉભાર અન્ય છેડે પહોંચાડવો. પણ બદલાતા યુગ માં – શાહી દ્વારા લખાતા પત્રો નું સ્વરૂપ બદલાતું ગયું….સંદેશ પહોંચવા ની ગતિ વધી…..સમય ઘટ્યો અને સાથે સાથે – એ મીઠાશ પણ….! જો પ્રેમ ની વાત કરો- સ્નેહ ની વાત કરો તો પત્ર- કે જે પ્રિયજન ના સ્વ-હસ્તે , શાહી-કાગળ પર હૃદય રેડી ને લખાયો હોય……તેની મીઠાશ અને સુવાસ – આ ઈલેક્ટ્રોનિક મેઈલ માં ક્યાંથી આવે…???? ખેર..સમય સમય નું કામ કરે- તો આપણે પણ સાથે ચાલવું જોઈએ- પણ પ્રેમ-લાગણીઓ ની એ મીઠાશ ને ભોગે નહી…..!!! ઘણીવાર મને સવાલ પૂછવા માં આવે છે કે- આજ ના જમાના માં કાગળ પર લખાયેલા – એ પ્રેમપત્ર નું સાતત્ય કેટલું???? જવાબ અલગ અલગ હોઈ શકે છે- પણ તમે એ સત્ય ને નકારી ન શકો- કે કાગળ પર લખાયેલા એ અક્ષર – હમેંશા “અક્ષર” જ રહે છે……અવિનાશી રહે છે……મે- અને મારી પત્ની રીના એ – લગ્ન પહેલા લખેલા પત્રો ને હજુ પણ જાળવી રાખ્યા છે- અને એ હમેંશા જળવાયેલા રહેશે…….અને જયારે પણ અમે એને વાંચીએ છીએ- પ્રેમ- અમારા રક્તમાં જોશ બની છવાઈ જાય છે…….અને એના દ્વારા મનો-હૃદય માં પેદા થાતા વમળો- એની અસર- અવર્ણનીય હોય છે……….

તો- લગ્ન ના ૬ વર્ષ બાદ- હવે તો જો કે પત્ર નથી લખતા કારણ કે રૂબરૂ જ બધું કહેવાઈ જાય છે- છતાં- મારા વિચરણ કાલ માં થી અમુક સમય કાઢી- એ ક્ષણો ને અચૂક મમળાવી લઉં છું……..તો- આજે વહેલી સવારે જ રીના નો – સંદેશો મોબાઈલ સ્ક્રીન પર ઝળહળી ઉઠ્યો અને સવાર સુધારી ગયો…….તો સામે મે વિચાર્યું કે – આજે એના માટે શું કરવું…….??? તો વિચાર્યું- કે ચાલો જાહેર મા જ એને એક પત્ર લખવામાં આવે………એના ફાયદા ઘણા છે…….

  • જાહેર મા પોતાની પત્ની પ્રત્યે પ્રેમ પ્રગટ કરવો- એ એનું જાહેર મા સન્માન કરવા જેવું જ છે……..અને આ મોકો ચૂકવા જેવો નથી જ……
  • મારા આ “સાહસ” થી અન્ય લોકો ને કોઈ સંદેશ મળે…..પ્રેરણા મળે- એટલે ભયો….ભયો……..

તો- શરુ કરી એ – પત્ર…..

__________________________________________________

૧૪  મી ફેબ્રુઆરી,

ગુરુવાર,

સુરત.

મારી વ્હાલી રીના,

 હમમમ………જ્યારે પણ તારા માટે કંઇક લખવા માંગુ છું- ત્યારે ત્યારે એ જ મીઠી મૂંઝવણ -મારા હાથ પર આવી ને અટકી જાય છે. આંગળી ઓ જાણે કે મન -મગજ ની વાત નથી સાંભળતી અને બસ હૃદય ના અસ્ખલિત પ્રવાહ મા જ સ્થિર થઇ જાય છે. આજે ભલે હું તારા થી દુર છું પણ – મારો હૃદય આત્મા- એ તો તારી સાથે જ છે- તારી પાસે જ છે- કારણ કે- લગ્ન સમયે તે- મારી પાસે થી છીનવી લીધા હતા અને પાછા આપવા નું તો આપણે શીખ્યા જ નથી…..બરોબર ને….! ખેર….જે છે બરાબર જ છે ….ને……યાદ આવે છે તારી એ વાત કે- તે મને કહ્યું હતું કે-”  શું આપણે આમ જ દુર રહેવું પડશે?’ ત્યારે મે તને  કહ્યું હતું કે..” પ્રેમ મા સહેજ દુરી આખરે આપણા પ્રેમ ને મજબુત જ કરશે ને…..આપણો પ્રેમ કઈ એમને એમ નથી થયો…..શ્રીજી ની સાક્ષી એ થયો છે આથી- એમાં સહેજ પણ ઓછપ આવવા ની કોઈ સંભાવના જ નથી………” આજે એ સત્ય સાબિત થયું છે- ભલે ને આપણે દુર છીએ….અલગ વિચારો છે….અલગ સ્વભાવ છે…..અલગ મત છે……પણ હૃદય-આત્મા એક છે…….કારણ કે આપણા પ્રેમ મા કેસર ભળેલું છે…….કેસરભીનો હરિ ભળેલો છે. અને ખરેખર – હું વિચારું છું કે- જો તું મારા જીવન મા ન હોત…..તો આ જન્મારો કદાચ સફળ ન થયો હોત……એ તું જ હતી કે જેણે પોતાના પ્રેમ થી મને હરિ ઓળખાવ્યા……હરિનો માર્ગ ઓળખાવ્યો……..! તારા માટે લખેલી “પ્રેમ ની સો વ્યાખ્યાઓ…” કે મારા કાવ્યો – તારા વગર શબ્દવિહિન જ હોત……! 

                                 અને એ હરિ ની સાખે તને કહું છું કે- હું મારી જિંદગી ની  એક પળ -એક ક્ષણ પણ તારા વગર વિચારી શકતો નથી……આખરે આ માત્ર દેહ ના સંબંધ નથી પણ આત્મા ના સંબંધ છે. જીવન નો આ સફર માત્ર સફર જ નથી એક મોક્ષ નો- અદ્યાત્મ નો…..સર્વોચ્ચતા નો માર્ગ છે….અને તું સાથે છે તો- એ વધારે મનમોહક….વધારે રસપ્રદ છે. પણ- આ બધા માટે હું તારો આભાર નહી માનું…….આભાર માની ને- હું તારું મહત્વ સીમિત કરવા નથી માંગતો………મને તું જેમ છે એમ જ ગમે છે…..મને – તારી ફરિયાદો…ઝઘડા…..નખરા….માંગણીઓ…….ગુસ્સા……પ્રેમ…..મને ખીજવવા નું…….મને શિખામણ આપવાનું…….વાત વાત મા રીસાઈ જવાનું…….એ બધું જ ગમે છે…………જો એના વિષે લખવા બેસું તો  નવલકથા જરૂર લખાય…એ પણ ફરી ક્યારેક..!!! બરોબર ને…!..પણ મારે તો – તારો સાથ….તારો રાજીપો…….તારું હૃદય જોઈએ છે…………જે મારી પાસે જ છે. 

બસ -વધારે શું કહું??? મને મારા હરિ એ……જિંદગી એ…..તે……ઈચ્છયા કરતાં…..માંગ્યા કરતાં વધારે જ આપ્યું છે…….અને એ મારી ખુશનસીબી છે કે- ભગવાન નો રાજીપો છે…….જે કહો તે- તું સાથે છે તો બધું જ છે…………બસ તારા થી જ બધું શરુ થાય છે અને તારા થી જ બધું અસ્ત…….! એ જ તારો પ્રેમ છે કે જેણે મને – એક સારો મનુષ્ય…..એક સારો પતિ….એક સારો પુત્ર…બનાવ્યો છે……અને હવે ચોક્કસ એક સારો પિતા બનાવશે જ………….! લોકો કહે છે છે કે – દરેક પુરુષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે- પણ હું કહું છું કે- મારા મોક્ષ( કદાચ મળશે તો…..મારા કરમ…) પાછળ તારો સાથ હશે……….

બસ……..સાથે રહેજે………………હરપળ…હરક્ષણ….હમેંશા….આમ જ…!

તારો – રાજ

__________________________________________________________

તો બસ- બધું હરિ ની સાખે…….એના પર બધું  છોડીએ તો જ નચિંત થવાય……………….અને એ જ હવે સર્વસ્વ છે. આથી જ અહિયા જીવન જ- હરપળ -બારેમાસ-હર હમેંશ વસંતપંચમી છે.

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s